Only Gujarat

Bollywood

કોરોનાકાળમાં આ એક્ટ્રેસ મુંબઈથી દૂર અહીંયા કરી રહી છે ખેતી, આ રીતે પસાર કરે છે દિવસો

મુંબઈઃ હિન્દી ફિલ્મોની સુંદર એક્ટ્રસમાં સામેલ એક્ટ્રસ રાખી 70નાં દશકમાં ખૂબ જ ફૅમસ હતાં. ગોરો રંગ, ગોળ ચહેરો અને ઝરણાં જેવી આંખોવાળી રાખીનો જાદુ સિલ્વર સ્ક્રીન પર અદભૂત હતો. મહત્ત્વનું છે કે, રાખી હવે 73 વર્ષના થઈ ગયાં છે.

વેસ્ટ બંગાળના રાનાઘાટમાં 15 ઓગસ્ટ 1947એ જન્મેલા રાખીએ 20 વર્ષની ઉંમરથી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘જીવન મૃત્યુ’થી રાખીએ બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું હતું. પહેલી ફિલ્મથી જ રાખેની સફળતા મળી હતી.

રાખીએ ફિલ્મોમાં ઘણાં સમય સુધી કામ કર્યું છે. લીડ હીરોઇનથી રાખીએ ફિલ્મોમાં મા અને દાદીનો રોલ પણ પ્લે કર્યો છે. પોતાના જમાનાની ફૅમશ એક્ટ્રસ રાખી અત્યારે બૉલિવૂડથી બ્રેક લઈ ચૂક્યા છે. અત્યારે તે મુંબઈથી દૂર પોતાના ફાર્મ હાઉસમાં સમય પસાર કરે છે. રાખીનું ફાર્મહાઉસ પનવેલમાં છે.

તેમણે તેમના ફાર્મહાઉસ પર ઘણાં પ્રાણીઓને પાળ્યાં છે. ફાર્મમાં ઘણાં પ્રકારના શાકભાજી પણ ઉગાડે છે. રાખીની સાથે-સાથે તેમની દીકરી મેઘના ગુલઝાર પણ કહે છે કે, ‘માને ખેતી કરવાનો શોખ છે, એટલે માટે ફાર્મહાઉસ પર રહેવાનું પસંદ કરે છે.’

ઉલ્લેખનીય છે કે, રાખીની છેલ્લી ફિલ્મ વર્ષ 2009માં આવેલી ‘ક્લાસમેટ’ હતી. આ પછી તે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી અને મુંબઈ જેવા મહાનગરને છોડી પનવેલમાં રહે છે. આ પછી તે રાખી ક્યારેક પબ્લિક ઇવેન્ટ્સમાં જોવા મળે છે.

You cannot copy content of this page