Only Gujarat

FEATURED Sports

પત્ની રિવાબાએ પતિ રવિન્દ્ર જાડેજાને આ રીતે બર્થ-ડે વિશ કરીને આપી સુંદર ગિફ્ટ!

હાલ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. આ પ્રવાસમાં રવિન્દ્ર જાડેજાને માથાના ભાગે ઈજા થઈ હોવાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે આજે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો બર્થ-ડે હતો. રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બરે 1988ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. મહત્વની વાત એ છે કે, રિવાબા જાડેજાએ પોતાના પતિ રવિન્દ્રનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી બર્થ- વિશ કર્યું હતું. પતિ રવિન્દ્ર સાથેની તસવીર પોસ્ટ કરી રિવાબાએ એક સુંદર ગિફ્ટ આપી હતી, હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

ગુજરાતના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો સૌ કોઈ તેની સ્ટાઈલના દિવાના છે અને તેનો રાજાશાહી ઠાઠ પણ લોકોમાં લોકપ્રિય છે. પરંતુ આજે અમે તમને રવિન્દ્ર જાડેજાની કેટલીક રસપ્રદ વાતોથી વાકેફ કરાવીશું.

ટીમ ઈન્ડિયામાં ગુજરાતી ખેલાડીઓ પોતાની અલગ જ ઓળખ બનાવે છે. રવિન્દ્ર જાડેજા ક્રિકેટની સાથે સાથે બહારની દુનિયામાં પણ ઓલરાઉન્ડર છે. જાડેજાએ વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવી દીધો છે. ત્યારે રવિન્દ્ર જાડેજા તેની સ્ટાઈલને કારણે બહુ જ ફેમસ છે. તે ચાહે બેટિંગ કરતો હોય કે પછી બોલિંગ. આ ઉપરાંત પોતાના રજવાડી શોખને કારણે પણ જાડેજા બહુ જ ફેમસ છે.

રવિન્દ્ર જાડેજાને ઘોડા પાળવાનો શોખ છે. તેના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. મિત્રો અને ચાહકો આ ફાર્મ હાઉસ મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત જાડેજા પણ ક્રિકેટથી દૂર હોય ત્યારે તેના ફાર્મ હાઉસમાં આવતો હોય છે અને મિત્રો સાથે મજા માણતો જોવા મળતો હોય છે. જાડેજાના ફાર્મ હાઉસ પર અડધો ડઝનથી વધારે ઘોડા-ઘોડી છે. તે ક્રિકેટ ન રમતો હોય ત્યારે ફાર્મ હાઉસમાં ઘોડા સાથે સમય વિતાવે છે. જાડેજા અવાર-નવાર અહી આવતો રહે છે. રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસના મેઇન ગેટ પર RJ (રવિન્દ્ર જાડેજા) લખેલું છે.

રવિન્દ્ર જાડેજા હંમેશા તેની રજવાડી સ્ટાઈલના કારણે ચર્ચામાં રહેતો હોય છે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજા અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. ત્યારે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે પોતાનો જલવો બતાવ્યો છે. ક્રિકેટના મેદાનમાં જાડેજા ઘણીવાર તલવારબાજી કરી ચૂક્યો છે.

જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ 2009માં શ્રીલંકા સામે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું. વિરાટ કોહલીએ 2008માં 19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે જાડેજા તે ટીમનો સભ્ય હતો. અંડર-19 વર્લ્ડ કપ 2008માં વિરાટ કોહલી જ ટીમનો સુકાની હતો. જાડેજાનું અંગત જીવન ખુબ જ રસપ્રદ છે તે રાજાઓની જેમ રહે છે.

ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અનેક લક્ઝરી કારનો માલીક છે. તેણે હાલમાં જ જામનગરમાં પોતાનું નવું વૈભવી ઘર બનાવ્યું છે. તેની કિંમત પણ કરોડોમાં છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. રવિન્દ્ર જાડેજા પોતે જ કહ્યું હતું કે. તેને કાર-બાઈકની સવારી કરતા ઘોડે સવારીનો ખુબ જ શોખ છે.

You cannot copy content of this page