Only Gujarat

Bollywood FEATURED

આ એક્ટ્રેસે એક્ટિંગ છોડીને નર્સ તરીકે દર્દીઓની કરતી હતી સારવાર, હવે લાગ્યો કોરોનાનો ચેપ

મુંબઈઃ કોરોના વાઈરસ મહામારી દરમિયાન દર્દીઓની સેવા માટે આગળ આવેલા કોરોના યોદ્ધાઓને સંપૂર્ણ દેશ માન આપી રહ્યું છે. કોરોના વોરિયર્સ પોતાના જીવની ચિંતા કર્યા વગર વાઈરસની અડફેટે આવેલા લોકોની સારવાર માટે ખડેપગે તૈયાર રહે છે. આ સંકટમાં નર્સ તરીકે દર્દીઓની સારવાર કરનારી એક્ટ્રેસ શિખા મલ્હોત્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અહેવાલ સામે આવ્યા બાદ તેના ફેન્સ એક્ટ્રેસના વહેલીતકે સ્વસ્થ થઈ જવા અંગે પ્રાર્થના કરી રહ્યાં છે.

કોરોના થયો હોવાની જાણ એક્ટ્રેસે પોતે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કરી હતી. શિખાએ બે તસવીર શેર કરી છે. જેમાંથી એક પીપીઈ કિટ પહેર્યા સમયની છે અને બીજી તસવીરમાં તે હોસ્પિટલના બેડ પર આરામ કરી રહી છે. આ તસવીરોના કેપ્શનમાં શિખાએ લખ્યું હતું કે,‘રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હાલ ઓક્સિજન લેવલ ઓછું છે. આ પોસ્ટ તેમની માટે છે જેઓ માને છે કે કોરોના નામની કોઈ વસ્તુ છે જ નહીં.

શિખા છેલ્લા 6 મહિનાથી કોરોના વાઈરસનો ભોગ બનનારા દર્દીઓની નર્સ બની સેવા કરી રહી છે. આ ઉપરાંત તે ઘણા સામાજીક મુદ્દાઓ પર પણ પોતાના વિચારો વ્યક્ત કરતી રહે છે.

તેના એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તે ‘ફેન’ અને ‘રનિંગ શાદી’ જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે. શિખાએ દિલ્હીની વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલમાંથી નર્સિંગની ડિગ્રી મેળવેલી છે અને આ જ કારણે તે મહામારીના સમયમાં એક્ટિંગને છોડી નર્સ તરીકે લોકોની સેવામાં લાગી હતી.

You cannot copy content of this page