Only Gujarat

International TOP STORIES

કોરોનાનાં મુખ્ય લક્ષણો ઉપર કરાયું સંશોધન, શરીરમાં સૌથી પહેલા દેખાય છે આ લક્ષણ

અમેરિકન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો ચોક્કસ ક્રમમાં દેખાય છે. તેમના મતે, ચેપ પછી પહેલા તાવ આવે છે, ત્યારબાદ ઉધરસ, સ્નાયુઓમાં દુખાવો અને ઉલટી થવી. આ પછી, ડાયેરિયાનાં લક્ષણો જોવા મળે છે. સાઉથર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.

સંશોધનકર્તા પીટર કુહનનું કહેવું છે કે લક્ષણોનો આ ક્રમ દર્દીઓમાં દેખાય છે કારણ કે શરીરમાં અમુક પ્રકારની બીમારીનું ઓવરલેપિંગ સાઈકલ ચાલે છે. કોરોનાને લઈને દરેક દેશ વેક્સીન બનાવવા માટે કામે લાગી ગયેલો છે. ત્યારે રોજ કોરોનાને લઈને દાવા કરવામાં આવી રહ્યા છે.

ચેપના આગલા તબક્કાને સમજી શકાશે
સંશોધનકર્તા પીટરના જણાવ્યા મુજબ, આ સંશોધનનાં પરિણામો ડૉક્ટરને દર્દીની સ્થિતિ બગડતા અટકાવવામાં મદદ કરશે. પ્રારંભિક તબક્કે આવા લક્ષણો જોવા મળતાની સાથે જ ડોકટરો આગળના તબક્કાને સમજી શકશે અને દર્દીને સેલ્ફ ઈસોલેટેડ કરવા કે નહીં તે નક્કી કરી શકશે. આ સંશોધનનાં પરિણામો પણ હોસ્પિટલોમાં કોરોના પીડિત લોકોની વધતી ભીડને ઘટાડશે.

આ રીતે થયું સંશોધન
સંશોધનકારો અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચીનમાં 55 હજારથી વધુ કોરોના દર્દીઓનો ડેટા તૈયાર કર્યો છે. આ ડેટા પર સંશોધન કરવામાં આવ્યું હતું.

આ સિવાય, ચાઇના મેડિકલ ટ્રીટમેન્ટ ગ્રૂપે 11 ડિસેમ્બર 2019 થી 29 જાન્યુઆરી 2020 સુધી 1100 કોરોના પીડિતોનો એક અલગ ડેટા તૈયાર કર્યો. સંશોધનમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેના કેટલાક લક્ષણો મેર્સ અને સાર્સ જેવા નથી
સંશોધનકર્તા જોસેફ જાર્સેનના મતે, કોવિડ -19, સાર્સ અને મેર્સ ત્રણેય રોગચાળાઓમાં એક વાત સામાન્ય છે. ચેપના રૂપમાં પ્રથમ બે લક્ષણો તાવ અને ઉધરસ છે. જોકે કોવિડ-19માં ઉલટી અને ઝાડાનાં લક્ષણો પણ દેખાય છે, જ્યારે મેર્સ અને સાર્સમાં આવું થતું નથી.

સૌથી સામાન્ય લક્ષણ તાવ
સંશોધન કહે છે કે પ્રારંભિક તબક્કે માત્ર કોરોનાવાળા કેટલાક દર્દીઓમાં ઝાડા થાય છે. અત્યાર સુધી જાહેર થયેલા આંકડા મુજબ, જો ડાયારીયાના લક્ષણો પહેલા જોવામાં આવે તો તે સૂચવે છે કે દર્દીને ન્યુમોનિયા હતો. પરંતુ મોટાભાગના દર્દીઓમાં હજી પણ ચેપ તાવથી શરૂ થાય છે. ત્યારે જ કેટલાક દર્દીઓને ઝાડા થાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page