Only Gujarat

Bollywood FEATURED

નાગાર્જુનની વહુના અસ્ત-વ્યસ્ત વાળ ને હાથમાં હતી એટલી મોંઘી બેગ કે કિંમત સાંભળી ચમકી જશો!

મુંબઈઃ સાઉથ એક્ટ્રેસ સમાંથા અક્કિનેની વેબ સીરિઝ ‘ધ ફેમિલી મેન’ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સમાંથા જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં સમાંથાની તસવીરો વાઈરલ થઈ છે.

સામાંથાએ યલો રંગનું વનપીસ પહેર્યું હતું. વનપીસ તેણે ડેનિમ જેકેટ કૅરી કર્યું હતું. મિનિમમ મેકઅપની સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા. આ સાથે જ તેણે ડેનિમ માસ્ક પહેર્યો હતો.

નવાઈની વાત એ હતી કે નાગાર્જુનની વહુ હોવા છતાંય તેણે પોતાનો સામાન જાતે જ એરપોર્ટની બહાર કાઢ્યો હતો. તેના હાથમાં બેગ તથા મોટું પર્સ હતું. સમાંથાએ Louis Vuittonની બેગ કૅર કરી હતી. આ બેગની કિંમત સાંભળીને તમને નવાઈ લાગશે તે નક્કી છે.

આ બેગની કિંમત 2,03,811 રૂપિયા હતા. ‘ધ ફેમિલી મેન’થી સમાંથાએ વેબ ડેબ્યૂ કર્યું છે. તેણે મનોજ વાજપેઈ સાથે આ સીરિઝમાં કામ કર્યું છે.

સમાંથા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. સમાંથાએ ‘Ye Maaya Chesave’થી 2010માં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. સમાંથાએ નાગાર્જુનના દીકરા નાગ ચૈતન્ય સાથે  2017માં લગ્ન કર્યાં છે. બંનેએ 40 દિવસથી પણ વધારે સમય સુધી વિદેશમાં હનીમૂન મનાવ્યું હતું.

You cannot copy content of this page