નવું વર્ષ સિંહ રાશિ માટે છે અનેક રીતે ખાસ, જાણો એવું તો શું છુપાયેલું છે 2021માં

સિંહ રાશિના જાતકો માટે નવું વર્ષ આર્થિક દૃષ્ટિએ સારું રહેશે. આ વર્ષે તમે તમારા પરિવારની સહાયતાથી રૂપિયા કમાઈ શકશો. નાની-નાની સફળતાથી તમે મોટી સફળતા હાંસલ પણ કરી શકશો. આ વર્ષે મોટું રોકાણ ખૂબ કાળજી પૂર્વક કરવું. અભ્યાસમાં કોઈ પ્રકારનો શોર્ટકટ લેવો નહીં. નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ દરમિયાન તમને મહેનત કરવાથી જ યોગ્ય પરિણામ મળશે. આ વર્ષે શનિ અને ગુરુદેવ સિંહ રાશિના જાતકોમાં છઠ્ઠા ભાવમાં રહેશે. આ દરમિયાન ઘણા લોકો મિશ્ર પરિણામ મળી શકે છે. લગ્નજીવન અને બાળકોની વાત કરીએ તો શરૂઆતના દિવસોમાં સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ તણાવભર્યું રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા ઇચ્છતા હોય તેમને આ વર્ષે વધુ પ્રયત્નો કર્યા પછી જ સફળતા મળી શકશે.

કરિયર: કરિયરની દૃષ્ટિએ આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે શુભ રહેશે. રાહુ આ સમય દરમિયાન તમારી રાશિના દસમાં ભાવમાં રહેશે, જેને લીધે તમારા કરિયરમાં અચાનક પ્રગતિ થવાની શક્યતા છે. તમારી રાશિના કર્મમાં રાહુની હાજરીથી આ વર્ષે તમારે અનેક પડકારોનો સામનો કરવો પડશે. આ વર્ષે તમે એક કરતાં વધારે આવકના સ્ત્રોતથી સારી કમાણી કરી શકશો. આ વર્ષે મંગળ ગ્રહ તમારી રાશિના નવમા ભાવમાં સ્થિત છે. જેથી તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો તેવી શક્યતા છે. આ તમારા કાર્યક્ષેત્રમાં લોકો સાથેના સંબંધોમાં પણ સુધારો થઈ શકે છે. તમારી રાશિના અગિયારમાં ભાવમાં મંગળ ગ્રહ હોવાથી તમે એપ્રિલ અને મે મહિના દરમિયાન પડકારોનો સામનો કરશો. ઘણાં પડકારો અને મુશ્કેલીઓ હોવા છતાં, સિંહ રાશિના સખત મહેનતથી તેમના કરિયરમાં સફળતા હાંસલ કરશે તેવી શક્યતા છે.આ ઉપરાંત સિનિયર્સના યોગ્ય માર્ગદર્શન અને સપોર્ટથી તમે તમારી કારકિર્દીમાં સારું પ્રદર્શન કરી શકશો.

આર્થિક સ્થિતિ: આ વર્ષે સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મિશ્રફળદાયી રહેશે. આ વર્ષે ગ્રહોની સ્થિતિ એવી રહેશે કે, બુધ સૂર્યની સાથે ગુરુના ભાવમાં બિરાજમાન હશે. આ તે સંકેત છે કે,આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. તમે રૂપિયા કમાવવાની નવી તકો મળશે. આ ઉપરાંત એપ્રિલ મહિનો તમારા માટે સૌથી સારો રહેશે. કેમ કે આ સમય દરમિયાન અલગ-અલગ સ્ત્રોતમાંથી આવક થવાની શક્યતા છે. પાંચમા ભાવમાં સૂર્ય અને બુધની યુતિથી બુધ્ધિદિત્ય યોગ બની રહ્યો છે. આ સ્થિતિમાં કાગળ, કપડા અને ખાદ્ય પદાર્થ સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ ફાયદાકારક સાબિત થશે. મે મહિના પછી તમારા ખર્ચમાં વધારો થશે. આ સ્થિતિમાં તમે શક્ય એટલું સરળ જીવન અપનાવો તે તમારા માટે વધુ સારું રહેશે.

પરિવાર: સિંહ રાશિના જાતકોનું પરિવારિક જીવન આ વર્ષે ખૂબ જ સારું રહેશે. આ વર્ષે તમે તમારા પારિવારિક જીવનનો વધુ આનંદ માણી શકશો અને તમારે કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. ચોથા ભાવમાં શુક્ર અને પાંચમા ભાવમાં સૂર્યની સ્થિતિ જણાવે છે કે, આ સમય દરમિયાન, તમારા ઘરનું પારિવારિક વાતાવરણ ખૂબ સારું રહેશે. તમે વ્યવસાયિક જીવનમાં ખૂબ વ્યસ્ત હોવા છતાં, તમારા કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવા માટે સક્ષમ હશો. આ સમય દરમિયાન તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. આ વર્ષે તમારી માતાની વિશેષ કાળજી રાખવી. તમારા વૈવાહિક જીવનનો સ્વામી શનિ, સાતમા ભાવમાં ગુરુ સાથે છે, જે જણાવે છે કે, આ સમય દરમિયાન, તમારા લગ્નજીવનમાં કેટલાક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. આ વર્ષનો એપ્રિલથી સપ્ટેમ્બર મહિનો તમારા માટે થોડો સારો સાબિત થશે. આ દરમિયાન તમારા લગ્ન સંબંધમાં મધુરતા રહેશે અને બંનેની સમજ અને ગેરસમજને તમારા સંબંધોને દૂર રાખશો, જે તમારા બાળકોના જીવન પર સીધી અસર કરશે.

