રક્ષાબંધન પર ભૂલથી પણ બહેનને જો જો આવી ગિફ્ટ આપી દેતા નહીંતર…

અમદાવાદઃ રક્ષાબંધનના શુભ અવસરે બહેન ભાઇની દીર્ઘ આયુષ્યની કામના કરે છે અને રક્ષાસૂત્ર બાંધે છે. ભાઇ પણ બહેનના પ્રેમનો આદર કરતા તેમને ભેટ સોગાદ આપે છે. આ અવસરે ઉપહાર ખરીદતા પહેલા કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક વસ્તુનો સારો નરસો પ્રભાવ હોય છે. પાવન અવસરે ભાઇએ બહેનને ભેટ આપતા પહેલા કેટલીક જ્યોતિષી ટિપ્સ સમજી લેવી જરૂરી છે. તો ચાલો જ્યોતિષની દષ્ટિએ સમજીએ રક્ષાબંધના અવસરે આપની બહેનને કઇ ભેટ આપશો.

આ ભેટ અશુભ મનાય છેઃ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ ભાઇએ ક્યારેય બહેનને ભેટમાં ચાકુ જેવી ધારદાર વસ્તુ ન આપવી જોઇએ. આ પ્રકારની વસ્તુ ગિફ્ટમાં આપવાથી સંબંધમાં કડવાશ આવી જાય છે. તો રક્ષા બંધનના અવસરે બહેનને ચાકૂ, મિક્સી, બ્લેન્ડર જેવી કોઇ પણ વસ્તુની ભેટ ભૂલથી પણ આપવી


આ ગિફ્ટ મનાય છે શુભઃ ભાઇ બહેનનની પસંદ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી ભેટ આપવી જોઇએ. ભાઇ બહેનને સોના-ચાંદીના આભૂષણ, પૈસા, કપડાં, પુસ્તક, મીઠાઇ આપી શકે. જો વાત ગ્રહોની કરીએ તો બહેનનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. તેથી આપ રક્ષાબંધન પર લીલા રંગના કપડાં, શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓ અને રોકડ રકમ આપવી પણ શુભ મનાય છે.

દેવી લક્ષ્મીની બની રહેશે કૃપાઃ ઘરની સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણથી જ ઘરની પુત્રવધુને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે. રક્ષાબંધના અવસરે ભાઇ કપડા. ઘરેણા, મેકઅપ જેવી વસ્તુઓ પણ દાનમાં આપી શકે છે. આ પ્રકારની વસ્તુઓ રક્ષાબંધન પર બહેનને ભેટરૂપે આપવાથી દેવી લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. જો કે કપડાંમાં ક્યારેય રૂમાલ કે ટોવેલ આપવાની ભૂલ ન કરવી.

બહેનને આપો સન્માનઃ સ્કંધ પુરાણ મુજબ જ્યારે બલિરાજાએ ભગવાન વિષ્ણુને પોતાના દ્વારપાલ બનાવ્યા તો ભગવાન હરિને મુક્ત કરવા માટે દેવી લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી અને તેમને ભાઇ બનાવ્યા હતા. ત્યારબાદ દેવી લક્ષ્મીએ બલિરાજા પાસેથી શ્રીહરિની વાપસી માંગી હતી. આ સમયે જ્યારે બલિરાજાને જાણ થઇ કે, તેમને રાખડી બાંધીને શ્રીહરિની વાપસી માંગનાર બીજું કોઇ નથી પરંતુ લક્ષ્મી દેવી છે.

તો પણ બલિરાજાએ લક્ષ્મી દેવી પર ક્રોધ ન કર્યો અને તેમને આદર સન્માનથી ભાઇની ફરજ નિભાવી અને વિષ્ણુજીને દેવી લક્ષ્મી સાથે જવા દીધા. તેથી જ દરેક ભાઇએ બહેન પર ગુસ્સો ન કરીને તેમને આદર સન્માન આપવું જોઇએ. શાસ્ત્રો મુજબ રક્ષાબંધનના દિવસે બહેનનો અનાદાર અપમાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ સાથે જ બહેનને આદર સન્માન આપીને તેમને ખુશ કરવાથી લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહે છે.