Only Gujarat

FEATURED International

ચીનની લેબે અચાનક જ તેની વેબસાઈટ પરથી ઘણાં ફોટા કેમ ડિલીટ કર્યા, જાણો મોટું કારણ

કોરોના વાયરસના કથિત લીક કેસમાં સંદિગ્ધ માનવામાં આવતી ચીનની લેબે તેની વેબસાઇટ પરથી ઘણા ફોટા ડિલીટ કરી નાખ્યા છે. ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ, આ ફોટાઓમાં એવું જોવા મળ્યું હતું કે ચીની લેબમાં કામ કરતા સ્ટાફ પૂરતા સલામતીના ધોરણોનું પાલન નથી કરી રહ્યા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણા વિશ્વ નેતાઓ કોરોના વાયરસના ફેલાવા માટે ચીની લેબ પર સવાલ કરી રહ્યા છે. યુએસ અધિકારીઓએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ મુજબ, ગયા મહિને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ આવા કેટલાક ફોટા ડિલીટ કરી નાખ્યાં હતાં જેમાં વૈજ્ઞાનિકો ચીની લેબમાં કામ કરતા જોવા મળ્યાં હતાં. એટલું જ નહીં, લેબ દ્વારા અમેરિકન ડિપ્લોમેટની મુલાકાતથી સંબંધિત જાણકારી પણ એડિટ કરી હતી.

જણાવી દઈએ કે અમેરિકન ડિપ્લોમેટ્સે ચીની લેબમાં ચામાચિડીયામાંથી મળી આવેલા કોરોના વાયરસના પ્રયોગ અંગે ચેતવણી આપી હતી. તો, આ અઠવાડિયે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે ગુપ્તચર દસ્તાવેજો જોયા છે, જેના આધારે તેમને પુરો વિશ્વાસ છે કે, કોરોના વાયરસ વૈશ્વિક સંકટનું મૂળ વુહાન ઈન્સ્ટિટ્યુટ છે.

વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની વેબસાઇટના એક પેજ પર, ચામાચિડીયામાંથી કોરોના વાયરસનાં સેમ્પલ લેવા માટે સ્ટાફને ગુફામાં જતો દેખાડવામાં આવ્યો હતો.આ સમય દરમિયાન, સંસ્થાના કર્મચારીઓની પાસે પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ ઘણા ઓછા હતા.

ગયા મહિને ડેલી મેલનાં એક રિપોર્ટમાં દાવો કરાયો હતોકે, ઈન્સ્ટિટ્યુટની લેબમાં હાજર ફ્રિઝમાં વાયરસ રાખવામાં આવ્યા હતા. એક ફોટામાં આવા જ એક ફ્રિઝનું સીલ તુટેલું દેખાયુ હતુ.

તો, અમેરિકાનાં નેશનલ ઇન્ટેલિજન્સનાં ડિરેક્ટરની ઓફિસે એક નિવેદન બહાર પાડ્યું હતું કે ઈન્ટેલિજન્સ કોમ્યુનિટી એ વાતની તપાસ ચાલુ રાખશે કે કોરોના વાયરસ ચેપગ્રસ્ત જીવોથી માણસોમાં આવ્યો છે કે વુહાનની લેબમાં દુર્ઘટનાનાં લીધે લીક થયો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page