Only Gujarat

Bollywood TOP STORIES

તો શું ઈશીમા પ્રેગ્નન્ટ છે? દિવ્યાંકાએ કહી કંઈક આવી વાત

મુંબઈઃ બહુચર્ચિત ટીવી સીરિયલ ‘યે હૈ મહોબત્તે’મા કરણ પટેલ એટલે કે રમન ભલ્લાની પત્નીનો રોલ પ્લે કરતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી (ઇશિતા રમન ભલ્લા) લૉકડાઉન દરમિયાન પતિ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. આ એક્ટ્રસ પ્રેગ્નન્ટ હોવાના સમાચાર સામે આવાતાં એક્ટ્રસે ખુદ તેની હકીકત જણાવી છે.

દિવ્યાંકાને એક એન્ટરટેઇનમેન્ટ સાઇટમાં લાઇવ ચેટ દરમિયાન એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તેમને પોતાની સાથે જોડાયેલી સૌથી ફની અફવા કઈ લાગે છે? આ સવાલ સાંભળતાં જ દિવ્યાંકા હસવા લાગી હતી.

દિવ્યાંકાએ આ સવાલનો જવાબ આપતાં કહ્યું કે, તેને અને તેના પતિ વિવેકને પોતાની પ્રેગ્નેન્સી સાથે જોડાયેલી અફવા ખૂબ જ ફની લાગે છે.

આ ઉપરાંત દિવ્યાંકાએ લાઇવ ચેટમાં એમ પણ કહ્યું કે, તે રિઆલિટી શૉ કરવા માટે ઓપન છે પણ, થોડી મૂંઝવણમાં છે. કેમ કે, તે વેજીટેરિયન છે.

દેશમાં અત્યારે કોરોનાને લીધે લૉકડાઉન છે. ત્યારે દિવ્યાંકા તેના પતિ વિવેક દહિયા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. આ બંને તેને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.

બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સાથે જ કપલ એકબીજાને પેમ્પર કરી રહ્યા છે. દિવ્યાંકાએ વિવેક દહિયા સાથે 2016માં લગ્ન કર્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page