Only Gujarat

FEATURED International

કંગાળ માછીમારના હાથમાં લાગી વ્હેલની ઉલટી ને હાથ લાગ્યો કરોડોનો ‘ખજાનો’

ક્યારેક-ક્યારેક એવું બને છે કે તમને આશા કરતાં કંઈક વધુ કંઈક એવું મળે છે, જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. એવો જ એક કિસ્સો થાઇલેન્ડથી સામે આવ્યો છે જ્યાં એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, વ્હેલ માછલીને ઉલટી થતાં માછીમાર કરોડપતિ બની ગયો છે.

ડેઇલી મેઇલના એક રિપોર્ટ મુજબ, નારિસ નામનો માછીમાર વ્હેલની ઉલટીને સામાન્ય પથ્થરનો એક નાનો ટુકડો માનતો હતો, પરંતુ તેની કિંમત 24 લાખ પાઉન્ડ (લગભગ 25 કરોડ રૂપિયા) છે. તેનું વજન લગભગ 100 કિલો છે. આ સાથે, તે અત્યાર સુધીમાં જોવા મળેલો એમ્બરગ્રીસનો સૌથી મોટો ટુકડો છે.

મહિનામાં 500 પાઉન્ડની કમાણી કરનારા નારિસે કદી વિચાર્યું ન હતું કે, જેને તે ખડકનો ટુકડો માને છે તે 24 લાખ પાઉન્ડનો એમ્બરગ્રીસ છે. નારિસ કહે છે કે એક ઉદ્યોગપતિએ તેમને વચન આપ્યું છે કે જો તેની ગુણવત્તા વધુ સારી બહાર આવશે તો તેમને પ્રતિ કિલો £ 23,740ની કિંમત આપવામાં આવશે. સલામતી માટે નારિસે પોલીસને પણ આ વિશે માહિતી આપશે.

વૈજ્ઞાનિક ભાષામાં તેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. ઘણા વૈજ્ઞાાનિકો તેને વ્હેલની ઉલટી ગણાવે છે અને ઘણા તેને મળ કહે છે. તે વ્હેલના શરીરમાંથી નીકળતો કચરો છે જે તેના આંતરડામાંથી બહાર આવે છે અને તે તેનું પાચન કરી શકતી નથી.

ઘણી વખત આ પદાર્થ રેક્ટમમાંથી બહાર આવે છે, પરંતુ કેટલીકવાર જ્યારે પદાર્થ મોટો થાય છે ત્યારે વ્હેલ તેને મોઢામાંથી બહાર કાઢે છે. એમ્બરગ્રીસ વ્હેલના આંતરડામાંથી નીકળતુ સ્લેટી અથવા કાળા રંગનું એક ઘન, મીણ જેવું જ્વલનશીલ પદાર્થ છે, જે વ્હેલના આંતરડામાંથી નીકળતું હોય છે.

તે વ્હેલના શરીરની અંદર તેની રક્ષા માટે પેદા થાય છે. જેથી તેના આંતરડાને સ્ક્વિડની તેજ ચાંચથી બચાવી શકાય. સામાન્ય રીતે, વ્હેલ બીચથી ખૂબ દૂર રહે છે, તેથી તેમના શરીરમાંથી નીકળતા આ પદાર્થને સમુદ્ર તટ પર પહોંચવામાં ઘણા વર્ષો લાગે છે.

You cannot copy content of this page