નવા વર્ષનો પહેલો મહિનો કઈ રાશિ માટે કેવો સાબિત થશે, વાંચો માસિક રાશિફળ

અમદાવાદઃ કહેવાય છે કે વર્ષની શરૂઆત જો સારી હોય તો શક્ય છે કે આખું વર્ષ સારું જાય. 2021નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી શરૂ થઈ ચૂક્યો છે. જ્યોતિષાચાર્યના પ્રમાણે, આ મહિનો અનેક રાશિ માટે શુભ સાબિત થશે. ધન, વેપાર, તબિયત તથા ઘરમાં સુખ શાંતિ આવશે. ચાલો જાણીએ કઈ રાશિ માટે કેવો રહેશે જાન્યુઆરી. 

મેષઃ આ મહિનો તમારા માટે ખાસ રહેશે. અનેક નવી તકો મળશે. તમારી ઈચ્છા શક્તિ તથા રચનાત્મકતામાં સુધારો જોવા મળશે. યાત્રાના અનેક અવસરો મળશે. ધાર્મિક યાત્રા પણ કરશો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. શાંતિ તથા ધીરજ રાખવી. નહીંતર સ્ટ્રેસ વધી શકે છે. 

વૃષભઃ પારિવારિક તથ વ્યવસાયિક જીવનમાં બેલેન્સ રાખવું થોડું મુશ્કેલ બનશે. કાર્યક્ષેત્રમાં વિવાદનો સામનો કરવો પડી શકે છે. મહિનાની શરૂઆતમાં પાર્ટનર કે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે પરિસ્થિતિ સુધરશે. આવક સામાન્ય રહેશે અને ખર્ચને કારણે ચિંતા વધી શકે છે. 

મિથુનઃ તમારી કલ્પના શક્તિ પ્રબળ રહેશે. મહિનાના બીજા અઠવાડિયે શુક્રનું ધન રાશિમાં ગોચર છે, જેથી તમારા જીવનમાં પ્રેમ વધશે. તમારો સ્વભાવ સુધરશે. નોકરી કે કરિયર અંગે વિચારીશો. આવક અંગે યોગ્ય નિર્ણય લઈ શકશો. કાર્યક્ષેત્રમાં તમને વરિષ્ઠ અધિકારીઓ, મહિલા સહયોગી, બોસ, પરિવારનું સમર્થન અને મદદ કરશે. તમે કામ અંગે ગંભીરતા દાખવશો. 

કર્કઃ આ મહિને તમે પૂરી એનર્જી, સંસાધનો તથા ક્ષમતા સાથે કામ કરશો. કલાત્મક આઈડિયાને નક્કર સ્વરૂપ આપશો. કળા, શિક્ષણનો ઉપયોગ કરશો. જેનું શુભ પરિણામ જોવા મળશે. આ સમય તમારા માટે એકદમ અનુકૂળ છે. ધનની બાબતમાં તમારી સ્થિતિ એકદમ મજબૂત રહેશે. ખર્ચા પર અંકુશ આવશે. 

સિંહઃ સિંહ રાશિના જાતકો ગતિશીલ તથા આકર્ષક વ્યક્તિત્વના માલિક હોય છે. આ રાશિના જાતકો મહત્વકાંક્ષી, સાહસી, મજબૂત ઈચ્છાશક્તિ, સકારાત્મક, સ્વંત્રત તથા આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ રહેશે. ખુશીઓનું આગમન થશે. નોકરી-વેપારમાં જબરજસ્ત સફળતા મળશે. આ મહિનો તમારા માટે એકદમ શુભ સાબિત થશે. બાળકો કરિયર અંગે ગંભીર બનશે. જૂના દેવામાંથી મુક્તિ મળશે.

કન્યાઃ આ મહિને તમને ભયભીત તથા ચિંતામાં રહેશો. તમારા કામ અંગે સ્ટ્રેસ અનુભવશો. વિદ્યાર્થીઓએ ખાસ અભ્યાસમાં ધ્યાન આપવું. ઘર પરિવારની બાબતમાં આ મહિનો સારો રહેશે. ખર્ચમાં ઘટાડો થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. 

તુલાઃ વર્ષનો પહેલો મહિનો તમારા માટે શુભ સાબિત થશે. તમે વ્યક્તિગત જીવનમાં ખૂબ લાભ ઊઠાવશો. તમારી એનર્જી ટોચ પર હશે અને તમને આવક વધારવાની તક મળશે, તબિયત નરમ ગરમ રહેશે. જીવનમાં કોઈ પણ પડકારોનો સામનો કરવા માટે તમે સજ્જ રહેશો. પ્રેમના સંબંધો મજબૂત બનશે. 

વૃશ્ચિકઃ પ્રોફેશનલ રીતે આ સમયે તમારા માટે રોમાંચક તથા ઉત્સાહથી ભરપૂર રહેશે. તનતોડ મહેનતનું ફળ તમને કાર્યક્ષેત્રમાં ઓળખ અપાવશે. દાન-પુણ્ય કે ચેરિટી માટે આ મહિનો શુભ છે. સારું કામ તથા જવાબદારી લેવાની પહેલને કારણે તમારી ચારેબાજુ પ્રશંસા થશે. ગિફ્ટ્સ પણ મળશે. કોઈ પણ કામ તમે સમય પહેલા પૂરું કરી નાખશો.

ધનઃ આ મહિનાની શરૂઆતાં તમે નોકરી કે પ્રોફેશન બદલી શકો છો. તમારી સેલરી કે પ્રોફેશન અંગે તમે અવઢવમાં હશો. જીવનના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમારે યોગ્ય સમયની રાહ જોવી પડશે. તમારા માટે આ પરીક્ષાની ઘડી છે. ધીરજ રાખવી. વ્યક્તિગત જીવનમાં અનેક મુશ્કેલી આવી શકે છે. 

મકરઃ નવું વર્ષ તમારા માટે અઢળક તકો લઈને આવ્યું છે. આ દરમિયાન તમને તમારી જાતને સાબિત કરવાની અનેક તક મળશે. કાર્યક્ષેત્ર તથા પારિવારિક જીવનમાં તમને આગવી ઓળખ મળશે. જવાબદારી તથા મહેનતથી કામ કરવા માટે તમને તમારા પ્રિયજનનું સમર્થન મળશે. 

કુંભઃ આ મહિને તમને મિશ્ર પરિણામ મળશે. તમારા ધીરજથી કામ લેવું પડશે. ભૂતકાળમાં કરવામાં આવેલો અથાગ પરિશ્રમનું ફળ મેળવવા માટે હજી રાહ જોવી પડશે. તમને અવશ્ય ફળ મળશે પરંતુ તે માટે રાહ જોવી પડશે. જો કોઈ નવું કામ શરૂ કરવા માગો છો તો આ સમય બેસ્ટ છે. ખર્ચમાં વધારો થશે. 

મીનઃ આ મહિને તમારે તમારી જૂની વસ્તુઓનો સાથ છોડવો પડશે. આ તમારા માટે શુભ સાબિત શે. જોકે, અઢળક પરિવર્તન તમારા જીવનમાં મુશ્કેલી લાવી શકે છે. તમે થોડો ચિડીયા બની શકો છઓ. જોકે, તમે તમારા જીવનની સૌથી સુંદર ક્ષણમાં પ્રવેશ કરશો. તમારે બસ થોડી ધીરજ ધરવાની જરૂર છે.

You cannot copy content of this page