Only Gujarat

Bollywood TOP STORIES

વેબ સીરિઝમાં અશ્લીલ કોન્ટેન્ટનો ઉપયોગ થતાં લાલચોળ થયા ‘તારક મહેતા..’ના જેઠાલાલ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ વેબ સિરિઝમાં ઉપયોગ થતી અશ્લીલ અને આપત્તિજનક કોન્ટેન્ટ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સ્ટેન્ડઅપ કોમેડિયન સૌરભ પંતના યૂટ્યુબ પોડકાસ્ટ પર તેમણે ઓટીટી પ્લેટફોર્મ પર આપણે કંઈક સારું કોન્ટેન્ટ જોઈ શકીએ છીએ. કેટલાક સારા પર્ફોમન્સ આપી શકીએ છીએ, પણ તેમાં વગર કારણના અપશબ્દનો ઉપયોગ ભરપૂર કરવામાં આવે છે.

‘વગર ગાળે પણ સારું કામ કરી શકાય છે’
દિલીપ જોષીએ ઉદાહરણ આપતાં કહ્યું, ‘જેમ કે મેં હાલમાં જ બંદિશ બેન્ડિટ્સ જોઈ. તે સારી છે. તેમાં જબરદસ્ત પર્ફોમન્સ અને શંકર-એહસાન-લૉયનું શાનદાર સંગીત છે, પણ તેમાં એક કેરેક્ટર એવું છે, જે ગાળ આપવામાં સહજ નથી. આ કંઈક અલગ જ છે.’

‘હું નથી જાણતો કે, આ રીતના શબ્દોનો ઉપયોગથી કોઈ ક્લોઝ હોય છે કે નહીં? પણ આના વગર પણ સારું કામ કરી શકાય છે. જેમ કે, રાજ કપૂરજી, ઋષિકેશ મુખર્જી અને શ્યામ બેનેગલજી અને કાલયજીએ કામ કર્યું છે. તેમણે ક્યારેય અનુભવ્યું નથી કે, પોતાના કામમાં ગાળોને સામેલ કરવામાં આવે.’

‘તો પછી નહાતા હોય એવું પણ બતાવો’
દિલીપ જોષીએ કટાક્ષ કરતાં કહ્યું કે, ‘જો તમે રિઆલિટી બતાવવા માગો છો તો, પછી તેના નામ પર લોકોને ટોયલેટ જતાં અને નહાતા પણ દેખાડો. તમે ઓડિયન્સને શું આપો છો? તે મહત્ત્વનું છે. તમે શું જુઓ છો, તે તમારી સાથે રહે છે.’

‘શું તમે એવો સમાજ બનાવવા માગો છો જે લોકોને માત્ર ગાળ દઈને વાત કરે. દરેક વસ્તુની લિમિટ હોય છે. જો કોઈ વસ્તુ લિમિટમાં છે તો તે એન્જોય કરવા લાયક હોય છે, પણ જો લિમિટ બહાર જાય તો તમારા માટે મુશ્કેલી બની જાય છે.’

‘શું ગાળ આપવી આગળ વધારવું છે?’
દિલીપે સવાલ કરતાં કહ્યું, ‘હું સમજું છું કે, સમય સાથે બદલવું અને આગળ વધવું જરૂરી છે, પણ શું ગાળો બોલીને આગળ વધવું છે? જે પશ્ચિમી દેશમાં થઈ રહ્યું છે, તે તમે તમારે ત્યાં ઇચ્છો છો. પશ્ચિમ પૂર્વની સંસ્કૃતિ તરફ જુએ છે. આપણાં દેશમાં સંસ્કૃતિ અને પરંપરાઓ સૌથી જૂની છે.’

‘આપણાં કલ્ચરમાં ઘણી વસ્તુ શાનદાર છે. અહીં વગર જાણે તમે લોકો પશ્ચિમને ફોલો કરી રહ્યાં છો. તે પોતાના કલ્ચરમાં F શબ્દનો ઉપયોગ ખૂબ જ કરે છે. એટલે તેમના શૉ અને કન્ટેન્ટમાં તે અનનેચરલ લાગે છે, પણ અહીં એવું નથી. શું તમે તમારા પેરેન્ટ્સને આ વિશે વાત કરશો?’

You cannot copy content of this page