થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર આગરાનાં કાંજીવાડા વાળા બાબાનો વીડિયો વાયરલ થયો હતો. 90 વર્ષનાં વૃદ્ધ કમલાનગરમાં કાંજીવડા અને દહીંવડા વેચતા હતા. પરંતુ કોરોનાકાળમાં વેચાણ થઈ રહ્યુ ન હતુ. વીડિયો વાયરલ થયા બાદ કંજીવડાવાળા બાબાની મદદ કરવા માટે લોકો આગળ આવ્યા હતા. તાજનગરીમાં આવા જ એક વૃદ્ધ મહિલા પણ છે, ઘણા વર્ષોથી 20 રૂપિયામાં ભોજન કરાવી રહ્યા છે. પરંતુ છેલ્લાં થોડા મહિનાથી તેમની આવક થઈ રહી નથી. જેથી કોઈ પણ રીતે તે ગુજારો કરી રહી છે.
આગરાનાં સેંટ જોન્સ કોલેજની પાસે રસ્તાના કિનારે ઝાડની નીચે 80 વર્ષની મહિલા ભગવાન દેવી ખાવાનું વેચી રહી છે. વૃદ્ધ ભગવાન દેવી તે વિસ્તારમાં રોટીવાલી અમ્માનાં નામથી જણીતા છે.
ખાનગી સમાચાર એજન્સી મુજબ, ભગવાન દેવી 20 રૂપિયામાં લોકોને ભરપેટ ખાવાનું ખવડાવે છે. તેમની થાળીમાં સબ્જી અને રોટી હોય છે. ભગવાન દેવીએ કહ્યુ કે, તે છેલ્લાં 15 વર્ષોથી પોતાની જીવિકા ચલાવવા માટે આ કામ કરી રહી છે. પરંતુ કોરોના કાળમાં આવક થઈ રહી નથી.
રોટીવાલી અમ્માએ જણાવ્યું કે, બહુ જ ઓછા લોકો ખાવાનું ખાવા માટે અહીંયા આવે છે. દિવસે જે કમાણી કરે છે. તેનાંથી માંડ માંડ તેનો જીવનનિર્વાહ ચાલી રહ્યો છે. તેમણે કહ્યુકે, તેઓ વર્ષોથી ભૂખ્યા લોકોનું પેટ ભરે છે. આશા છે કે, ભગવાન તેમને ભૂખ્યા રહેવા દેશે નહી.
જણાવી દઈએકે, દિલ્હીના બાબા કા ઢાબા બાદ આગરાનાં કાંજીવડાવાળા બાબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે બાદ ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા છે. આગરાનાં કાંજીવડાવાળા બાબાને મેયર નવીન જૈને નગર નિગમમાંથી સ્ટોલ અપાવવાનો વાયદો કર્યો છે.