Only Gujarat

Bollywood FEATURED

મલાઈકાએ ડિવોર્સ બદલ સલમાનના ભાઈ પાસેથી લીધી હતી આટલી રકમ, જાણો સૌથી મોંઘા છૂટાછેડા

મુંબઈ: સૈફ અલી ખાન હાલમાં દમદાર વિલનના કિરદારોમાં નજર આવી રહ્યા છે. તાન્હાજીમાં નેગેટિવ કિરદારથી લોકોનું દિલ જીતનારા સૈફ અલી ખાન હવે ફરી એકવાર એવા જ રોલ માટે તૈયાર છે. તે જલ્દી જ નિર્દેશક ઓમ રાઉતની સાથે ફિલ્મ આદિપુરુષમાં લંકેશ એટલે કે રાવણના કિરદારમાં નજર આવવાના છે. પરંતુ આ વખતે ફિલ્મમાં પોતાના કિરદાર વિશે વાત કરતા તેણે એક એવું નિવેદન આપી દીધું છે જેના કારણે તે ચર્ચામાં છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સે તો તેને ફિલ્મમાંથી કાઢી નાખવાની માંગણી પણ કરી. આમ તો હાલ તે હિમાચલ પ્રદેશમાં પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત પુલિસનું શૂટિંગ કરી રહ્યા છે. આ વચ્ચે બોલીવુડ સેલેબ્સના મોંઘા તલાકને લઈને ખબરો વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ સેલેબ્સને છૂટાછેડાના બદલામાં કરોડો રૂપિયા સિવાય ઘણું આપવું પડ્યું હતું. જેમાં એક નામ સૈફનું પણ છે.

લગ્નની જેમ જ સૈફના છૂટાછેડાની ઘણી ચર્ચાઓ થઈ હતી. 13 વર્ષ મટી અમૃતા સાથે લગ્ન કર્યાના 13 વર્ષ બાદ સૈફે તેની સાથે છૂટાછેડા લીધા હતા. સૈફ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે-છૂટાછેડા સમયે 5 કરોડ રૂપિયા એલિમની નક્કી કરવામાં આવી હતી. જેમાંથી તે અઢી કરોડ આપી ચુક્યા છે. સાથે જ બાળકોને દેખરેખ માટે દર મહિને એક લાખ રૂપિયા અમૃતાને આપે છે.

કરિશ્મા કપૂરે 11 વર્ષના લગ્નજીવન બાદ 2016માં છૂટાછેડા લીધા હતા. આ દરમિયાન કરિશ્મા અને તેના બિઝનેસમેન પતિ સંજય કપૂર વચ્ચે 14 કરોડ રૂપિયાનું એગ્રીમેન્ટ સાઈન થયું હતું. જે અંતર્ગત સંજય દર મહિને 10 લાખ રૂપિયા કરિશ્માને ચૂકવે છે. આ પૈસા બાળકોની દેખભાળમાં ખર્ચ કરવામાં આવે છે. આ સિવાય સંજયે કરિશ્માને એક બંગ્લો પણ આપ્યો હતો.

મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા બદલ 10 કરોડ રૂપિયા માંગ્યા હતા. તે આનાથી ઓછામાં સમજૂતી કરવા તૈયાર નહોતી. જો કે, અરબાઝે મલાઈકાને 10 ના બદલે 15 કરોડ આપ્યા હતા.

રિયા પિલ્લઈ સંજય દત્તની બીજી પત્ની હતી. તેમના લગ્ન 1998માં થયા અને 2005માં છૂટાછેડા. વળતર રૂપે તેણે રિયાને કેટલા રૂપિયા આપ્યા તેનો ઑફિશિયલ ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સંજયે 4 કરોડ રૂપિયા આપ્યા હતા. સાથે જ મોંઘી કાર અને એક સી ફેસિંગ અપાર્ટમેન્ટ પણ આપ્યું હતું.

રિતિક અને સુઝૈનના છૂટાછેડાને સૌથી મોંઘા ગણવામાં આવે છે. બંનેના લગ્ન 2000માં થયા હતા. પરંતુ 2013માં અફેરની ખબરો આવતા અણબનાવ થયો હતો, જે બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. કહેવાય છે કે સુઝૈને એલિમનીના રૂપમાં કરોડો રૂપિયાની માંગ કરી હતી અને ઋતિકને મસમોટી રકમ ચૂકવવી પણ પડી હતી. ત્યારે ખબરો તો એવી પણ આવી હતી કે સુઝૈને છૂટાછેડા બદલ 400 કરોડ માંગ્યા હતા અને ઋતિકે 380 કરોડ આપ્યા હતા. જો કે, બાદમાં ઋતિકે ટ્વીટ કરીને આ ખબરને ખોટી ગણાવી હતી.

આમિર ખાને પેરેન્ટ્સની નામરજી છતાં 1986માં રીના દત્ત સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કેટલાક વર્ષો બાદ જ તેમની વચ્ચે અંતર વધ્યું અને 2002માં છૂટાછેડા લીધા. આમિરને આ છૂટાછેડા ભારે પડ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આમિરે તેના માટે મોટી રકમ ચૂકવી હતી. જો કે, તેમણે રીનાને કેટલા રૂપિયા આપ્યા તે વાત ક્યારેય સામે નહોતી આવી.

રિપોર્ટ્સનું માનીએ તો પ્રોડ્યૂસર આદિત્ય ચોપરાએ પોતાની પત્ની પાયલ ખન્ના સાથે છૂટાછેડા લેવા માટે 50 કરોડ આપ્યા હતા. આદિત્ય અને પાયલે 2001માં લગ્ન કર્યા હતા. જે બાદ 2009માં તેઓ અલગ થઈ ગયા.

પ્રભુદેવાએ 2011માં પત્ની રામલતા સાથે છૂટાછેડા લીધા હતા. રિપોર્ટ પ્રમાણે પ્રભુદેવાએ રામલતાને 20 થી 25 કરોડની સંપત્તિ, બે મોંઘી ગાડીઓ અને 10 લાખ આપ્યા હતા. આ છૂટાછેડાના સેટલમેન્ટના પૈસા હતા.

ફરહાન અખ્તર અને તેમની પત્ની અધુનાના 16 વર્ષના લગ્ન તૂટવા ઈન્ડસ્ટ્રી માટે મોટા ઝટકા સમાન હતું. અધુનાને ફરહાન પાસેથી ન માત્ર છૂટાછેડા માટે એલિમની મળી હતી પરંતુ કરોડોનો બંગ્લો જે મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાંથી એક બેન્ડ સ્ટેન્ડમાં આવ્યો છે, તેને પણ આપવો પડ્યો હતો.

You cannot copy content of this page