Only Gujarat

FEATURED International

ચીનની આ તસવીરે હાહાકાર મચાવ્યો, વુહાનમાં ચાલતાં-ચાલતાં એક વ્યક્તિ નીચે પડી જતાં મોત થયું

ચીનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 213 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આખા ચીનમાં ખોફનો માહોલ છે. અસરગ્રસ્ત વિસ્તારો ખાલી થઈ ગયા છે. ચીનના અન્ય ભાગમાં પણ લોકો આખો દિવસ ઘરમાં પૂરાઈ રહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચીનમાં ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. ત્યારે સોમવારે વુહાનમાં ભયંકર તસવીર સામે આવી છે.

ચાલતાં-ચાલતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ વ્યક્તિ હોસ્પિટલના થોડા જ અંતરે હતો અને નીચે પડતાં તેનું મોત નિપજ્યું હતું. જોકે હાલ ડોક્ટર તેનું મોત કયા કારણે થયું તેની તપાસ કરી રહી છે.

ચીનના વુહાનમાં એક તસવીરે બધાંને હચમચાવી નાખ્યાં છે. જોકે ફેસમાસ્ક પહેલાં એક વૃદ્ધ શખ્સને વુહાનની એક હોસ્પિટલની નજીકના રસ્તા પર મૃત જોવા મળ્યો હતો. જોકે શખ્સનું મોત કયા કારણે થયું તેની માહિતી સામે આવી નથી પરંતુ પરંતુ પ્રોટેક્ટિવ શુટ પહેરીને દર્દી મૃત શખ્સની તપાસ કરતો જોવા મળી રહ્યો છે. ચમને જણાવી દઈએ કે, વુહાનથી જ આ બીમારી આખા ચીન અને ત્યાર બાદ દુનિયાના બીજા કેટલાંક દેશોમાં હાહાકાર મચાવ્યો છે.

ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરલને કારણે 213 લોકોનાં મોત નિપજ્યાં છે અને અંદાજે 8,000 લોકો આ બીમારીની ઝપટમાં આવી ગયા છે. આ બીમારી 18 દેશોમાં ફેલાઈ ચૂકી છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઈ રહેલો આ વાયરસ ઝડપથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે.

ગુરૂવારે WHOએ કોરોના વાયરસને ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. એવું એટલા માટે કર્યું કે જેથી કરીને આ બીમારીના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સમન્વય બેસાડી શકાય.

WHO ચીફ ટેડ્રોસ એડનમે જણાવ્યું હતું કે, સૌથી મોટી ચિંતા એવા દેશોમાં વાયરસને ફેલાવાથી રોકવાની છે જ્યાં સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ નબળી છે. સાથો સાથ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આમ કરવાથી ચીન પર અવિશ્વાસ જેવું કંઈ નથી પરંતુ કોશિષ એ છે કે, બીજા એવા દેશો જે આનાથી ઉભરી શકતા નથી તેમની મદદ કરી શકાય.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page