Only Gujarat

International

ભગવાન કરે આ શુભ સંકેત સાબિત થાય.. અચાનક જ દેખાવવા લાગ્યું ચર્ચ…

અનકારાઃ કોરોના કાળમાં એક બાજુ આખી દુનિયા પરેશાન છે તો બીજી બાજુ કોરોનાના કારણે કેટલી સારી ઘટના પણ બની છે. કોરોનાના કારણે જાણે પ્રકૃતિને નવું જીવન મળ્યું છે. મોટી મોટી ફેક્ટરી લોકડાઉનમં બંધ રહેવાથી નદીઓ સાફ થઇ ગઇ. ગંગાનું પ્રદૂષણ સ્તર પણ ઘણું ઓછું થયું. ગંગાના સાફ કરવા માટે સરાકરે કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ ગંગાને સ્વચ્છ નહોતા કરી શક્યાં. તૂર્કીમાં પણ કંઇક આવી જ ઘટના બની છે. અહીં 1600 વર્ષથી ડૂબેલું એક ચર્ચ હવે પાણીમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે અને પાણીમાં ઉપર આવી રહ્યું છે.

1600 વર્ષ પહેલા તૂર્કીના એજનિક તળાવમાં આ ચર્ચ ડૂબી ગયું હતું, જેને ગંદકીના કારણે જોઇ શકાતું નહોતું.

લોકડાઉનના કારણે હવે આ સરોવર એકદમ સાફ થઇ ગયું છે અને હવે પાણીની અંદરની વસ્તુ પણ સ્પષ્ટ દેખાઇ છે. 16 વર્ષ બાદ પાણી સ્વચ્છ થયું તો તેની અંદર વર્ષો પહેલા ડૂબી ગયેલું ચર્ચ પણ સ્પષ્ટ દેખાવા લાગ્યું.

આ સ્થાન ઇતિહાસનું સૌથી પ્રાચીન અને ખ્રિસ્તીનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ ચર્ચનું નિર્માણ ઈસવિસન 740માં થયું હતું. પુરાતત્વ વિભાગનો મત છે કે, ભૂકંપના કારણે ચર્ચ જમીન અંદર વિલુપ્ત થઇ ગયું હતું. ઇતિહાસકારોનું માનવુ છે કે ભૂકંપના કારણે જ ચર્ચ તૂટી ગયું હતું અને તેના કાટમાળ જમીનમાં ધસી ગયો.

પાણીમાં સ્પષ્ટ દેખાતી આ રચના પાણીના સ્તરની નીચે 1.5 થી 2 મીટર વચ્ચે છે. અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે, 1600 વર્ષમાં પહેલી વખત આ ચર્ચને પાણીમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.

આ સરોવરમાં દેખાતા ચર્ચની તસવીર ડ્રોન કેમેરા દ્રારા લેવામાં આવી છે.

You cannot copy content of this page