Only Gujarat

FEATURED International

અમેરિકા-બ્રિટનને પછાડી ચીન જ બનવાશે કોરોનાની રસી, આ છે 3 મજબૂત કારણો

બેઈિંજિગઃ કોરોના વાયરસે પશ્ચિમના શક્તિશાળી દેશોની ઘણી ઊણપને ઉજાગર કરી છે અને આ દેશો મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. પશ્ચિમના મોટાભાગના દેશોને ઓક્સફોર્ડ- એસ્ટ્રજેનકાની વેક્સિનથી મોટી આશા છે પરંતુ હાલમાં જ આ વેક્સિનનું ટ્રાયલ અટકાવું પડ્યું હતું. જો કે આ ટ્રાયલ ફરી શરૂ કરવાની પરવાનગી મળી ગઇ છે. ચીન માત્રે વેક્સિન તૈયાર કરવામાં જ નહી પરંતુ વેક્સિન કૂટનીતિમાં પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે. કેટલાક રિપોર્ટનો દાવો છે કે, ચીન વેક્સિનની રેસમાં પણ સફળતાથી અને ઝડપથી આગળ વધી રહ્યું છે.

બ્રિટિશ ટેલિગ્રાફમાં છપાયેલ રિપોર્ટ મુજબ પહેલીવાર અન્ય દેશના વૈજ્ઞાનિક હવે આ થિયરી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે. કદાચ પહેલી સફળ વેક્સિન ચીનની જ હોઇ શકે. કેટલાક દેશ આ અંગે રાજકીય આ વિષયનું મૂલ્યાંકન પણ કરી રહ્યાં છે કે, જો ચીન સૌથી પહેલા સફળ વેક્સિન પરીક્ષણ કરી લેશે તો તેની અસરથી દુનિયાનું રાજકારણ કઇ રીતે બદલાઇ શકે છે.

આ ત્રણ કારણે ચીનની વેક્સિનની બાજી જીતી શકે છેઃ 1. ફેઝ 3 ટ્રાયલમાં સૌથી વધુ વેક્સિન કેન્ડિડેટસ છે. હાલ દુનિયામાં નવ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં પહોંચી ગઇ છે. તેમાંથી 4 તો ચીનની જ છે. 2. ચીન વેક્સિન બનાવવા માટે જુની પણ ભરોસાપાત્ર ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે. 3. ચીને અન્ય દેશોની સરખામણીમાં બહુ પહેલા વેક્સિનનું ફેઝ-3નું ટ્રાયલ શરૂ કરી દીધું હતું.

પશ્ચિમ દેશો માટે વેક્સિન તૈયાર કરી રહેલી AstraZeneca, BioNTech-Pfizer અને Moderna જેવી કંપની પાસે અત્ચાધુનિક ટેકનિક છે. તો ચીન ઓલ્ડ સ્કૂલ વેક્સિન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યુ છે. આ મુદ્દે નિષ્ણાત વિચાર કરી રહ્યાં છે કે શું વેક્સિન તૈયાર કરવામાં જૂની ટેકનિક જ કારગર સાબિત થશે?

બાયોમેડિક થિંક ટેંક Policy Cures Researchના ટેકનિકલ હેજ ડો. વિપુર ચૌધરીએ જણાવ્યું હતું કે ચીનની 4માંથી 3 વેક્સિન કેન્ડિડેટ ઇનએફ્ટિવેટેડ Sars-CoV-2 વાયરસનો ઉપયોગ કરી રહી છે, જે સૌથી ઉત્તમ સાબિત થઇ શકે છે. ચૌધરીએ જણાવ્યું હતું કે ચીને એન્ટીજન ગુણોને છોડીને વાયરસને ડિસેબલ કરી દીધું છે. આ વેક્સિન તૈયાર કરવાની પરંપરાગત રીત છે.

અમેરિકાની એક હોસ્પિટલમાં વેક્સિન એજ્યુકેશનના ડાયરેક્ટર ડો. પૌલ ઓફિટે જણાવ્યું, ‘હું ઇનએફ્ટિવેટેડ વેક્સિન કેન્ડિડેટસને મુદ્દે ખૂબ જ સહજ મહેસૂસ કરું છે. કેમ કે અમારી પાસે બહુ પહેલાથી આવી વેક્સિનને લઇને ખાસ્સો અનુભવ છે. બીજી વાત એ છે કે આવી વેક્સિન દ્રારા આપણે બધી જ 4 કોરોના વાયરસ પ્રોટીનની સામે ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કરીએ છીએ , માત્ર સ્પાઇક પ્રોટીન જ નહીં.’

તો બીજી તરફ ચીની કંપની China National Biotec Group (CNBG) જણાવ્યું હતું કે તેમની કોરોના વેક્સિનના પરીક્ષણના ફેઝ-3ના રિઝલ્ટ પણ ખૂબ સારા આવ્યાં છે. કંપનીએ જણાવ્યું હતું કે આ વેક્સિન જેટલા લોકોને આપવામાં આવી છે, તેમાંથી એક પણ વ્યક્તિને રિએક્શન આવ્યું નથી અને એક પણ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો નથી. કંપનીને કહેવું છે કે તેમની બે વેક્સિન 3 વર્ષ સુધી કોરોનાથી પ્રોટેક્ટ કરી શકે છે.

You cannot copy content of this page