મુંબઈઃ ફિલ્મ ‘સિઁઘમ’માં અજય દેવગનની એક્ટ્રસ કાજલ અગ્રવાલ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, સાઉથ ફિલ્મોની એક્ટ્રસ કાજલે ગૌતમ નામના એક બિઝનેસમેન સાથે સગાઈ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, કાજલ જલદી જ તેમની સાથે લગ્ન કરશે. કાજલના નજીકના ફ્રેન્ડ અને એક્ટર વેલમકોંડા સાઇ શ્રીનિવાસ કાજલની સીક્રેટ એન્ગેજમેન્ટમાં સામેલ થયાં હતાં. જોકે, અત્યાર સુધી કાજલ અને તેમના પરિવારે ઑફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું નથી.
રિપોર્ટ્સ મુજબ કહેવામાં આવ્યું છે કે, કાજલ અગ્રવાલ જલદી જ સોશિયલ મીડિયા દ્વારા તેની સગાઈની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષ પહેલાં કાજલ અગ્રવાલે ખુલાસો કર્યો હતો કે, તે કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરશે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે રિલેટેડ હોય નહીં.
એક્ટ્રસ લક્ષ્મી મંચૂના ચેટ શૉ ‘ફીટ અપ વિથ ધ સ્ટાર્સ તેલુગુ’ પર કાજોલે એમ પણ કહ્યું હતું કે, ‘તે વર્ષ 2020માં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે.’ કાજલે તેમના ભાવિ પતિ વિશે વાત કરતાં કહ્યું કે, ‘તે સારસંભાળ રાખનારો અને સ્પ્રિચુઅલ હોવો જોઈએ’
કાજલ અગ્રવાલની નાની બહેન નિશા અગ્રવાલે પહેલાં જ લગ્ન કરી લીધા છે. તેમણે 28 ડિસેમ્બર, 2013એ મુંબઈ બેસ્ડ બિઝનેસમેન કરન વલેચા સાથે લગ્ન કર્યાં હતાં. નિશા સાથે કરણની પહેલી મુલાકાત 5 વર્ષ પહેલાં એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.
નિશાએ ઔરંગાબાદથી હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી લીધી છે. હૈદરાબાદ આવ્યા પહેલાં તેણે તાજ ગ્રુપ ઑફ હૉટેલ્સમાં ઇન્ટર્નશિપ પણ કરી હતી અને તેમના પકિ કરણ બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ છે.