Only Gujarat

FEATURED National

બોલિવૂડ જોરશોરથી કરી રહ્યું છે ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ, આ સ્ટારે તો છોડી દીધું TikTok

મુંબઈ: કોરોના લૉકડાઉન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવવા પર ભાર આપવાની સાથે જ આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી. મોદીની આ અપીલ પર સોશિયલ મીડિયામાં ચાઈનીઝ પ્રોડક્ટના બોયકોટ કરવાનું કેમ્પેન શરૂ થઈ ગયું છે. આ કેમ્પેનને સપોર્ટ કરવા મિલિન્દ સોમણ, કામ્યા પંજાબી, અરશદ વારસી અને રણવીર શૌરી જેવા સેલેબ્સ પણ આગળ આવ્યા છે.

 


બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ કેમ્પેન હેઠળ મિલિન્દ સોમણે પોતાનું ટિકટોક અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. આ અંગે માહિતી આપતા લખ્યું કે,‘હવે હું ટિકટોક પર નથી. બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ.’

જ્યારે ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ પોતાના ફેન્સને ચાઈનીઝ પ્રોડક્ટનો ઉપયોગ ના કરવા અપીલ કરી. આ અંગે તેણે માહિતી શેર કરતા લખ્યું કે,‘મારા ફોનમાં ક્યારેય આ પ્રકારની (ચાઈનીઝ) એપ નથી ઈન્સ્ટોલ કરી. હું આ પ્રકારની ચાઈનીઝ પ્રોડક્ટનો ઉપયોગ કરતા તમામ લોકોને અન્ય કોઈ વિકલ્પ વાપરવા માટે વિનંતી કરીશ. ભારતીય બનો, ભારતીય ખરીદો.’

અરશદ વારસીએ પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું કે,‘હું પોતે જાગૃત ભારતીય તરીકે એ વસ્તુઓનો ઉપયોગ બંધ કરી રહ્યો છું, જે ચાઈનીઝ છે. આમ કરવામાં થોડો સમય જરૂર લાગશે પરંતુ મને વિશ્વાસ છે કે એક દિવસ આપણે ચાઈનીઝ ફ્રી થઈ જશું. તમારે પણ આમ કરવું જોઈએ.’

ઉલ્લેખનીય છે કે ‘3 ઈડિયટ્સ’ જેના પરથી બની હતી, તે સોનમ વાંગચુકનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે કહે છે કે બોર્ડર પર ચીનાઓને સેના બુલેટથી જવાબ આપશે. નાગરિક તરીકે આપણે ચીનને વોલેટથી જવાબ આપવાની જરૂર છે. ચીન ભારતમાંથી વર્ષે પાંચ લાખ કરોડનો બિઝનેસ કરે છે. આ પૈસા તે બોર્ડર પર ભારતીય સૈનિકોને મારવા માટે વાપરે છે. આથી જ તમામ નાગરિકોને અપીલ છે કે તેઓ ચાઈનીઝ પ્રોડક્ટનો ઉપયોગ ના કરે.

You cannot copy content of this page