Only Gujarat

National TOP STORIES

બદરીનાથ ધામનાં કપાટ ખોલવાના સમયે થયો મોટો ‘ચમત્કાર’, પુજારી માની રહ્યા છે…..

બદરીનાથ ધામનાં કપાટ શુક્રવારે (15-મે) સંપૂર્ણ સાદગી સાથે શુભ મૂહુર્તમાં વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચારો સાથે સવારે 4.30 વાગે ગ્રીષ્મકાળમાં ખોલવામાં આવ્યાં. આ વખતે કપાટ ખોલતી વખતે એક એવી ઘટના ઘટી જે એક ચમત્કાર જ છે. તો તીર્થ પુરોહિત તેને દેશ માટે એક સારો સંકેત માને છે.

બદરીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે જણાવ્યું કે બદરીનાથ ધામનાં કપાટ બંધ કરતી વખતે ભગવાન બદરીનાથની મૂર્તિને ધૃત કંબલ (ઘીનો લેપ લગાવેલ ઊનનો ધાબળો) ઓઢાડવામાં આવે છે. બીજા વર્ષે ધામના કપાટ ખુલે ત્યારે બદરીનાથની પ્રતિમા પર ઘી યથાવત રહે તેને શુભ માનવામાં આવે છે.

ભગવાનની પ્રતિમા પર આ વખતે ઘી હતું, જે દેશના ઉજ્જવળ ભવિષ્યની આશા છે. તેમણે જણાવ્યું કે, દર વખતે આવું નથી થતું. ઘણાં વર્ષોમાં ભાગ્યે જ આવું થાય છે. બહાર આટલી બરફવર્ષા હોવા છતાં ઘી સૂકાય નહીં એ કોઇ ચમત્કાર કરતાં જરા પણ ઓછું નથી.

ધામનાં કપાટ ખૂલ્યા તે સમયે 11 લોકો જ અખંડ જ્યોતિનાં સાક્ષી બન્યાં. જ્યારે આખા મંદિર પરિસરમાં માત્ર 28 લોકો જ હાજર હતા. સવા ત્રણ વાગે બદરીનાથ ધામના દક્ષિણ દ્વારથી ભગવાન કુબેરની ઉત્સવ ડોલી અને તેલ કળશ યાત્રાએ પરિક્રમા સ્થળમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ કુબેરજીની પ્રતિમાને બદરીનાથ પંચાયત (ગર્ભગૃહ) માં સ્થાપિત કરવામાં આવી.

સાડા ત્રણ વાગે રાવલ ઈશ્વર પ્રસાદ નંબૂદરી, ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલ, અપર ધર્માધિકારી ધર્માનંદ ચમોલા સહિત વેદપાઠિઓએ બદ્રીનાથનાં કપાટ ખોલ્યાં અને ઉદ્ધવજીની પ્રતિમા સાથે મંદિરમાં પ્રવેશ કર્યો.

લોકડાઉનના કારણે ધામનાં કપાટ સાદગીપૂર્ણ રીતે ખોલવામાં આવ્યાં પરંતુ આ સમયે ચારેય તરફ સન્નાટો હતો. ઉત્સાહ અને ઉલ્લાસ ક્યાંય ન જોવા મળ્યો. ન બદરીનાથના જયકારા સાંભળવા મળ્યા ન તો આર્મી જવાનોના બેન્ડની મનમોહક ધૂન સાંભળવા મળી. મહિલાઓનું પારંપારિક નૃત્ય પણ ન થયું.

કપાટ ખોલતી વખતે સામાજીક ડિસ્ટન્સિગનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું. કપાટ ખોલતાં પહેલાં આખા મંદિર પરિસરને સેનેટાઇઝ કરવામાં આવ્યું. બદરીનાથ મંદિરને ચારેય તરફથી ગલગોટાના ફૂલોથી શણઘારવામાં આવ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page