Only Gujarat

Bollywood

વ્હાઇટ કપડાંમાં નોરા ફતેહીની કાતિલ અદા, કારમાંથી બહાર આવીને એડજસ્ટ કરી બ્રા…!

મુંબઈઃ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીએ હાલમાં જ મુંબઈના રસ્તાઓ પર તાપમાન વધારી દીધું હતું. હાલમાં જ નોરા ફતેહા વ્હાઇટ કટ આઉટ ડ્રેસમાં જોવા મળી હતી. નોરા પોતાના બોમ્બશેલ લુકમાં મુંબઈના રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.

વ્હાઇટ ડ્રેસમાં લાગી સેક્સીઃ 16 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ નોરા વ્હાઇટ કટ આઉટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ લૉ ડીપ નેક હતો. આટલું જ નહીં એક સાઇડથી કટ આઉટ હતું. આ ડ્રેસ સાથે નોરાએ બહુ જ ઓછી જ્વેલરી કૅરી કરી હતી.

નોરા આ રૂપમાં હોટેસ્ટ લાગતી હતી. નોરાનો ડ્રેસ સ્પેગેટી સ્ટ્રેપ્સ તથા વી નેકલાઇનનો હતો. તેણે બ્રાલેટની સાથે બોડીકોન સ્કર્ટ કૅરી કર્યું હતું. તેણે ગોલ્ડ રિંગ પહેરી હતી. જેમાં કમરના ભાગે કટ હતા. સાઇડમાંથી એક લાંબો કટ હતો. આ સાથે જ નોરાએ ડિઝાઇનર ક્રિસ્ટિન લોબુટિનના હોટ ચીક (મોજડી) પહેરી હતી. આની કિંમત 56, 193 રૂપિયા છે.

નોરા ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં નોન ગ્લેમ લુકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજય દેવગન, સોનાક્ષી સિંહા તથા સંજય દત્ત હતા. નોરા વિવિધ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળે છે. નોરા હવે જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં જોવા મળશે.

નોરાએ હાલમાં એક ઈન્ટર્વ્યૂમાં તેના સંઘર્ષના દિવસોને યાદ કરીને રડી પડી હતી. તેણે કહ્યું હતું કે હું જ્યારે ભારત આવી ત્યારે મને જરા પણ અંદાજ નહોતો કે તેને લોકોના ખરાબ વર્તનનો કડવો અનુભવ થશે. લોકોએ મારી મજાક તો ઊડાવી હતી, તો વળી મારો પાસપોર્ટ સુદ્ધાં ચોરી લીધો હતો.

તેણે વધુમાં કહ્યુ હતુ કે, મારી પાસે પૂરતો અનુભવ નહોતો તેમ છતાં હું બોલિવૂડમાં કામ કરવા ઉત્સાહિત હતી. ભારત આવીને મને અનુભવ થયો કે હું જે વિચારીને આવી હતી તેના કરતા તો બધુ ઊલટું જ હતું. મને તો એમ હતું કે એરપોર્ટ પરથી મને લિમોઝિનમાં લઇ જવામાં આવશે. સારી ઊચ્ચગુણવત્તાયુક્ત હોટલના શ્યૂટમાં ઊતારો આપશે અને હું વટની સાથે ઓડિશન આપવા જઇશ. પરંતુ એવું કાંઇ જ થયું નહીં.

તેણે કહ્યું હતું કે મારા ચહેરા પર આ સૌથી જડબાતોડ લપડાક હતી. લોકો તો મારી મજાક ઊડાવતા, મને રિજેક્ટ થવાના અનુભવ થવાથી દરદ ઘણું થયું હતું. મુંબઇમાં મારે આઠ-નવ યુવતીઓ સાથે રહેવું પડયું હતું. આ છોકરીઓ બહુ ચાલાક હતી. તેમણે મારો પાસપોર્ટ પણ ચોરી લીધો હતો. તેમ છતાં હું હિંમત હારી નહોતી અને મેં સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. મને કોઇએ એવી સલાહ નહોતી આપી કે તારો ભારત જવાનો મતલબ છે, સંઘર્ષ કરવાનો.

નોરાએ કહ્યું હતું કે કાસ્ટિંગ ડાયરેકટરે પણ મારી મજાક ઊડાવી હતી. તેઓ જાણતા હતા કે હું વિદેશી છું અને મને હિંદી આવડતું નથી. છતાં તેમણે મને હિંદી લાઇનો બોલવા આપી હતી અને પછી એકબીજાને તાળી ઠોકીને મારી મજાક ઊડાવી હતી.

You cannot copy content of this page