Only Gujarat

Bollywood

પ્રેમમાં ખૂબ આગળ વધી ગયા હતા સંજય દત્ત અને માધુરી, લગ્નનું પણ કરી નાંખ્યું હતું પ્લાનિંગ, પછી…

મુંબઈઃ બોલિવૂડમાં ઘણાં એવા સ્ટાર્સ છે, જેમનાં પ્રેમના કિસ્સા તે સમયે અને આજે પણ ચર્ચામાં હોય છે. એવો જ એક કિસ્સો માધુરી અને સંજય દત્તના રોમાન્સનો છે. સંજય દત્તે 1987માં ઋચા શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની દીકરી પણ છે જેનું નામ ત્રિશાલા છે. થોડાં વર્ષો પછી ઋચાને બ્રેઇન ટ્યૂમર થયું અને સારવાર માટે તે તેની મા પાસે અમેરિકા જતી રહી હતી. આ દરમિયાન સંજય દત્તનું માધુરી દીક્ષિત સાથે અફેર શરૂ થયું હતું. અમેરિકામાં ઋચાનું 10 ડિસેમ્બર, 1996નાં રોજ મોત થયું હતું

સંજય દત્ત અને માધુરી દીક્ષિત પ્રેમમાં ખૂબ જ આગળ વધી ગયા હતાં. એક તરફ બંને લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતાં પણ, માધુરીના પિતા શંકર દીક્ષિતને સંજય દત્ત ખરાબ આદતો ઉપરાંત પરિણિત અને એક દીકરીનો પિતા હોવાથી પસંદ નહતો.

માધુરી દીક્ષિતના પરિવારે તેના પર સંજય દત્ત સાથે સંબંધ તોડવા ખૂબ જ દબાણ કર્યું હતું. જો કે માધુરી, તે સમયે સંજય દત્તને ખૂબ જ પ્રેમ કરતી હતી જેથી તે સંબંધ તોડવા તૈયાર નહતી. ફિલ્મ ‘ખલનાયક’ (1993)દરમિયાન સંજય દત્ત અને માધુરીએ પોતાની રીતે જ એકબીજાથી દૂર રહેવાનું શરૂ કર્યું હતું. આ પછી બંનેએ સાથે ક્યારેય કામ કર્યું નથી.

સંજય દત્ત તે સમયે 16 મહિના સુધી જેલમાં રહ્યા હતાં, પણ માધુરી એકવાર પણ સંજયને જેલમાં મળવા ગઈ નહોતી. આ ઉપરાંત સંજય જ્યારે જેલમાંથી છુટીને આવ્યો પછી પણ માધુરી તેને મળવા ગઈ નહતી. કેટલાંક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સંજય તે વાતથી ખૂબ જ નારાજ થયાં અને તેમને માધુરી સાથે ફરી કોઈ ફિલ્મ સાઇન કરી નહોતી. આમ બંનેની લવ સ્ટોરીનો એન્ડ આવી ગયો.

આ પછી માધુરીને સંજય દત્ત વિશે જ્યારે પણ સવાલ કરવામાં આવતો તો તે હંમેશાં ચૂપ જ રહેતી હતી. તેમણે કોઈની સામે કહ્યું નથી કે, તેમનો સંજય દત્ત સાથે કોઈ સંબંધ નથી. થોડાં વર્ષો પછી 1999માં માધુરીએ અમેરિકાના કાર્ડિયો સર્જન શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કરી લીધા અને કેટલાંક વર્ષ તે અમેરિકા જતી રહી.

લગ્નના ચાર વર્ષ પછી માર્ચ, 2003માં માધુરી દીક્ષિતએ તેના દીકરા અરિનને જન્મ આપ્યો. બે વર્ષ પછી માર્ચ, 2005માં તેને બીજા દીકરા રેયાનને જન્મ આપ્યો. 1988માં આવેલી ફિલ્મ ‘ખતરોં કે ખિલાડી’માં પહેલીવાર સંજય અને માધુરીએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હતી. આ પછી બંનેએ ‘કાનૂન અપના અપના’ (1989), ‘થાનેદાર’(1990), ‘સાહિબાં’ (1993), ‘ખલનાયક’ (1993) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

You cannot copy content of this page