હિમાચલની પુત્રીને અમેરિકાની કંપનીમાં સાડા 42 લાખ પગારનું વાર્ષિક પેકેજ મળ્યું છે. જિલ્લા કુલ્લુની જિયાની રહેવાસી 22 વર્ષિય સન્યા ઢીંગરાની આ સફળતાથી પરિવારના લોકોમાં ખુશીનો માહોલ છે. સન્યાને અમેરિકાની એડોબ કંપનીએ નોકરી આપી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ સન્યાને ટેકનિકલ સભ્ય સ્ટાફ પર નોકરી આપી છે. સન્યા ઢીંગરાએ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાન હમીરપુરથી કોમ્પ્યુટર સાઇન્ટમાં બીટેક કર્યં છે. પિતા સતીશ ઢીંગરાએ જણાવ્યું કે તેમની દીકરીએ 17 ઓગસ્ટે ઓનલાઇન કાર્યભાળ સંભાળ્યો છે અને નોએડામાં અમેરિકન કંપનીમાં સેવા આપશે.
હાલ જાન્યુઆરી 2021 સુધી તે પોતાના ઘર જિયાથી જ કામ કરશે. પિતા સતીશ ઢીંગરા અને માતા વંદના ઢીંગરાને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે સન્યાએ 10મું અને 12માંનું શિક્ષણ સુંદરનગરની મહાવીર વરિષ્ઠ માધ્યમિક સ્કૂલમાં કર્યું છે.
જ્યારે આગળનું શિક્ષણ હમીરપુરમાંથી પૂર્ણ કર્યું છે. તો સન્યા ઢીંગરાએ કહ્યું કે તેઓએ પોતાની ડિગ્રી દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં એનઆઇટી હમીરપુરમાં કેમ્પસમાં સાક્ષાત્કાર કર્યું હતું.
ગત મહિને જુલાઇ મહિનામાં તેણીને કંપની તરફથી નિયુક્તિ પત્ર મળ્યું છે. સન્યાની આ ઉપલબ્ધીથી સમગ્ર જિયા ગામ તથા કુલ્લુમાં ખુશીની લહેર છે અને તે અન્ય યુવક-યુવતીઓ માટે પ્રેરણા બની ગઇ છે.