Only Gujarat

International

આખરે આ શબપેટીઓમાં શું રહસ્ય છુપાયેલું છે? હજારો વર્ષ બાદ શું છે આખરે આ વાત?

ઈજીપ્તમાં થોડા દિવસો પહેલાં પુરાતત્વોવિદોનાં હાથમાં ઘણા પ્રાચીન રહસ્યો આવ્યા હતા.અહીં હજારો વર્ષ જુની શબપેટીઓ મળી આવી છે, જેમાંથી તે સમય વિશેની ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. તેવી જ રીતે, પુરાતત્ત્વવિદોને એક માટીની શબપેટીની અંદર 4000 વર્ષ જૂનું પુસ્તક મળી આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ તેની જાતિનું સૌથી પ્રાચીન પુસ્તક હોઈ શકે છે. તેનાથી પ્રાચીન સંસ્કૃતિના ઘણા રહસ્યો પણ જાહેર થઈ શકે છે.

ઇજિપ્તની સરકારે કાહિરાની દક્ષિણે, સક્કારાના કબ્રસ્તાનમાં 59 પ્રાચીન શબપરીઓની શોધની જાહેરાત કરી હતી. આમાંથી એક માટીની શબપેટીમાં, ટીમને એક કપડામાં લપેટાયેલાં શિલાલેખો મળ્યાં હતા જેની ઉપર ચમકતા રંગો હતો. એવું માનવામાં આવે છે કે આવા વધુ શિલાલેખો ત્યાં હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ શિલાલેખો ઇજિપ્તના યુગની વાર્તાઓ કહે છે જ્યારે મૃત્યુ પછી બીજા જીવનને લઈને લોકોમાં માન્યતાઓ હતી.

દેવલોક સુધી પહોંચવાનો રસ્તો
ઈજીપ્તની ધાર્મિક માન્યતાઓમાં મોત બાદ ત્રણ પ્રકારની માન્યતાઓ માનવામાં આવતી હતી. એક અંડરવર્લ્ડ,એક પુનર્જન્મ અને એક ચિરકાલ. અન્ડરવર્લ્ડ અથવા ડુએટ(Duat)માં પ્રવેશવાનો એક જ રસ્તો હતો જે મૃતકની કબરમાંથી પસાર થતો હતો. આ રહસ્યનું ઉદઘાટન ઇજિપ્તમાં કરવામાં આવેલી એક શોધમાં કરવામાં આવ્યું છે. ઇજિપ્તની પુસ્તક ‘Book of the Dead’માં મોતનાં દેવતા Osiris સુધી પહોંચવા માટે આધ્યાત્મિક દુનિયાથી થઈને પસાર થવાનો રસ્તો આપ્યો છે. હવે પુરાતત્ત્વવિદોએ તેની 4000 વર્ષ જૂની એક નકલ મળી છે.

કોની શબપેટી છે?
અભ્યાસના સંશોધનકાર ડોક્ટર, હાર્કો વિલિયમે કહ્યું છે કે શબપેટીઓમાં મળેલા પાઠનું કામ મૃતકોને દેવતાઓની દુનિયામાં પહોંચાડવાનું હતું. તેમણે કહ્યું કે, તેમાં બીજી દુનિયામાં રહેવાની વાતો જેવી કોઈ પુરુષને સંબોધિત કરીને આપવામાં આવી હતી. તેમણે સંભાવના વ્યક્ત કરી હતી કે શબપેટી કોઈ રાજ્યપાલની હોઈ શકે છે. જો કે નજીકથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે અંખ નામની મહિલાની હોઇ શકે છે. તેમાં મળેલા હાડકાં પણ સ્ત્રીનાં હોઈ શકે છે, પણ પુસ્તકમાં, અંખને પુરુષ તરીકે વર્ણવવામાં આવી છે.

મંત્રો દ્વારા રસ્તો
પુસ્તકની શરૂઆત ‘રિંગ ઓફ ફાયર’ જણાવવામાં આવેલી એક લાલ લાઈનની અંદર લખેલાં ટેક્સ્ટથી થઈ છે. ટેક્સ્ટમાં કહેવામાં આવ્યુ છે કે સૂર્ય દેવ આ રિંગને પાર કરીને Osiris સુધી પહોંચે છે. તેમાં દરવાજા વિશે વાત કરવામાં આવી છે. તેમાં મોત બાદની દુનિયાના કેટલાંક અલગ-અલગ રસ્તઓ છે, જેની આસપાસ આત્માઓ અને સુપર નેચરલ જીવ છે. તે મુજબ જો અંખે મર્યા બાદ બધા મંત્ર બરાબર વાંચ્યા હશે તો તે મૃત્યુ બાદ દેવતા બની ગઈ હશે.

You cannot copy content of this page