Only Gujarat

FEATURED National

પિતા સાથે દીકરી લેવા જતી હતી દવા, ભરચક રસ્તા વચ્ચે બદમાશોએ કરી છેડતી અને…

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં અસામાજિક તત્વો કેટલાક બેખૌફ છે, તે જાણવા માટે આ ઘટના પુરતી છે. અહીં પિતાની સાથે દવા લઇને જતી યુવતીની કેટલાક આવારા તત્વોએ છેડતી કરી. આ બદમાશોને ન તો પોલીસને ડર હતો કે ન તો તેમની સાથે બાઇક પર જઇ રહેલા તેમના પિતાનો. જો કે ઘટના બાદ આરોપી સાથે જે બન્યું તેનો અંદાજ કદાચ આ આરોપીઓને નહીં હોય. હિંમત દાખવીને યુવતીના પિતાએ આ બદમાશ યુવકોને પકડી લીધા

જો કે આ આરોપી યુવકમાંથી એક યુવક તો ઘટનાસ્થળેથી નાસી ગયો અને જો કે અન્ય એક યુવક ભીડની ઝપેટમાં આવી ગયો. આસપાસના લોકોને જયારે જાણ થઇ કે, આ યુવક યુવતીની છેડતી કરતો હતો તો આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા અને યુવકને ખૂબ મેથીપાક ચખાડ્યો.

લોકોએ મુક્કા માર્યા અને લાતો મારીને ખૂબ માર્યો હતો. પછી પોલીસને ફોન કરીને યુવકને પોલીસને હવાલે કરી દીધો. ઘટનાસ્થળે હાજર એક યુવકે આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉત્તરપ્રદેશના લખીમપુરખીરી જિલ્લામાં પોલીસ સતત ગુનાની સંખ્યા ઘટી હોવાનો દાવો કરતી રહી છે પરંતુ આ ઘટના બતાવે છે કે આ દાવા કેટલા સાચા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવો ગુનો કરનારને સખતમાં સખત સજા મળવી જોઇએ.

લખીમપુર ખીરી જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં રેપ અને હત્યાના અનેક ગુના નોંધાયા છે, જે બતાવે છે કે અહીં સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે. જો કે સતત વઘતી આવી ઘટના વચ્ચે બેખૌફ ફરતા આવા બદમાશો પોલીસ વિભાગ માટે ચિંતાનો વિષય ચોક્કસ છે.

જો કે આ ઘટના પગલે યુવતીના પિતાએ કોઇ ફરિયાદ નથી નોંધાવી, જેના કારણે પોલીસે યુવકને ધમકાવીને પરિવારને સોંપી દીધો છે. જો કે સ્થાનિકોનો મત છે કે આવી ઘટનામાં પોલીસે ગુનેગારને સખતમાં સખત સજા આપવી જોઇએ. જેથી આ પ્રકારની ઘટના પર અંકુશ લાદી શકાય.

You cannot copy content of this page