Only Gujarat

Religion

આજનો સોમવારનો દિવસ કેવો જશે? વાંચો કયા જાતકો પર શંભુનાથ કરશે પૈસાનો વરસાદ?

અમદાવાદઃ સોમવારે કર્ક રાશિના જાતકો માટે રહેશે સાનુકૂળ દિવસ જ્યારે બીજી રાશિના જાતકોએ મનોવાંછિત ફળ મેળવવા માટે શિવ પૂજા અવશ્ય કરવી.

  • 1. મેષઃ આજે નવા કાર્યનો શુભારંભ સંભવ બને, આપની મનની મુરાદો સ્નેહીજનો ની મદદથી પુરી થતી જણાય, નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ. મતભેદ-મનભેદ ટાળવા તેમજ દિવસ આનંદમય રીતે પસાર થાય.
  • કાર્યક્ષેત્ર: મધ્યાહન બાદ કાર્યક્ષેત્રમાં નવો વળાંક આવી શકે તેમજ હરીફ વર્ગથી સાવધ રહેવું હિતાવહ.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધે, વૈવાહિક જીવનનાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે અને નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસુઓને મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ शशिशेखराय नमः

  • 2. વૃષભઃ આજે આપના મહત્વના કાર્યમાં ધીરજતાથી કામ લેવું તેમજ મનના વિચારોને અમલી મુકવામાં વિલંબ ના કરવો. ભવિષ્ય અગેનું આયોજન સંભવ થાય, આપની ભાવનાઓ ઉપર કાબુ રાખવો, યાત્રા પ્રવાસ ટાળવા હિતાવહ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની યોજનાઓને ગુપ્ત રાખવી તેમજ ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • પરિવાર: પારિવારિક મધુરતા જળવાઈ રહેશે અને માંગલિક કાર્ય આગળ વધે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • આજનો મંત્ર: ॐ स्थिराय नमः

  • 3. મિથુનઃ વડિલોનાં આશીર્વાદ લઈ નવા કામની શરૂઆત લાભકારક રહેશે, બપોર પછી ધારેલુ કામ પાર પડતું જણાય, પ્રવાસ-પર્યટનમાં સાનુકૂળતા જણાય, કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતું જણાય, મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મળવાનું સંભવ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે.
  • પરિવાર: પારિવારિક સમરસતા જળવાઈ રહેશે તેમજ જૂના વિવાદ સમાપ્ત થતા જણાય.
  • નાણાકીય: નવી યોજના પર કાર્ય આગળ વધે, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય બાબતે સજાગ રહેવું.
  • આજનો મંત્ર: ॐ स्थाणवे नमः

  • 4. કર્કઃ આજે કોઈ નવા સંબંધો રચાય, આવેશ પર સંયમ રાખવો, સામાજિક મતભેદો દુર થતા જણાય, વિદેશ કાર્ય પ્રગતિમાં જણાય, અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, દિવસભર હકારાત્મક ઊર્જાનું પ્રમાણ સારું રહે.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય તેમજ અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
  • પરિવાર: પરિવારિક સમય ઉત્તમ જણાય તેમજ પરિવારિક યાત્રાનું આયોજન સંભવ બને.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયત બાબતે સામાન્ય ચિંતા અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ प्रभवे नमः

  • 5. સિંહઃ મોસાળપક્ષથી લાભ જણાય, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, પોતાની આગવી વિશેષતાથી બીજાને મદદ કરવી, દિવસભર હકારાત્મક ઊર્જાનું પ્રમાણ સારું રહે.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય અને વિરોધીથી સાવધ રહેવું.
  • પરિવાર: દાંપત્યજીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ સંભવ તેમજ સામાજિક કાર્યોમાં બરકત જણાય.
  • નાણાકીય: નાણાકીય માર્ગોમાં બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ જણાય અને ઉધાર-ઉછીના ના કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ સંભવ.
  • આજનો મંત્ર: ॐ भीमाय नमः

