Only Gujarat

FEATURED Sports

ધોનીએ લગ્ન કર્યા તો ચાહકોને કાનોકાન ખબર પણ નહોતી પડી, આવી છે લવસ્ટોરી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ધોનીએ ફેન્સનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે, “આજે સાંજે 7.29 બાદથી મને રિટાયર સમજવામાં આવે. ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસના સમાચારથી તેમના ફેન્સ દુ:ખી છે.

ધોની આ પહેલા પણ તેમની જિંદગીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઇને લોકોને ચોંકાવતા રહ્યાં છે. વનડે ટી-20ની કપ્તાની છોડવાનો નિર્ણય હોય કે પછી ટેસ્ટમાં સંન્યાસ લેવાનો નિર્ણય હોય. ધોનીએ આ રીતે અચાનક તેમની જિંદગીના મોટા નિર્ણય લઇને લોકોને ચોકાવ્યાં છે. ધોનીની પર્સનલ લાઇફ પણ તેમાંથી અપવાદ નથી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 4 જુલાઇ 2010માં સાક્ષી રાવત સાથે ચુપચાપ લગ્ન કરીને તેમના ફેન્સને સરપ્રાઇઝ કરી દીધા હતા. ધોની અને સાક્ષીએ દેહરાદૂનમાં લગ્ન કર્યાં હતા. ધોનીના લગ્નને 20 વર્ષ થઇ ચૂક્યા છે. ધોની તેમની દીકરી જિવા સાથેની તસવીર અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. ધોનીએ જ્યારે સાક્ષી સાથે લગ્ન કર્યાં તો આ વાતની કોઇને જાણ સુદ્ધાં નહોતી આવવા દીધી.

ધોની હજું પણ તેમની પર્સનલ જિંદગી વિશે ખુલ્લીને વાત નથી કરતા. બંનેએ લગ્ન ખૂબજ ચૂપચાપ રીતે કર્યાં હતા. તેમના લગ્ન સમારોહમાં બહુ ઓછા લોકો સામેલ થયા હતા. સાક્ષી સાથે લગ્ન કર્યાં બાદ માહીની કરિયરે પણ સફળતાના શિખર સર કર્યાં. આ કારણે જ લોકો સાક્ષીને ધોનીનું લેડી લક કહે છે.


ધોની અને સાક્ષી વચ્ચે પ્રેમસંબંધો ભલે યુવાનીમાં પાંગર્યા હોય પરંતુ બંને એકબીજાને બહુ લાંબા સમયથી ઓળખતા હતા. ધોની અને સાક્ષીના પિતા રાંચીમાં એક જ કંપનીમાં કામ કરતા હતા. બંનેના પરિવાર વચ્ચે સારા સંબંધો હતા. આટલું જ નહીં બંને એક જ સ્કૂલમાં સાથે જ અભ્યાસ કરતા હતા. ત્યારબાદ સાક્ષીનો પરિવાર દેહરાદૂન શિફ્ટ થઇ ગયો. જ્યાં તેમના દાદા પહેલાથી જ રહેતા હતા. જો કે આ સમય દરમિયાન વર્ષો સુધી તેમની મુલાકાત ના થઇ અને આ સમય દરમિયાન બંને એકબીજાને સંપર્કમાં પણ નહોતા.

જોકે નસીબમાં કંઇક એવું લખાયેલું હતું કે, વર્ષો બાદ બંનેની મુલાકાત કોલકતાની તાજ બંગલા હોટેલમાં થઇ. જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ રોકાઇ હતી. આ વાત વર્ષ 2007ના નવેમ્બર-ડિસેમ્બરની છે.

સાક્ષી આ હોટલમાં ઇટર્ન હતી. બંનેની મુલાકાત સાક્ષીના મેનેજરે કરાવી હતી. જે દિવસે બંનેની મુલાકાત થઇ, તે દિવસે સાક્ષીનો આ હોટલમાં છેલ્લો દિવસ હતો. સાાક્ષીના ગયા બાદ ધોનીએ તેમના મેનેજર પાસેથી તેમનો નંબર માગ્યો અને મેસેજ કર્યો. પહેલા તેમને લાગ્યું કે, ધોની તેમની સાથે મજાક કરી રહ્યાં છે. જો કે ત્યારબાદ તેમને જાણ થઇ કે, તે ખરેખર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે. ત્યારબાદ બંનેની વાતચીત શરૂ થઇ. બે મહિના બાદ 2008માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. 2008માં સાક્ષી ધોનીની બર્થ ડે પાર્ટીમાં પણ હાજર રહી હતી.

3 જુલાઇ 2010માં દેહરાદૂનની એક હોટલમાં બંનેની સગાઇ થઇ. ત્યારબાદ 4 જુલાઇ 2010માં દેહરાદૂનની પાસે વિશ્રાંતી રિસોર્ટમાં બંનેએ લગ્ન કરી લીધા. બંનેના લગ્નનમાં બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટ ખેલાડીઓ હાજર રહ્યાં હતા. 6 ફેબ્રુઆરી 2015માં સાક્ષીએ દીકરીને જન્મ આપ્યો જેનું નામ જિવા છે.

ધોની એક શ્રેષ્ઠ કેપ્ટન હોવાની સાથે આઇડિયલ પતિ અને પિતાની ભૂમિકા પણ સુંદર રીતે નિભાવી રહ્યાં છે. સાક્ષી જે પ્રકારના વીડિયો ઇન્ટાગ્રામ પર શેર કર છે, તેના પરથી તેમના સુખી લગ્નજીવનનો અંદાજ લગાવી શકાય છે.

જિવા સાથે ધોની ખૂબ મસ્તી કરતા જોવા મળે છે. હવે તેમને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે તો વધુ સારી રીતે ફેમિલી લાઇફને એન્જોય કરી શકશે.

You cannot copy content of this page