Only Gujarat

International

મંગળ ગ્રહથી પૃથ્વી પર ફેલાશે મહામારી? કોરોના તો તેની આગળ વામણું લાગશે!

નવી દિલ્હીઃ દુનિયા હજુ કોરોના સામે જંગ લડી રહી છે. આ વાયરસે દુનિયાને બાનમાં લીધી છે. લાખો લોકો મોતના મુખમાં હોમાઇ ગયા. જોકે સૌથી ચિંતાજનક વાત તો એ છે કે હજુ સુધી વાયરસનો કોઇ ઇલાજ નથી મળ્યો. જોકે કેટલાક દેશોએ દાવો કર્યો છે કે, તેને કોરોનાની દવા બનાવી લીધી છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે કોઇ દેશ આ મુદ્દે જાહેરાત નથી કરી. આ બધાની વચ્ચે નાસાએ ડેલી સ્ટાર ઓનલાઇનને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે મંગળગ્રહથી કેટલાક સેમ્પલ લાવવાના છે અને આ સેમ્પલથી દુનિયામાં કોરોનાથી પણ વધુ ખતરનાક મહામારી ફેલાઇ શકે છે. તેમણે જણાવ્યું કે આ મહામારી કોરોના કરતા પણ વધુ ભયંકર હશે.

નાસાએ જણાવ્યું કે, તે મંગળ પરથી કેટલાક સેમ્પલ પૃથ્વી પર લાવવાના છે. આ સેમ્પલમાં ભયંકર પૈંથાગોસ થઇ શકે છે. આ પૈંથાગોસથી પૃથ્વી પર મહામારી ફેલાવવાની પુરેપુરી શક્યતા છે. જોકે આ ઇન્ટરવ્યુ બાદ આખી દુનિયામાં હડકંપ મચી ગઇ છે.

યૂનિવર્સિટી ઓફ બકિંગઘમના ડો. બૈરી ડીગ્રેગોરિઓએ નાસાને વિનંતી કરી છે કે, તે મંગળના આ સેમ્પલનો અભ્યાસ ચંદ્ર પર જ કરી લે. કારણ કે જો પૈથાગોંસ પૃથ્વી પર આવશે તો તેનાથી ફેલાતી મહામારીને રોકવી મુશ્કેલ હશે.

તેમણે જણાવ્યું કે, પૈંથાગોસને પૃથ્વી પર લાવતી વખતે જો એક કણ ફેલાઇ ગયો તો આ વાયરસ એટલો ઝડપથી ફેલાશે કે તેને રોકવો કદાચ મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય બની જશે.

ડો. બૈરી ડીગ્રેગોરિઓએ જણાવ્યું કે આ પૈથાગોસથી ફેલાયેલી મહામારી એટલી ભયંકર હશે કે કોરોના તેની સામે સામાન્ય લાગશે. નાસા જે મંગળગ્રહથી મહામારી લાવશે તે લાખ ગણી કોરોનાથી ભયંકર હશે.

જોકે, નાસાએ વૈજ્ઞાનિકની આ સલાહ માનવાનો ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, મંગળનું સેમ્પલ પૃથ્વી પર જ આવશે. જોકે, નાસાએ જણાવ્યું કે તેમના પોતાના સેફ્ટીના નિયમો છે. જેના મુજબ દરેક રીતે સાવધાની રાખવામાં આવશે તેમ છતાં પણ જો નસીબ સાથ નહીં આપે તો જ આ સેમ્પલથી મહામારી ફેલાવાની શક્યતા છે.

નાસાએ જણાવ્યું છે કે તે આ સેમ્પલનો અભ્યાસ સ્ટેસ ઓફ ધ આર્ટ લેબોરેટરીઝમાં કરશે. જ્યાં દરેક રીતના ઇક્પિમેન્ટસ અને સેફ્રટી મેજર્સનું પાલન કરવામાં આવશે.

નાસાના પ્લાન મુજબ, 2030માં માનવને મંગળ ગ્રહ પર મોકલી શકાશે. હાલ એ ગ્રહ પરથી સેમ્પલ લાવીને તેના પર અભ્યાસ કરવાનું નાસાનું એક નવું મિશન છે.

ડો. બૈરી ડીગ્રેગોરીએ જણાવ્યું કે, નાસા લોકોથી ઘણું છુપાવે છે. માર્સ પર જીવન શક્ય છે, તેવી બહુ પેલા ખબર પડી ગઇ હતી પરંતુ નાસાએ વાતનો ખુલાસો નથી કર્યો.

You cannot copy content of this page