Only Gujarat

Bollywood

જેઠાલાલે કર્યો ખુલાસો, જેવું શૂટિંગ પૂરું થાય કે તરત જ આ કલાકાર બેગ સાથે ઘરે જવાની મૂક છે દોટ

મુંબઈઃ કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સીરિયલ વર્ષ 2008થી શરૂ થઈ હતી. આ સીરિયલને હવે તો 12 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. ગોકુલધામના દરેક સભ્યો જાણે આપણાં ઘરના જ મેમ્બર હોય તેમ લાગે છે. જોકે, તમને આટલા વર્ષોમાં ક્યારેય એ વિચાર આવ્યો છે કે સીરિયલનું શૂટિંગ પૂરું થાય એવું તરત જ સૌ પહેલાં કોણ ઘરે જતું રહે છે? આજે અમે તમને આ અંગે જણાવીશું.

‘તારક મહેતા’ના સેટ પર કલાકારો ક્યારેક 18-18 કલાક કામ કરતા હોય છે. ઘણીવાર તો એવું બને કે તેમને મહિનામાં એક રજા પણ ના મળે. સેટ પર કલાકારો લાંબો સમય સાથે રહેવાથી દરેક કલાકાર એકબીજાની વાતો સારી રીતે જાણીતા હોય છે. હાલમાં જ લૉકડાઉનને કારણે 19 માર્ચથી ફિલ્મ તથા ટીવીના શૂટિંગ સંપૂર્ણ રીતે બંધ છે.

સીરિયલમાં જેઠાલાલ બનતા દીલિપ જોષીએ એકવાર સેટ પર સૌથી પહેલાં ઘરે કોણ જતું રહે તે અંગે વાત કરી હતી. જે રીતે સ્કૂલમાં ઘરે જવાનો બેલ વાગે અને બાળકો બેગ ખભે ભરાવીને ઘરે જવાની દોટ મૂકે તે જ રીતે આ એક્ટર પણ જેવું શૂટિંગ પૂરું થાય એટલે તરત જ પોતાની બેગ લઈને ઘર ભેગો થઈ જાય છે.

દિલીપ જોષે એટલે કે જેઠાલાલે કહ્યું હતું કે સેટ પર જ્યારે પણ ડિરેક્ટર પેક અપની જાહેરાત કરે એટલે તરત જ મદાર ચંદવાડકર એટલે કે ગોકુલધામના એકમેવ સેક્રટરી આત્મારામ ભીડે. પેકઅપની બૂમ સંભળાય એટલે તે તરત જ ઘરે જવાની તૈયાર કરે. સેટ પરથી તરત જ તેઓ પોતાના મેકઅપ રૂમમાં જાય અને તેમની બેગ લઈને ઘરે જવા નીકળી જાય.

સેટ પર હજી તો બધા બેઠા હોય પણ મદાર પોતાની બેગ સાથે આવી ચઢે અને દરેકને આવજો કહીને એક સેકન્ડમાં ત્યાંથી નીકળી જાય. મદાર જે રીતે ઘરે જવામાં સૌથી પહેલાં હોય એ જોઈને સીરિયલના કલાકારોને પણ નવાઈ લાગતી હોય છે. દિલીપ જોષીના મતે, જો ઘરે જવામાં સૌથી પહેલું કોણ, એવી કોઈ સ્પર્ધા સેટ પર રાખવામાં આવે તો તેમાં ચોક્કસથી મદારનો પહેલો નંબર જ આવે.

You cannot copy content of this page