Only Gujarat

FEATURED National

પરિવારની જાણ બહાર બહેનો રહેતી હતી લિવ ઈનમાં, હવે શિવ મંદિરમાં કર્યાં લગ્ન

ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 160 કિમી દૂર કોડરમા જિલ્લામાં લેસ્બિયન કપલે લગ્ન કર્યા છે. સંબંધમાં પિતરાઈ બહેનો પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. ગયા મહિને બંનેએ લગ્ન કર્યા છે. બંને યુવતીઓ ઝુમરી તિલૈયાની છે. પરંતુ હવે કોઈ બીજા શહેરમાં વસવા માંગે છે. એક યુવતીની ઉંમર 24 વર્ષની છે તો બીજીની માત્ર 20 વર્ષ. એકે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તો બીજીએ ઈન્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

કપલનું કહેવું છે કે જેટલી પણ મુશ્કેલીઓ આવશે, તે એકબીજા સાથે જ રહેશે. તેમણે એ પણ કહ્યું કે તેને લેસ્બિયન કપલ કહેવડાવવામાં કોઈ પણ શરમ નથી આવતી.

પોતાના સંબંધો વિશે પરિવારજનોને જણાવ્યા વિના જ આ બંને યુવતીઓ લિવ ઈનમાં રહેતી હતી. 8 નવેમ્બર 2020ના કપલે કોડરમાના ઝુમરી તલૈયાના એક શિવ મંદિરમાં લગ્ન કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે કોડરમા જિલ્લામાં સમલૈંગિક લગ્નનો આ પહેલો મામલો છે.

કરલને જણાવ્યું કે એ સારી વાત છે કે હવે સમલૈંગિક સંબંધોને કાયદાકીય માન્યતા મળી છે. કપલે જણાવ્યું કે તે ન્યૂયૉર્કમાં રહેતા અંજલિ ચક્રવર્તી અને સૂફી સંડલ્સના સંબંધોથી પ્રભાવિત થયા છે.

You cannot copy content of this page