Only Gujarat

International TOP STORIES

20 દિવસ બાદ સામે આવ્યા કિમ જોંગનાં શરીર પર રહસ્યમય નિશાન, ડોક્ટરોએ કહી મોટી વાત

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ લગભગ 20 દિવસો સુધી જાહેરમાં દેખાયા નહીં તે પછી 1 મેના રોજ ફેક્ટરીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. આ અગાઉ આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની તબિયત અંગે ઘણા દાવા કરવામાં આવી રહ્યા હતા. હવે NK Newsએ મેડિકલ નિષ્ણાતોએ આપેલા અહેવાલથી પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કિમના શરીર પરનો નિશાન કિમની હાર્ટ સર્જરીની નિશાની હોઈ શકે છે.

જણાવી દઇએ કે 1 મેના રોજ કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના સુનચોનમાં એક ખાતરની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરતા જોવા મળ્યા હતા. Nknews.orgના અહેવાલ મુજબ, કિમ જોંગના હાથ પર નીડલ છે જે cardiovascular પ્રક્રિયા દરમિયાનની હોઈ શકે છે.

કિમના ગાયબ રહેવા પર સીએનએનએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે યુએસ અધિકારીઓ કિમની હાર્ટ સર્જરી સંબંધિત અહેવાલો પર નજર રાખી રહ્યા છે. તો, નવા ફોટાઓમાં તેમના હાથ પર નિશાન દેખાઈ રહ્યુ છે. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, કિમના હાથ પર પહેલાં આ નિશાન જોવા મળ્યુ ન હતુ.

તો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 20 દિવસ પછી કિમના દેખાવ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું- મને આનંદ છે કે તેઓ પાછા આવ્યા છે અને સારા છે. અગાઉ ટ્રમ્પને કિમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ જાણકારી આપી ન હતી.

ઉત્તર કોરિયાની રાજ્ય એજન્સી કેસીએનએ દ્વારા ખાતર ફેક્ટરીના ઉદ્ઘાટનના ફોટા અને વીડિયો બહાર પાડવામાં આવ્યા છે. ઉત્તર કોરિયામાં મીડિયાને પણ સ્વતંત્રતા નથી, તેથી સ્વતંત્ર એજન્સીઓ આ ફોટાઓની સત્યતા સાબિત કરી શકી નથી.

15 એપ્રિલના રોજ, કિમ જોંગ તેના દાદા અને ઉત્તર કોરિયાના સ્થાપક કિમ ઇલ સંગની જન્મજયંતિથી ગાયબ રહ્યા પછી કિમ જોંગને લઈને ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા. ઉત્તર કોરિયામાં 15 એપ્રિલના રોજ રજા હોય છે અને આ દિવસે રાષ્ટ્રીય કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જોકે, કિમના ગાયબ રહ્યા તે દરમ્યાન, દક્ષિણ કોરિયાના મંત્રી કિમ યેઓન ચૂલે કહ્યું હતું કે, બની શકે કે કિમ જોંગ કોરોના વાયરસથી બચવા માટે દેખાઈ રહ્યા ન હોય. જોકે, નોર્થ કોરિયા સત્તાવાર રીતે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણની જાણકારી જાહેર કરી રહ્યુ નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page