Only Gujarat

Bollywood FEATURED

સુશાંતના મોત બાદ દેખાયેલી ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે? આ યુવતીને લઈ થયો મોટો ખુલાસો?

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતનાં મોતને બે મહિના વીતી ગયાં છે. આ કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. બીજી તરફ, આ કેસની તપાસ બે સેન્ટ્રલ એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુશાંતની ડેડબોડી નજીક મિસ્ટ્રી ગર્લનો વીડિયો સામે આવ્યો છે. હમણાં સુધી, જે રહસ્યમય યુવતીની બધે ચર્ચા થઈ રહી હતી તેનો ખુલાસો થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસે જે શંકાસ્પદ યુવતીનો ઉલ્લેખ કર્યો હતો તે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની મિત્ર જમિલા છે. જમિલા સુશાંતના મૃત્યુના સમાચાર સાંભળીને પ્રિયંકા ખેમાણી અને મહેશ શેટ્ટી સાથે તેના ઘરે પહોંચી હતી.

પરંતુ પોલીસે તેને અંદર જવા દીધી નહીં. જો કે, બાદમાં જમીલા સુશાંતના ઘરના સ્ટાફના સભ્યોને મળીને નીકળી ગઈ હતી. વીડિયોમાં બ્લુ અને વ્હાઇટ પટ્ટાવાળી શર્ટવાળી એક છોકરી મુંબઈ પોલીસની હાજરીમાં સુશાંતની બિલ્ડિંગમાં જતા જોઇ શકાય છે.

વીડિયો અનુસાર, આ છોકરી તે છોકરાની સાથે વાત કરતી હતી પરંતુ જ્યારે તે વ્યક્તિ પાછો ફર્યો તો તેના હાથમાં કાળી બેગ દેખાતી હતી. આ કેસમાં સુશાંતના પરિવારના વકીલે કહ્યું કે “જો કોઈ વ્યક્તિ ઘરેથી કંઇક વસ્તુ લઈ જતો હોય તો તે શંકાસ્પદ છે.”

જો તે કોઈ છોકરી સાથે વાત કરે છે અને તેણી ગાયબ થઈ જાય છે, તો તે ખૂબ જ શંકાસ્પદ છે. યુવતી કોણ છે તે શોધવું પડશે. જોકે, હવે યુવતીની ઓળખ બહાર આવી છે. રિયા ચક્રવર્તીએ તેના એકાઉન્ટ પર ઘણા ફોટા તેના ભાઈ સાથે શેર કર્યા છે જેમાં જમિલા પણ છે.

સુશાંતના પિતાના વકીલ વિકાસસિંહે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે મેં જોયો છે, તેમાં મૃત્યુનો સમય નથી. મૃત્યુનો સમય ખૂબ મહત્વનો છે, આનાથી સ્પષ્ટ થઈ શકે છે કે તેઓને મારીને લટકાવવામાં આવ્યા હતા કે તેઓએ ગળેફાંસો ખાધો હતો.

આ પ્રશ્નોના જવાબ મુંબઈ પોલીસ અને કૂપર હોસ્પિટલને આપવા પડશે. સીબીઆઈ આ મામલામાં ન જાય ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે સત્યની આસપાસ પહોંચી શકીશું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page