Only Gujarat

National

હથિયાર સાથે વીડિયો બનાવી લેડી ડોનની ખુલ્લી ધમકી, હું કોઈથી ડરતી નથી

સોશિયલ મીડિયા પર રાજસ્થાનની એક મહિલાનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. જે પોતાને એક લેડી ડોન કહી રહી છે. એટલું જ નહીં તે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહી છે કે તે ડ્રગ્સ લે છે. આ સાથે કહ્યું કે, તે પોતાના પૈસાથી કંઈ પણ કરી શકે છે, કોઈ મારું કંઈ બગાડી નહીં શકે. આ સિવાય તે પ્રદેશના રાજકારણીઓ માટે જોરદાર ગંદી-ગંદી ગાળો પણ આપી રહી છે. આવો જાણીએ આ લેડી ડોનની આખી કહાની….

જોકે, 27 વર્ષની આ મહિલાનું નામ કમલા કહેવામાં આવી રહ્યું છે. જે મૂળ રૂપથી નાગૌર જિલ્લાના બારાની ગામની વતની છે. જે નશાના ધંધા સાથે જોડાયેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે રાજસ્થાન-પંજાબ અને હરિયાણાના ઘણાં ગેંગસ્ટર ગેંગ સાથે પણ જોડાયેલી છે. તેના વાયરલ વીડિયોમાં ઘણાં ગેંગસ્ટર પણ જોવા મળી રહ્યા છે.

નાગૌર જિલ્લાના બારાની ગામની 27 વર્ષની કમલાએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને કહ્યું હતું કે, પોતાના દમ પર ડ્રગ્સ લે છે. એસપી પાસેથી પૈસા લઈને નહીં. આ વીડિયોમાં કમલા નાગૌરના ઘણાં નેતાઓને પણ ધમકી આપી ચૂકી છે. જિલ્લાના ઘણાં સરપંચોનું પણ નામ લઈ ચૂકી છે. વીડિયોમાં કમલા બોલી રહી છે કે, હું એમડી રોજ ખાઉં છું અને આ હું મારા દમ પર ખાઉં છું. એસપીથી પૈસા લઈને એમડી ખાતી નથી. કોઈ બાપમાં દમ હોય તો તેને રોકીને બતાવે. એસપી મારું રેકોર્ડિંગ જોઈ રહ્યા છે. તેઓ બતાવે કે તેમના બંગલા પર આવીને ક્યારે પૈસા માંગ્યા હતાં.

લેડી ડોનએ કહ્યું કે, કોઈ પણ સંજોગે તેને નાગૌરમાં હાઈલાઈટ થવું છે. તે કોઈનાથી ડરતી નથી. આ સિવાય વીડિયોમાં તે બોલી રહી છે કે, તેના એમડી ખાવાથી પોલીસને પણ કોઈ તકલીફ નથી. ઘણાં પોલીસ કર્મચારીઓને તેણે સસ્પેન્ડ કરાવી દીધા છે.

કમલા ચૌધરી પર ડિસેમ્બર 2020માં એક કમ્યુનિટી હેલ્થ ઓફિસરને બ્લેકમેઈલ કરીને 11 લાખ રૂપિયા પડાવવાનો આરોપ હતો. ત્યાર બાદ નાગૌર પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. તે ઘણીવાર વીડિયો શેર કરીને ઘણાં લોકોને ધમકીઓ પણ આપતી હતી. કમલાએ વધુ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તે પોલીસને પણ ચેલેન્જ કરતાં કહે છે કે, કોઈ તેનો વાળ પણ વાંકો કરી શક્યું નથી. હું ઈચ્છું છું કે કોઈ મને પોલીસ સ્ટેશન લઈ જાય પરંતુ કોઈ કંઈક કરતું જ નથી.

સોશિયલ મીડિયાની અલગ-અલગ પ્રોફાઈલ પર કમલા ચૌધરી હથિયારોની સાથે વીડિયો અને તસવીરો અપડેટ કરતી રહે છે. જેમાં પોલીસની ગાડીમાં બેસીને તસવીરે વાયરલ થઈ હતી જેને લઈને ઘણાં સવાલો ઉઠ્યા છે. અલગ-અલગ પ્લેટફોર્મ પર કમલાની ધમકીથી લઈનને નશાના ધંધા સાથે જોડાઈ હોય તેવા ઘણાં વીડિયો છે. લાઈવ સમય કમલાની હાથમાં દારૂની બોટલ અને કારતૂસ પણ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર કમલા ચૌધરીને લઈને યુવાઓમાં બહુ ક્રેઝ છે. તે પોતાના દરેક કારનામાની રિલ્સ શેર કરે છે. કમલાએ હથિયારોની સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો. આ સાથે ફાયરિંગ કરતો હોય તેવો પણ એક વીડિયો શેર કર્યો હતો. પોલીસને ચેલેન્જ કરવાને લઈન ASP રાજેશ મીણાએ કહ્યું કે, આ સમગ્ર ઘટનાના તમામ વીડિયો બતાવવામાં આવશે જો આપત્તિજનક વીડિયો હશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page