Only Gujarat

Business TOP STORIES

આખી દુનિયા કોરોનાનો સામનો કરી રહ્યો છે ત્યારે મુકેશ અંબાણી આ રીતે કરે ડીલ પર ડીલ

વર્ષ 2012માં તેના એક્ઝિક્યૂટિવની સાથે ત્રિમાસિક વીડિયો કોન્ફરન્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ચેતવણી આપી હતી-‘જે કંઈ અમને અહીં આગળ લાવ્યું છે તે ભવિષ્યમાં અમને આગળ લઈ જશે નહી’. તેમને એ વાતની આશંકા હતીકે, રિલાયન્સનું ક્રૂડ ઓઈલ પેટ્રોકેમિકલ જે મુખ્ય કારોબાર છે. તે રીન્યૂએબલ એનર્જી, ઈલેક્ટ્રિક મોબિલિટી અને વધતા વૈશ્વિક તણાવની વચ્ચે પોતાની ચમક ખોઈ શકે છે.

ડેટાને સમજ્યું નવું તેલ
મુકેશ અંબાણીએ કહ્યુ,’ ડેટા આ યુગનું નવું તેલ છે.’ તેની સાથે જ રિલાયન્સમાં જે સતત બદલાવ નો સિલસિલો શરૂ થયો, તે અત્યાર સુધી ચાલુ છે. ચાર વર્ષ કંપનીએ ડિજીટલ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં લગાવ્યા હતા. અને સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જીયો લોન્ચ કર્યુ હતુ. આજે તેની પાસે 38.7 કરોડ 4જી ગ્રાહકોનું સૌથી મોટું નેટવર્ક છે. જીયોનાં વિકાસના સમયે જ મુકેશ અંબાણીને એ સમજમાં આવ્યુકે, આધુનિક રિટેલ કારોબાર પણ ટેક્નોલોજીની સાથે જોડાયેલો છે અને તે સમજની સાથે જ રિલાયન્સના રિટેલનાં રૂપમાં ભારતનાં અમેઝોન/ અલીબાબા બનવાના પ્રયાસો શરૂ થયા.

બદલાવના સમયથી ઓળખની ક્ષમતા
મુકેશ અંબાણીનાં ફેમિલી ફ્રેન્ડ અને ઈન્વેસ્ટમેંટ બેંકર હેમેન્દ્ર કોઠારી કહે છેકે, તેઓ સપના જોનારા છે અને માનવ જીવત તેમજ સમાજમાં બદલાવને સમય પહેલાં જ ઓળખી લે છે, તેઓ સપનાને હકીકતમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે. આવતા પાંચ વર્ષોમાં, રિલાયન્સે તેની સ્ટોર સંખ્યા 2,621 થી વધારીને 11,784 કરી, અને મહત્વાકાંક્ષી ઇ-કોમર્સ પ્લેટફોર્મ, જિઓમાર્ટ આ વર્ષે 23 મેના રોજ 200 શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યુ. તેથી હવે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન, મુખ્યત્વે તેલ અને ગેસ કંપનીની આવકમાં લગભગ 35.1 ટકા આવક ગ્રાહક વ્યવસાયથી આવી છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક અને નફો લગભગ 70 ટકા વધીને અનુક્રમે 6.59 લાખ કરોડ રૂપિયાથી 39,880 કરોડ રૂપિયા થઈ ગયો છે.

શું થઈ રહ્યો છે બદલાવ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વર્ષોથી પેટ્રોકેમિકલ અને રિફાઈનિંગનો મુખ્ય વ્યવસાય છે, કંપનીના કેશ ફ્લોમાં આ કારોબારનો હિસ્સો 90 ટકાની નજીક રહ્યો છે, પરંતુ હવે તે બદલાઈ રહ્યો છે. હવે તેના લગભગ એક તૃતીયાંશ રોકડ પ્રવાહ તેના ગ્રાહક વ્યવસાયનો છે. આ પરિવર્તન પાછળના મુખ્ય ઉદ્દેશો આ પ્રકારનાં છે: રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ, ડિજિટલ અને ટેલિકોમ અને રિટેલનાંજ ત્રણ મજબૂત સ્તંભો વૈશ્વિક સ્તરે બનાવવા આવે, તે એકબીજા પર આર્થિક રીતે નિર્ભર નથી અને તેની ખાતાવહીને દેવામુક્ત બનાવવામાં આવે. મુકેશ અંબાણીની ક્ષમતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે જ્યારે આખી દુનિયા કોરોનાના સંકટનો સામનો કરી રહી છે, ત્યારે તેઓ ડીલ પર ડીલ કરી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં, જિઓ પ્લેટફોર્મ લિમિટેડ (JPL) એ ખાનગી ઇક્વિટી રોકાણકારો સિલ્વર લેક પાર્ટનર્સ, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, અબુધાબીના સોવરેન ફંડ મુબાડલા અને અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) સાથે સોદા કર્યા છે.

જીયો-ફેસબુક ડીલ
હાલમાં જ તેની સૌથી ચર્ચિત ડીલ રહી છે દુનિયાની દિગ્ગજ ટેક કંપની ફેસબુકની સાથે. ફેસબુકે જીયો પ્લેટફોર્મમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા માટે ફેસબુકે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ડીલથી રિલાયન્સનાં લોંગ ટર્મ પ્લાનને લઈને ઘણી ચર્ચા શરૂ થઈ હતી. આમાં સૌથી મહત્વની વાત એ છે કે ફેસબુકની માલિકીની વ્હોટ્સએપની પાસે ભારતમાં 35 કરોડ યુઝર્સ છે, જેનો જીઓ રિટેલ માટે લાભ લઈ શકાય છે. બીજી તરફ, ફેસબુકને જિઓના 38.7 કરોડ ગ્રાહકના આધારનો લાભ મળશે.

વ્યક્તિત્વમાં પણ બદલાવ
પોતે મુકેશ અંબાણીમાં વ્યક્તિગત બદલાવ ઘણો આવ્યો છે. તેઓ અમુક પ્રમુખ લોકોની ટીમની સાથે કાર્ય કરે છે. જેમાં મનોજ મોદી, નિખિલ અને હિતલ મેસવાણી, પીએમએસ પ્રસાદ, આલોક અગ્રવાલ અને પુત્ર-પુત્રી ઇશા, આકાશ છે. પરંતુ તેઓએ અગાઉ જાહેર મંચો ઉપર બોલવાનું ટાળ્યું છે. હવે તે એક અસરકારક વક્તા બની ગયા છે.

તાજેતરમાં, તેમણે મહિન્દ્રા અને મહિન્દ્રા, માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સમાં રાષ્ટ્રવાદી હિત અને માનવતા અને જીવન બદલાતી ટેક્નોલોજી પર પોતાની વાત કરી છે. મુકેશ અંબાણી કોઈ પણ ખરાબ સફરજનને પોતાની ટોપલીમાં રાખવા માંગતા નથી. ઉદ્યોગપતિ રોની સ્ક્રુવાલા કહે છે, “એવી માન્યતા છે કે જે લોકો પાસે ઘણા પૈસા છે તે મોટા વિચારો આવે છે, પરંતુ મોટાભાગના લોકો આ વિચારોને અમલમાં મૂકવામાં અસમર્થ છે. પરંતુ કદાચ મુકેશ અંબાણી અલગ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page