Only Gujarat

Bollywood

આ ઉંમરે પણ ધરમપાજીનો દીકરો ડરે છે પિતાથી, લાડલાએ કહી આ ચોંકાવનારી વાત

મુંબઈઃ બોબી દેઓલ હાલમાં જ વેબ સિરીઝ ‘આશ્રમ’માં જોવા મળ્યો હતો. આ વેબ સિરીઝમાં તેમની એક્ટિંગની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. હાલમાં જ એક ઇન્ટર્વ્યૂમાં બોબી દેઓલે તેમના પિતા ધર્મેન્દ્ર સાથે પોતાના સંબંધ અંગેની વાત કરી હતી. આ દરમિયાન તેમને કહ્યું કે, ‘તે તેમના પિતાનું સન્માન કરે છે, પણ તેમને ક્યારેક લાગે છે કે તેમના અને પિતા વચ્ચે કેટલીક દૂરી છે.’

ઇન્ટરવ્યૂ દરમિયાન બોબી દેઓલે કહ્યું કે, ‘જ્યારે હું અને ભાઈ મોટા થતાં હતાં ત્યારે પિતા તે સમયે ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત રહેતાં હતાં. એવામાં અમને તેમની સાથે સમય પસાર કરવા અને વાત કરવા ઓછો સમય મળતો હતો. ક્યારેક-ક્યારેક તેમની સાથે આઉટડોર શૂટિંગ પર જતાં હતાં.’

બોબીએ જણાવ્યા મુજબ, ‘તે સમયે ઘણી વસ્તુ અલગ હતી અને લોકો ડિફરન્ટ રીતે વિચારતા હતાં. બાપ-દીકરાના સંબંધ એટલા સહજ નહોતા જેટલા આજની પેઢીમાં હોય છે. હું મારા બાળકો સાથે કોઈ દૂરી રાખી નથી અને તેમની સાથે ફ્રેન્ડ જેવો વ્યવહાર કરું છું.’

‘અમારા સમયમાં બાળકો પિતાનું વધારે સન્માન કરતાં હતાં તેમની સાથે મોકળા મને વાત કરી શકતા નહોતાં. પિતા હંમેશા ફરિયાદ કરતાં હતાં કે, હું તેમની સાથે મોકળા મને વાત કરી શકતો નથી. તે ઘણીવાર મને કહે છે કે, મારી સાથે બેસો અને વાત કરો, પણ હું કહું છું કે મને ડર લાગે છે કે, તમે વઢવાનું શરૂ કરી દેશો.’

બોબીએ કહ્યું કે, ‘હું મારા બાળકોમાં આ ડર જોવા માગતો નથી અને ક્યાંક મને લાગે પણ છે કે, મારા બાળકો મારી સાથે ખૂબ જ ફ્રેન્ક છે.’ ઉલ્લેખનીય છે કે, બોબી ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરનો દીકરો છે. બોબીના મોટા ભાઈ સની દેઓલ ઉપરાંત બે બહેનો છે, જેમનું નામ વિજેયતા અને અજીતા છે.

52 વર્ષના બોબીએ તાન્યા આહૂજા સાથે વર્ષ 1996માં લગ્ન કર્યાં છે. તાન્યા ‘ધી ગુડ અર્થ’ના નામથી ખુદનો ફર્નિચર અને ઇન્ટેરિયર ડેકોરેશનનનો બિઝનેસ છે. ઘણાં બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેન તેમના ક્લાયન્ટ છે.

તાન્યા ફર્નીચર ડિઝાઈનર અને હોમ ડેકોરેશનનું પોતાનું કામ સારી રીતે કરી રહી છે. તાન્યા મુજબ, ‘બોબી તેમના કામમાં વધારે દખલ દેતા નથી. દેઓલ પરિવાર પણ ખૂબ જ સપોર્ટિવ છે. સારા કામ પર બોબી અને સની ભાઈ બંને મારા વખાણ કરે છે.’

તાન્યાએ વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘જુર્મ’ અને 2007માં આવેલી ફિલ્મ ‘નન્હે જૈસલમેર’ માટે કૉસ્ટ્યૂમ ડિઝાઈનનું પણ કામ કર્યું છે. આ સાથે જ ટ્વિન્કલ ખન્નાના ‘વ્હાઇટ વિંડો’ સ્ટોરમાં તાન્યાએ ડિઝાઇન કરી ફર્નીચર અને ઇન્ટેરિયર ડેકોર એક્સેસરીઝ લગાવી છે.

બોબી અને તાન્યાને બે દીકરા આર્યમાન અને ધરમ છે. આર્યમાનની ઉંમર 19 વર્ષની છે જ્યારે, તેમના પિતા ધરમ અત્યારે 15 વર્ષના છે. બોબી તેમના બાળકોને લાઇમલાઇટથી દૂર રાખે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ‘મારા પિતા અત્યારે સ્ટડી કરી રહ્યાં છે. મને ખબર પણ નથી કે બૉલિવૂડમાં આવવા માગે છે કે નહીં?’ 0

You cannot copy content of this page