Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્ટ કરીના કપૂર આ રીતે છુપાવતી જોવા મળી બેબી બમ્પ

મુંબઈઃ બૉલિવૂડ એક્ટ્રસ કરીના કપૂર ખાન બીજીવાર મા બનવાની છે. સૈફ અલી ખાને કરીનાની પ્રેગ્નન્સીની વિશે જણાવતાં કહ્યું કે, ‘પરિવારમાં એક સભ્ય જોડાવવાનો છે, અમે બીજુ બાળક એક્સપેક્ટ કરી રહ્યા છીએ. તમારા દરેકનો આભાર, પ્રેમ અને સપોર્ટ.’ ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાને હમણાં જ તેમનો 50મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. પતિ સૈફનો બર્થડે કરીનાએ ખૂબ જ ખુશીથી સેલિબ્રેટ કર્યો. આ દરમિયા કરીના કપૂરના બેબી બંપના કેટલાક ફોટો સામે આવ્યા છે.

પતિ સૈફ અલી ખાન સાથે ઘરની બહાર નીકળતી કરીના બ્લૂ કલરનો શર્ટ અને મસ્ટર્ડ કલરનું પેન્ટ પહેરેલી જોવા મળી હતી. તેમણે કોરોનાને લીધે ચહેરા પર માસ્ક પણ પહેર્યું હતું.

કરીનાએ પ્રેગ્નેન્સીને લીધે આટલો ખુલ્લો શર્ટ પહેર્યો હતો કે તેમનું બેબી બંપ કંઈક આ રીતે છુપાવી શકે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કરીના સાડા ત્રણ મહીનાની પ્રેગ્નેન્ટ છે.

કંઈક આ અંદાજમાં જોવા મળી તૈમૂરની મમ્મી કરીના કપૂર.

કરીના અને સૈફનો દીકરો તૈમૂર અલી ખાન પણ ઘરથી બહારલ ફરવા નીકળ્યો હતો. આ દરમિયાન તૈમૂર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો.

તૈમૂર તેમની કેરટેકરના ખોળામાં હતો. આ દરમિયા પણ તે ફોટોગ્રાફર્સને પોઝ આપવાનું ભૂલ્યો નહીં.

નીતૂ સિંહ આ દરમિયાન બાંદ્રામાં સ્પૉટ થઈ. તેમણે ચૈક શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું.

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે પણ બાંદ્રામાં ફરતી જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page