Only Gujarat

Religion

મિથુનનું વાર્ષિક રાશિફળ: શનિથી બચીને રહેવું, એક ખોટું પગલું જીવનભર પરેશાનીમાં મૂકી શકે, તકલીફો વધશે

નવા વર્ષના પ્રારંભથી 6-4-2021 સુધી ગુરુ મકર રાશિમાં ભ્રમણ કરશે, જે આઠમા સ્થાને અસરકારક બનશે. જે આપને વધુ પડતી પરેશાનીનો સામનો કરાવે. આપ વધુ દેવામાં ફસાવ નહીં તે માટે નાણાંકીય વ્યવહાર સાચવીને કરવો. નવા વર્ષના પ્રારંભથી 6-4-2021 સુધી ગુરુ મકર રાશિમાં ભ્રમણ કરશે, જે આઠમા સ્થાને અસરકારક બનશે. જે આપને વધુ પડતી પરેશાનીનો સામનો કરાવે. આપ વધુ દેવામાં ફસાવ નહીં તે માટે નાણાંકીય વ્યવહાર સાચવીને કરવો. રાહુ આપની રાશિથી બારમા સ્થાને ભ્રમણ કરશે, જે વર્ષ દરમ્યાન તકલીફોમાં વધારો કરનાર બને. જાહેર જીવનમાં મુશ્કેલી ઉપસ્થિત થાય.

શનિની નાની પનોતીમાંથી પસાર થઇ રહ્યા છો, જે આપની માનસિક સ્થિતિને ડામાડોળ કરી શકે છે. આયોજન વગરનું કોઈ પણ કાર્ય કરશો તો માનસિક સ્થિતિ બગડશે. સાથે સાથે આપનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આર્થિક દૃષ્ટિકોણથી જોતાં આવનારું વર્ષ આપને ખોટા ખર્ચા કરાવવાવાળું બની શકે છે. એટલે જે નાણાંનું આયોજન કર્યું હોય તેના સિવાયનો ખોટો ખર્ચ થઇ શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી આકસ્મિક ધનલાભ થઈ શકે છે.

વર્ષના મધ્ય ભાગ સુધી આપના દાંપત્ય જીવનમાં તણાવભરી પરિસ્થિતિ થઇ શકે છે. આપના દાંપત્ય જીવનને મધુર બનાવવા માટે કોઈ મધ્યસ્થ વ્યક્તિનો સહારો લઇને ગેરસમજ દૂર કરવી. આ વર્ષે લગ્નનો યોગ બને છે અને ઘણા વખતથી પતિ-પત્ની વચ્ચે ચાલતા વિખવાદનો પણ અંત આવી શકે છે. આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ આપના માટે ખૂબ સાવધાનીવાળું છે. જરા પણ આરોગ્યમાં ક્ષતિ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો, ઢીલ રાખવી નહીં. રાહુ અને શનિની પરિસ્થિતિ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. છાતીમાં તેમ જ પેટનો દુખાવો, ઊંઘ ન આવવી જેવી ઘણી બાબતોનો સામનો કરવો પડે.

વર્ષના પ્રારંભે સંતાનની મનોકામના પૂર્ણ ન થવાથી આપ હતાશ થાવ. સંતાન પ્રાપ્તિ માટે વધુ એક વર્ષનો સમય થઇ શકે તેમ છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતા મિત્રોએે સાવધાન રહેવાની જરૂર છે. કારકિર્દી વધુ સારી બનવાના યોગ બને. વર્ષ દરમ્યાન સરકારી કે અર્ધસરકારી નોકરિયાત વર્ગને થોડો સંઘર્ષવાળો સમય બની શકે છે. કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરનારાને આ વર્ષ દરમ્યાન ઊજળી તક મળશે. આપના પગાર વધારાની સમસ્યા પણ મહદ્દંશે આ વર્ષે પૂર્ણ થાય. ધંધામાં અસરકારક પરિણામ મળે. ખેતીવાડી ક્ષેત્રે વર્ષ દરમ્યાન કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળતા હતાશ થાય.

આ વર્ષે આપની સંપત્તિમાંથી નાનોમોટો લાભ મેળવી શકશો. આપ નવી સંપત્તિ વસાવીને મિલકતમાં વધારો કરી શકો છો. બાળકોના નામે સંપત્તિ વસાવવાથી લાભ થઇ શકે. જૂનું વાહન બદલી અને નવું વસાવવાના યોગ પણ બને છે. સમજ્યા-વિચાર્યા વગર કોઈને પણ ઉછીના નાણાં આપવા નહીં. આપ કોઈ કાવાદાવામાં ખોટી રીતે ફસાઈ શકો. નીતિગત બાબતોને ધ્યાનમાં લેવી. આપના જે કોઈ શત્રુઓ હોય તેમનાથી સાવધાની રાખવી. આ વર્ષના પ્રારંભે પ્રેમનો પરવાનો આસમાને હોય તેવું જણાશે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ હોઈ શકે છે. વિદ્યાર્થી તરીકે વિદેશ જવાના મનસુબા પૂરા થઇ શકે.

મિથુન રાશિના જાતકોએ પોતાના જીવનમાં ધન-ધાન્યની સમૃદ્ધિ માટે સુદની રાત્રિમાં સ્નાન કરી સફેદ વસ્ત્રો ધારણ કરવા. જો આપની પાસે શ્રીયંત્ર હોય તો તેને કાંસાની થાળીમાં મૂકવું. આપેલા મંત્રની 108 માળા કરવી તેમ જ ચંદન, કેસર, કંકુનું તિલક કરવું. આ શ્રીયંત્રની ચારે દિશામાં ગાયના ઘીના ચાર દીવા પ્રગટાવવા.

You cannot copy content of this page