  • 6.કન્યાઃ માંગલિક કાર્યો આગળ વધે તેમજ પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, યાત્રા-પ્રવાસ જરૂર હોય તો જ કરવો, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો તેમજ ચિંતાનાં વાદળો હટતા જણાય, ખોટા વાદ-વિવાદમાં ના ઉતરવુ હિતાવહ.
  • કાર્યક્ષેત્ર: વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય તથા કળ થી કામ લેવું.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.
  • નાણાકીય: આવકનું પ્રમાણ વધતું જણાય તેમજ નાણાકીય જવાબદારીઓ વધતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નરમ-ગરમ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ प्रवराय नमः

  • 7. તુલાઃ આજે સોમવારના દિવસે આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે અને આપની મહેનત રંગ લાવતી જણાય, હાથમાંથી ગયેલી તક પછી આવતી જણાય, નકારાત્મક વિચારોથી દુર રહેવું, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય અને પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો.
  • પરિવાર: કૌટુંબિક તણાવનો અંત જણાય અને પારિવારિક મદદથી કાર્ય આગળ વધે.
  • નાણાકીય: આવક કરતાં ખર્ચ ના વધે તેની કાળજી રાખવી હિતાવહ, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: થોડો સમય મેડીટેશનમાં કાઢવો હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ वरदाय नमः

  • 8. વૃશ્રિકઃ કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો, રોજિંદા જીવન કાર્યમાં પરિવર્તન લાવવાની ઇચ્છા થાય, આજે નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, તમારા વ્યવાહરથી આપ બીજાનું મન જીતી શકશો.
  • કાર્યક્ષેત્ર: અણધારી તક આવતી જણાય તથા હિતશત્રુઓ પર વિજય મળે.
  • પરિવાર: દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે અને સભ્યોથી મન મેળ બની રહે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે અને જમીન-મકાન અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકૂળતા જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ वराय नमः

 

  • 9. ધનઃ હાથમાંથી ગયેલી તક પછી આવતી જણાય, વડિલની સલાહ લઈ નિર્ણય લેવો, યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ, પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો, મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.
  • કાર્યક્ષેત્ર: ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો.
  • પરિવાર: કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી, પરિવારિક વાતાવરણ ઉલ્લાસમય રહેશે.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ सर्वकराय नमः

  • 10.મકરઃ બિનજરૂરી ખર્ચ ટાળવો અને નકામી ચિંતાથી દૂર રહેવું, મિત્રવર્તુળનો સાથ સહકાર મળી રહે, ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી, નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ,આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો અને કાર્યક્ષેત્રમાં ઉતાર- ચઢાવ સંભવ.
  • પરિવાર: પરિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય, પરિવારિક સુખ સારું.
  • નાણાકીય: વારસાગત મિલકતના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય તેમજ આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ भवाय नमः

  • 11. કુંભઃ અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, રમત-ગમત સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવી તક મળી શકે છે, યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો, નવા સંબંધની શરૂઆત સંભવ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: સામાજિક વ્યવહારિક કામગીરી ક્ષેત્રે સાનુકૂળતા જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: આકસ્મિક ધન-લાભ સંભવ, રોકાણ કરતા પહેલાં અનુભવીની સલાહ અવશ્ય લેવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ जटिने नमः

  • 12. મીનઃ રાજકીયક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓને વિશેષ લાભ જણાય, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, વિચારોને સકારાત્મક રાખવા, મહત્વના કાર્યમાં ખાતર ઉપર દીવેલ જેવી સ્થિતિ સર્જાતી જણાય.
  • કાર્યક્ષેત્ર: કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, કળથી કામ લેવુ.
  • પરિવાર: પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય અને પરિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે વધારે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની પાછળ વધારે ખર્ચ થતો જણાય.
  • આજનો મંત્ર: ॐ सर्वभावनाय नमः
You cannot copy content of this page