Only Gujarat

Bollywood

સૈફની પહેલી પત્ની 12 વર્ષ મોટી હતી તો બીજી પત્ની કરીના છે 11 વર્ષ નાની

મુંબઈઃ ક્રિકેટર મંસૂર અલીખાન પટૌડી અને શર્મિલા ટાગોરના પુત્ર સૈફ અલી ખાનનો 16 ઓગસ્ટના રોજ 50મો જન્મ દિવસ હતો. તેમનો જન્મ 1970માં દિલ્લીમાં થયો. સૈફના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પરંપરા’થી થઇ, ત્યારબાદ તેમની બીજી ફિલ્મ ‘આશિક આવારા’ માટે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. સૈફ હાલ ચોથી વખત પિતા બનવા જઇ રહ્યાં છે ત્યારે તે હાલ ખૂબ ચર્ચામાં છે. તેમની પત્ની કરીના કપૂર બીજી વખત પ્રેગ્નન્ટ છે.

સૈફના કરીના સાથે બીજા લગ્ન છે. અમૃતા સાથે જ્યારે સૈફના લગ્ન થયા ત્યારે બંનેની ઉંમરમાં ખૂબ જ તફાવત હતો. જ્યારે સૈફે હજુ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે અમૃતા બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં સ્થાન બનાવી ચૂકી હતી. બંનેની લવ સ્ટોરી ફિલ્મ ‘બેખૂદી’થી શરૂ થઇ હતી. બંનેએ બહુ લાંબા સમય ડેટ કર્યાં બાદ 1991માં લગ્ન કરી લીધા.


સૈફના પહેલા લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. સૈફે તેમનાથી 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સાથે 1991માં લગ્ન કર્યાં હતા. આ લગ્નમાં સૈફની બીજી પત્ની કરીના,જે ત્યારે ખૂબ જ નાની હતી અને તે ભાવિ પતિ સૈફના પહેલા લગ્નમાં સામેલ થઇ હતી. કહેવાય છે કે, આ સમયે કરીનાએ સૈફની લગ્નની શુભકામના પણ પાઠવી હતી. આ લગ્નમાં તે તેમની બહેન કરિશ્મા સાથે પહોંચી હતી.


સૈફ સાથે લગ્ન બાદ અમૃતા સિંહે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને સારા અને ઇબ્રાહિમના ઉછેરમાં લાગી ગઇ. જો કે લગ્નના થોડા સમય બાદ અમૃતા અને સૈફની વચ્ચે અંતર આવી ગયું. બંનેના 2004માં ડિવોર્સ થઇ ગયા. હવે કરીના સૈફની બીજી પત્ની છે. વર્ષ 2012માં સૈફ અને કરીનાએ લગ્ન કરી લીધા.આ લગ્નમાં સામેલ થવા માટે ખુદ અમૃતાએ તેમની દીકરી સારાને તૈયાર કરી હતી.

સૈફથી અલગ થયા બાદ અમૃતા આજે પણ સિંગલ જ છે. તેમને સારા અને ઇબ્રાહિમ એમ બે સંતાન છે. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમૃતાની દીકરી સારાનું સારૂં નામ છે. ડિવોર્સ બાદ અમૃતાએ એકાદ ફિલ્મમાં કામ કર્યું હતું. સૈફ અને અમૃતા તેમના બંને સંતાનોને ખૂબ જ પ્રેમ કરે છે.

You cannot copy content of this page