પ્રેમ-રોમાંસ: આ વર્ષે તમારા પ્રેમમાં ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રયત્નો કરવાની જરૂર છે અને આ પછી જ તમે તમારા પ્રેમમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો. સિંહ રાશિના પ્રેમ અને રોમાંસનો સ્વામી ગુરુ તેના છઠ્ઠા ભાવમાં છે અને સૂર્ય પાંચમા ભાવમાં છે, જે જણાવે છે કે આ સમય દરમિયાન કોઈ વડીલની દખલગીરીથી તમારા સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. કેટલાક લોકોએ તેમની લવ લાઇફ અથવા લગ્નજીવનમાં થોડો ફેરફારની કરવાની જરૂર છે. આ સમય દરમિયાન તે શક્ય છે કે તમે તમારા હાલના જીવનસાથી માટે થોડો કઠોર અને ઓછો અનુભવ કરશો. તમે તમે સંબંધ દ્વારા કેટલાક નવા ક્ષેત્રો અને વિકાસની સંભાવનાઓ શોધી શકો છો. તમારા પ્રિયજનો સાથે વાતચીત કરવા અને બંને વચ્ચે પરસ્પર સમજણ વધારવા આ સમય શુભ રહેશે. આ સિવાય, ગુરુનું ગોચર તમારા જીવનના કાર્યને ખૂબ જ અસર કરશે. ગુરુનું આ પરિવર્તન તમારી પ્રબળ વૃત્તિ અને ભાવનાઓ દ્વારા શાસિત કરનારું હશે.

શિક્ષણ: આ વર્ષે શિક્ષણની દૃષ્ટિએ સિંહો રાશિના જાતકોને મિશ્રફળ મળશે. શિક્ષણનો કારક ગ્રહ મકર રાશિના છઠ્ઠા ભાવમાં સ્થિત છે, જેથી તમને ખૂબ મહેનત અને પ્રયત્નો પછી સફળતા મળશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની વિચારણા કરી રહ્યાં છે તેમના માટે એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાનો સમય ખૂબ જ પડકારજનક રહેશે. તમારે સાવચેત રહેવાની અને સખત મહેનત કરવાની જરૂર છે. કારણ કે આ વર્ષે તમે જે કંઇ મેળવશો તે ફક્ત તમારી મહેનત પર જ પ્રાપ્ત કરી શકશો. એપ્રિલ મહિનો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે. જો કે, આ પછી, મે-જૂન-જુલાઈ અને ઓગસ્ટ મહિનો તમારા માટે કંઈક પડકારજનક હોઈ શકે છે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યની દૃષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ સારું રહેશે. આ વર્ષ દરમિયાન સ્ફૂર્ટીનો અનુભવ કરશો અને સમયની સાથે તમારા જીવનમાં પણ તેનો અનુભવ કરશો. આ દરમિયાન તમે સંતુલિત આહાર લો. ધૂમ્રપાન અને દારૂના સેવનથી દૂર રહો. આ વર્ષે પાંચમાં ભાવમાં બુધ્ધિત્ય યોગ બની રહ્યો છે, જેથી સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2021 સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ સારું રહેશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના સુધી ગળામાં દુખાવો અથવા તાવની બીમારી થઈ શકે છે, પણ બાકીના વર્ષના મહિના આરોગ્યની દૃષ્ટિએ ખૂબ સારા રહેશે. તમારા છઠ્ઠા ભાવમાં શનિ અને ગુરુની હાજરી ચિંતાજનક સાબિત થઈ શકે છે. જે લોકોને પહેલાંથી એલર્જી, હાઈ બ્લડ પ્રેશર અથવા સાંધાનો દુખાવાની સમસ્યા છે. તેમને આ સમય દરમિયાન પોતાની એનર્જીમાં વધ-ઘટ જોવા મળશે.

જ્યોતિષ ઉપાય: દરરોજ ચોખા, રોલી અથવા ગોળ અને લાલ ફૂલ સાથે સૂર્યનારાયણને જળ ચઢાવવું. લડ્ડુ ગોપાલને પ્રાર્થના કરવી. માતાપિતાની સેવા અને સન્માન કરવું. શનિવારે સરસિયાના તેલમાં તમારી પ્રતિમા જોયા પછી દાન કરવું.

You cannot copy content of this page