Only Gujarat

FEATURED National

જો આ વિટામિનની હોય ઉણપ હોય તો કોરોનાવાઈરસના દર્દીઓનો જઈ શકે છે જીવ

અમદાવાદઃ રિસર્ચર્સે શરીરમાં વિટામિન ડીની ઊણપ અને કોવિડ 19ના વધતા જતા કેસો પર એક ખાસ રિસર્ચ કર્યું છે. પહેલાં થયેલ કેટલાંક રિસર્ચ અનુસાર, વિટામિન ડીની ઊણપ અને શ્વાસ સંબંધિત ઈન્ફેક્શન્સમાં સંબંધ હોવાની આશંકા હતી. તાજેતરમાં થયેલ એક રિસર્ચ અનુસાર, વિટામિન ડી વ્હાઇટ બ્લડ સેલ્સ જે રીતે કામ કરે છે, તેને નિયંત્રિત કરે છે. વિટામિન ડી વ્હાઇટ બ્લડ સેલ્સ Cytokines નામના સેલ્સને વધતા અટકાવે છે, જે કોરોના વાયરસ સંક્રમિત દરદીઓમાં વધારે માત્રામાં ઉત્પન્ન થાય છે.

ઈટલી અને સ્પેન બંને જગ્યાએ કોરોના વાયરસ બહુ ઝડપથી ફેલાયો છે. તાજેતરમાં જ થયેલ એક સ્ટડીમા જાણવા મળ્યું છે કે, આ બંને દેશોમાં વિટામિન ડીની ઊણપ બહુ વધારે છે. કહેવાય છે કે, તેનું કારણ સાઉધર્ન યુરોપમાં મોટાભાગના વિસ્તારો સૂર્યનાં કિરણોથી દૂર રહે છે. સૌથી વધારે વિટામિન ડીનું સ્તર નોર્ધન યૂરોપમાં જોવા મળ્યું છે. લિવર ઓઇલ એર વિટામિન ડીની ગોળીઓ લેવાના કારણે અહીંના લોકોમાં વિટામિન ડીનું સ્તર ઊંચુ જોવા મળ્યું છે.

લી સ્મિથ, ઈંગ્લિયા રસ્કિન યૂનિવર્સિટીના રિપોર્ટ અનુસાર, વિટામિન ડીના સ્તર અને કોવિડ 19 વચ્ચે ખાસ કરીને કોવિડ 19 થી યુરોપિયન દેશોમાં પ્રતિ વ્યક્તિ જોવા મળેલ મૃત્યુના આંકડાઓમાં ખાસ કનેક્શન જોવા મળ્યું છે. રિસર્ચર્સ અનુસાર, એવું જોવા મળ્યું છે કે, વિટામિન ડી શ્વાસ સંબંધિત ઈન્ફેક્શનથી બચાવે છે.

સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, જે વૃદ્ધોમાં વિટામિન ડીની ઊણપ હતી, તેઓ જ કોવિડ 19થી સૌથી વધારે પ્રભાવિત થયા છે. સ્મિથના જણાવ્યા અનુસાર, પહેલાં થયેલ એક સ્ટડીમાં એ જાણવા મળ્યું છે કે, હોસ્પિટલો અને કેર સેન્ટરો જેવી સંસ્થાઓમાં 75 ટકા લોકોમાં વિટામિન ડીની ગંભીર ઊણપ જોવા મળી હતી. સાથે-સાથે રિસર્ચર્સે એમ પણ કહ્યું છે કે, આ સ્ટડી હજી મર્યાદિત છે. દરેક દેશમાં દરદીઓની સંખ્યા દેશમાં થયેલ ટેસ્ટના નંબર પર આધારિત છે. આ સાથે જ દરેક દેશમાં ઇન્ફેક્શન સામે લડવા અલગ-અલગ ઉપાય કરવામાં આવ્યા છે.

આ 5 હેલ્ધી ફૂડ્સમાં છે ભરપૂર વિટામિન ડી માછલી: માછલી વિટામિન ડીનો સૌથી સારો સ્ત્રોત છે. અલગ-અલગ પ્રકારની માછલીઓમાં ભરપૂર વિટામિન ડી જોવા મળે છે. સાલ્મન અને ટૂના ફિશમાં વિટામિન ડી વધારે માત્રામાં જોવા મળે છે. જે ઘણા પ્રકારની બીમારીઓના ખતરાને ઘટાડે છે.

ઈંડાં: ઈંડાંમાં ઘણા પ્રકારનાં વિટામિન અને પ્રોટિન હોય છે. નાસ્તા માટે ઈંડાં બહુ સારો વિકલ્પ છે અને તે પૌષ્ટિક ખોરાક ગણાય છે. રોજ એક ઈંડુ ખાવાથી શરીરને 7 ટકા વિટામિન ડી મળે છે. ઈંડાંના સફેદ ભાગમાં વિટામિન એ, ઈ, કે અને ઝિંક હોય છે.

દૂધ: જો તમે શાકાહારી હોય તો તમે દૂધ લઈ શકો છો. દૂધ પણ વિટામિન ડીનો બહુ સારો સ્ત્રોત છે. રોજ દૂધનું સેવન કરવાથી શરીરને 21 ટકા વિટામિન ડી મળે છે.

મશરૂમ: મશરૂમ પણ વિટામિન ડી માટે રિચ ફૂડ ગણાય છે. મશરૂમની ખેતી સમયે તેના પર સૂર્યનાં કિરણો પડે છે અને સૂર્યનાં કિરણો વિટામિન ડીનો સૌથી સારો સ્ત્રોત છે. મશરૂમમાં પણ મોટી માત્રામાં વિટામિન ડી હોય છે.

સોયા દૂધ: વિટામિન ડી ખાસ રૂપે પશુ ઉત્પાદનોમાં વધુ જોવા મળે છે. એટલે જ શાકાહારી અને વેગન્સમાં તેની ઊણપ વધુ જોવા મળે છે. આ પ્રકારના લોકોમાં વિટામિન ડીની ઊણપનું જોખમ સૌથી વધુ જોવા મળે છે. એટલે સોયા દૂધ આ પોષક તત્વની ઊણપ પૂરી કરે છે. એટલે જ છોડ પર આધારિત ખોરાક સોયા મિલ્ક આ મિનરલ્સની ઊણપ પૂરી કરવા સારો સ્ત્રોત છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page