Only Gujarat

International TOP STORIES

આ વ્યક્તિ બન્યો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સનો જમાઈ, જાણો કોણ છે

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન બિલ ગેટ્સની પુત્રી જેનિફરની સાથે આ વ્યક્તિ કોણ જોવા મળી રહ્યું છે. આ તસવીર જોઈને દરેક વ્યક્તિ માથું ખંજવાળશે. હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. બિલ ગેટ્સની પુત્રી જેનિફરનો ભાવિ પતિ નાયલ નસ્સાર છે. આ બન્નેની સગાઈ થઈ ગઈ છે. આ બન્ને ચાર વર્ષથી રિલેશનશીપમાં હતાં તેવું જાણવા મળ્યું છે.

આ તસવીરમાં જોવા મળનાર આ વ્યક્તિ દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન બિલ ગેટ્સની પુત્રી જેનિફરનો થનારો ભાવિ પતિ નાયલ છે. જેનિફર અને નાયલ બન્ને ચાર વર્ષથી રિલેશનશીપમાં હતાં.

બિલ અને મેલિન્ડા ગેટ્સની સૌથી મોટી પુત્રી જેનિફરે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક રોમાન્ટિક પોસ્ટમાં કહ્યું હતું કે, તે નાયલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

તેણે લખ્યું હતું કે, ગયા અઠવાડિયે જ ખૂબ સુંદર જગ્યાઓ પર તારી સાથે વિતાવેલા સમયમાં હું ડૂબી ગઈ હતી. પોતાની બાકીની જિંદગીમાં હું સાથે મળીને શીખવું, હસવું અને પ્રેમ કરવા માટે હું વધુ રાહ જોઈ શકતી નથી. હાં, બસ હવે બહુ થયું.

આ તસવીરમાં તેના હાથમાં ડાયમંડની વીંટી જોવા મળી રહી છે. આ તસવીરમાં જેનિફર તેના ભાવિ પતિ નાયલ સામે જોઈને હસ્સી રહી છે.

નાયલ નસ્સાર મૂળ ઈજિપ્તનો રહેવાસી છે અને તેનું નાનપણ કુવૈતમાં પસાર થયું હતું. જ્યાં તેના પિતાનો બિઝનેસ હતો. નાયલ નસ્સાર અનેક વાર જેનિફરના ઘરે જોવા મળ્યો હતો.

નાયલ નસ્સારને ઘોડે સવારીનો બહુ જ શોખ છે. તે અનેક વિશ્વસ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે. 2009માં તેનો પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયો હતો.

ઘોડે સવારીના એક સરખા શોખના કારણે જ નસ્સાર અને જેનિફર એકબીજાની બહુ જ નજીક આવ્યા હતાં. જેનિફર અને નાયલની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. બન્ને લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page