Only Gujarat

Bollywood FEATURED

કંગનાની સિંહ ગર્જના, તો શું શિવસેનાના ગુંડાઓની જેમ જ ભાજપ મારી હત્યા કરાવે?

મુંબઈઃ હાલ કંગના રનૌત અને શિવસેના વચ્ચે મહાયુદ્ધ છેડાયું છે. બંને પક્ષે રોજ નવા નવા નિવેદન આવી રહ્યાં છે. તો કંગના ટ્વીટ કરીને તેના અંદાજમાં જવાબ આપી રહી છે. અભિનેત્રી કંગના કયારેક સંજય રાઉત તો ક્યારેક મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધીને તીખા પ્રહાર કરી રહી છે. કંગનાએ શિવસેનાના મુખપત્ર સામનાના લેખ અને સંજય રાઉતને જવાબ આપતા ફરીવાર શિવસેના પર કેટલાક તીખા સવાલ કર્યાં છે.

અભિનેત્રી કંગના રનૌતે એક વખત ફરી સંજય રાઉત અને શિવસેના પર શાબ્દિક હુમલા કર્યા હતા. કંગના રનૌતે ટ્વીટ કરીને જણાવ્યું છે, ‘શિવસેના શું ઇચ્છે છે કે બીજેપીએ ગુંડા દ્વારા મારી પર હુમલો કરાવવો જોઇએ.’

અભિનેત્રી કંગના રનૌતની આ પ્રતિક્રિયા શિવસેના સાંસદ સંજય રાઉતના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે કે ભાજપ કંગનાનું સમર્થન કરે છે.

શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે મુંબઇનું અપમાન કરનાર એક નટીના ગેરકાયદે બાંધકામ પર મહાનગકપાલિકા દ્વારા કાર્યવાહી કર્યાં બાદ BMCનો ઉલ્લેખ બાબર તરીકે કરવામાં આવ્યો. મુંબઇને પહેલી વખત પાકિસ્તાન અને ત્યારબાદ મુંબઇ મહાનગરપાલિકાને બાબર કહેનારના સમર્થનનમાં ભારતીય જનતા પાર્ટી ઊભી છે. તે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂ્ર્ણ છે.

કંગના રનૌત ટ્વીટ દ્વારા જવાબઃ ‘આ તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ભાજપ એવી વ્યક્તિનું સમર્થન કરી રહી છે, જે ડ્રગ્સ માફિયાની સામે લડત આપી રહી છે. ભાજપે તો શિવસેનાના ગુંડા દ્રારા મારી પર હુમલો કરાવો જોઇતો હતો. મારો ચહેરો તોડી નાખવાની જરૂર હતી અથવા તો મારા પર રેપ કરાવવો જોઇતો હતો, પરંતુ નહીં સંજયજી તેમની એ હિંમત કે તે એક યુવતી, જે ડ્રગ્સ માફિયા સામે લડી રહી છે તેનું સમર્થન કરે.’

શિવસેનાએ સામનાના તંત્રી લેખમાં બીજેપી પર હુમલો કરતા લખ્યું છે કે, “મુંબઇને પાકિસ્તાન અને મહાનગર પાલિકાને બાબરની સેના કહેનારના સમર્થનમાં તો માત્ર મહારાષ્ટ્રનો વિરોધી પક્ષ સામે આવે છે. આ પણ ખૂબ જ ગજબ વાત છે કે સુશાંત અને કંગનાનો સાથે આપીને ભાજપ બિહારની ચૂંટણી જીતવા ઇચ્છે છે.

You cannot copy content of this page