Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતની આ જગ્યાએ પહેલી જ વાર તૈયાર થશે બ્લેક ગ્રેનાઈટમાંથી હનુમાનદાદાની મૂર્તિ

અમદાવાદ: બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં હનુમાનજી જયંતિના દિવસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. 210 ટનના બ્લેક ગ્રેનાઈટ પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવશે. તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાન દાદાની બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિનું અનાવરણ એપ્રિલ મહિનામાં હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે. ત્યારે આ મૂર્તિ માટે વપરાતો બ્લેક ગ્રેનાઈટનો 210 ટનનો પથ્થર રાજસ્થાનથી રવાના થઇ ચૂક્યો છે.

આ પ્રકારની વિશ્વની સર્વ પ્રથમ હનુમાન દાદાની બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ સ્થાપીત થશે. દાદાની મૂર્તિનું સ્વરૂપ સાળંગપુર ધામને અનુરૂપ પ્રભાવશાળી અને શણગાર યુક્ત છે. ગ્રેનાઈટ પથ્થરની ખાસિય એ છે કે, ડેન્સીટી પ્રતિ ધન ફુટ 80 કિલોગ્રામની છે જે બહુ જ ઓછા પથ્થરમાં જોવા મળે છે.

8થી 10 પીસમાં મૂર્તિનું કાર્ય કરવામાં આવશે. કુલ 54 ફુટની ઉંચી મૂર્તિમાં 28 ફુટ ઉંચી ગદા છે જેનો વ્યાસ 13 ફુટ છે. મૂર્તિના ફાઉન્ડેશન માટે સોઈલ ટેસ્ટ કરવામાં આવ્યો જેની ઉપર 500 ટનથી વધારે વજન આવવાનું છે.

પ્રથમ પથ્થર, પગનો બેઝ સાથ 210 ટન વજનનો હશે અને પછીના આશરે 56 ટનથી ઉપરના વજનમાં હશે. રોજના 80થી 100 શિલ્પીઓ દિવસ-રાત આશરે 38000 માનવ કલાક કાર્ય કર્યા બાદ મૂર્તિનું સંપૂર્ણ સ્વરૂપ તૈયાર થશે.

હનુમાન દાદાની મૂર્તિના પગના પથ્થરનું વજન જ 210 ટન જેટલું હશે. આ મૂર્તિને 1 હજાર વર્ષ સુધી કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય તે રીતે તૈયાર કરવામાં આવશે. શિલ્પ શાસ્ત્ર અનુસાર, મૂર્તિમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મૂર્તિના પાયા જમીનની અંદર 4 ફૂટમાં રહેશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page