Only Gujarat

FEATURED National

રામવિલાસ પાસવાન પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડીને ગયા, પિતા કરતાં દીકરો છે પૈસાદાર

કેન્દ્રીય પ્રધાન અને એલજેપીના સ્થાપક રામ વિલાસ પાસવાનનું નિધન થયું છે. તેઓ લગભગ 50 વર્ષોથી રાજકારણમાં સક્રિય હતા અને આ સમયે રાજ્યસભાના સભ્ય હતા. કહેવાય છે કે તેની સંપત્તિ 1.42 કરોડ છે. તેમ છતાં તેમના પુત્ર ચિરાગ પાસવાનની પાસે વધુ સંપત્તિછે, તે 6 કંપનીઓના માલિક હતા અને તેમની સંપત્તિ 1.84 કરોડથી વધુ સંપત્તિ છે. જેના વિશે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

રામ વિલાસ પાસવાન પટણા યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએટ હતા અને એમ.એ. પણ કર્યુ હતુ. મીડિયા અહેવાલો અનુસાર, તેમના સોગંદનામામાં, રાજ્યસભાના નામાંકન સમયે, તેમની પાસે 1 કરોડ 42 લાખની સંપત્તિ હોવાની માહિતી હતી. તેમાંથી 1.6 કરોડની જંગમ સંપત્તિ અને 21.30 લાખ રૂપિયાના ઘરેણાં છે.

રામ વિલાસ પાસવાને તેમના સોગંદનામામાં એમ પણ કહ્યું હતું કે તેમના બેંક ખાતામાં આશરે 82 લાખ રૂપિયા જમા છે. આ સિવાય તેમની પાસે 22 લાખની ખેતીની જમીન છે અને 13 લાખ રૂપિયાની સામાન્ય જમીન છે.

જો આપણે ચિરાગ પાસવાનની વાત કરીએ તો તે છ કંપનીઓના માલિક છે અને તે જમુઇના સાંસદ પણ છે. તેમની પાસે 1.84 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. પટનામાં 90 લાખનો બંગલો છે.

લોકસભાની ચૂંટણી 2019 માં નોંધાવેલા સોગંદનામા મુજબ, જાતે ઉભી કરેલી સંપત્તિમાં શ્રીકૃષ્ણ પુરીમાં 90 લાખનું તેમનું ઘર છે. પ્લોટનો વિસ્તાર 5512 ચોરસ ફૂટની નજીક છે. જો કે, મકાન 3307 ચોરસ ફૂટમાં બાંધવામાં આવ્યું છે. આ સિવાય ચિરાગ પાસે 2015ના મોડલની જિપ્સી અને 2014 મોડેલનો ફોર્ચ્યુનર છે.

જણાવી દઈએકે, રામવિલાસ પાસવાને બે લગ્નો કર્યા હતા. પહેલી પત્ની રાજકુમારી દેવી તેમના પિતાનાં ઘરે રહેતી હતી. પહેલી પત્નીથી બે પુત્રીઓ છે. આશા અને ઉષા. જ્યારે બીજા ગ્ન એરહોસ્ટેસ પત્ની રીના સાથે કર્યા હતા. જેનાંથી તેમને ચિરાગ પાસવાન અને એક પુત્રી છે. રીના દિલ્હીમાં રહે છે.

You cannot copy content of this page