‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલની TRP ગગડી!

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા પર પોપ્યુલર શો છે. લગભગ 14 વર્ષથી ચાલી રહેલા આ સીટકોમની ટીઆરપી હંમેશા ટોપ રહી છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ઘણાં લોકોએ શોને અલવિદા કહી દીધી છે. હાલમાં જ તારક મહેતા સીરિયલને ડાયરેક્ટર કરી રહેલા માલવ રાજદાએ પણ સીરિયલને અલવિદા કહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, આ શોની ટીઆરપીમાં મોટું નુકશાન થઈ શકે છે. પરંતુ આ વાતથી સીરિયલની હિસ્સો રહેલ રીટા રિપોર્ટર એટલે પ્રિયા આહુજાએ આ વાત પર અહસમતિ દર્શાવી છે.

પ્રિયા ડાયરેક્ટર માલવ રાજદાની પત્ની છે, તે પણ સીરિયલમાં બહુ પહેલાં જ સીરિયલને અલવિદા કહી ચૂકી છે. તારક મહેતામાં માલવ રાજદા પહેલા શૈલેષ લોઢા, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, રાજ ઉનડકટ જેવા મોટા સ્ટાર્સ સીરિયલને અલવિદા કહી ચૂક્યા છે. પરંતુ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ચાહકોની ફેવરિટ લિસ્ટ ટકી રહી છે. પરંતુ ઘણીવાર એવા સવાલો ઉઠી રહ્યાં છે કે, હવે સીરિયલમાં પહેલા જેવું કંઈ રહ્યું નથી, સીરિયલમાંથી આવા સારા સ્ટાર્સનું અલવિદા કહેવું મેકર્સ માટે ચિંતાની વાત છે, જ્યારે ચાહકોને પણ એ લાગે છે કે હવે સીરિયલની ટીઆરપી પહેલા જેવી નહીં રહે.

સીરિયલની ઘટતી ટીઆરપી પર માલવની અભિનેત્રી પત્ની પ્રિયાએ કહ્યું હતું કે, સીરિયલની ક્વોલિટીમાં કોઈ ફેર પડશે નહીં. પરંતુ આ બધું જોનારાઓના વિચારોના ફરકના કારણે થયું છે. TOIને આપેલ એક ઈન્ટરવ્યૂમાં પ્રિયાએ કહ્યું હતું કે, મને હજુ સુધી ટીઆરપીના નંબરની ગેમ સમજમાં આવતી નથી. પરંતુ હું નથી માનતી કે તારક મહેતા….સીરિયલ બંધ થવાની અણી પર છે.

સીરિયલની ક્વોલિટીના સપોર્ટમાં પ્રિયાએ કહ્યું કે ટીઆરપી ઉપર નીચે થયા કરે છે કારણ કે લોકો ટીવી સીરિયલ્સ સિવાય ઘણી વસ્તુઓ જોવે છે. લોકો એક નક્કી કરેલા સમય પર ટીવી પર શો જોવા કરતાં એપ્સ પર જઈને પોતાની મનપસંદ શો જોવાનું વધારે પસંદ કરે છે. દરેક કોઈ પોતાના કામમાંથી ફ્રી થઈને પોતાની ગમતા શો અથવા ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

દિશા વાકાણીએ શો છોડવા અને તેને રિપ્લેસમેન્ટ પ્રિયાએ કહ્યું કે, આ વાત સાચી છે કે કેરેક્ટર એવું હોય છે જે ચાહકો પર અલગ જ છાપ છોડે છે. લોકો તે કેરેક્ટરના આશીક થઈ જાય છે પરંતુ મને લાગે છે કે તેનાથી વધારે સીરિયલ માટે સમર્પિત છે.