Only Gujarat

International

આ યુવતીને જોવા ગરદન કરવી પડશે ઊંચી, પતિ છે પત્નીની આટલી ઊંચાઈથી હેરાન-પરેશાન

ટોરન્ટોઃ દુનિયાની દરેક મહિલાને એવી ઇચ્છા હોય છે કે, તેમની સુંદરતાની ચર્ચા થાય. લોકોનું તેના પર ધ્યાન આકર્ષિત થાય. કેનેડાના ટોરંટોમાં રહેતી એક મહિલા તેમની સુંદરતા માટે નહીં પરંતુ તેમની લંબાઇ માટે ચર્ચામાં છે. મહિલાને તેમની વધુ પડતી હાઇટના કારણે ખૂબ મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ મહિલાની લંબાઇ સામાન્ય કરતા વધુ હોવાથી સૌ કોઇ તેમને આશ્ચર્યથી જુએ છે. જો કે તેમણે તેમની આ નબળાઇને જ તેમની તાકાત બનાવી લીધી છે. આ મહિલાની ઇચ્છા મોડલ બનાવાની હતી પરંતુ તેમની વઘુ હાઇટને કારણે તે રિજેક્ટ થઇ ગઇ. હવે આ મહિલાએ તેમની આ જ લંબાઇને તેમની તાકત બનાવી છે અને ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગઇ છે. આ મહિલા એટલી લાંબી છે કે, લોકોએ તેમને જોવા માટે ગરદન ઊંચી કરવી પડે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, આ ઊંચી મહિલાને ઠીંગણા લોકો વધુ પસંદ છે. મહિલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આવતા કેટલાક મેસેજને શેર કર્યા છે. તો મહિલાના નાના કદના પતિએ પણ તેમની કેટલીક મુશ્કેલીઓ શેર કરી છે.

કેનેડાના ટોરંટોમાં રહેતી 32 વર્ષની આ મહિલાનું નામ અમરાલ્ડ વૈન લાંગએન છે. અમરાલ્ડ મોડલ બનવા ઇચ્છતી હતી. જો કે વધુ હાઇટના કારણે તેને આ મોકો ન મળ્યો.અમરાલ્ડની ઊંચાઇ 6 ફૂટ ચાર ઇંચની છે. તે મોડલ તો ન બની શકી પરંતુ સોશિયલ મીડિયામાં દ્વારા તે તેના ટેલેન્ટનો પરિચય આપતી રહે છે., અમરાલ્ડ ન્યુટ્રિશન મેનેજર પણ છે.

અમરાલ્ડની હાઇટના કારણે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. જો કે અમરાલ્ડે જણાવ્યું કે, આ હાઇટના કારણે તેને બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પહેલા તો તેને ડેટિંગમાં પણ ખૂબ જ મુશ્કેલી પડી. તેને તેમ હાઇટનું પાત્ર જ મળતું નહોતું.

અમરાલ્ડને નાના કદના લોકો વધુ પસંદ છે. તેણે 11 વર્ષ પહેલા પોતાનાથી નાના કદના પુરૂષ સાથે લગ્ન કર્યાં હતા. અમરાલ્ડ 16 વર્ષની હતી, ત્યારથી મોડલિગની દુનિયામાં જવા ઇચ્છતી હતી.જો કે તેમની વધુ હાઇટના કારણે કોઇ પણ કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને હાયર ન કરતા તેને આ તક ક્યારેય ન મળી.સ્કૂલમાં પણ અમરાલ્ડે તેમની હાઇટના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો તેને ખૂબ ચીડવતા હતા. આ કારણથી તેમણે હીલ સેન્ડલ પહેરવાનું પણ છોડી દીધું હતું.

લોકો તેને બાસ્કેટ બોલની ટીમ જોઇન કરવાની પણ સલાહ આપતા, જેથી તેની હાઇટનો ફાયદો ઉઠાવી શકાય. અમરાલ્ડની બહેનની હાઇટ પણ 6 ફૂટ છે. નાનપણમાં અમરાલ્ડ તેની બહેન જેટલી જ ઊંચી થવા માંગતી હતી અને થયું પણ એવું જ અમરાલ્ડની હાઇટ તેની બહેન કરતા પણ વધુ છે.

અમરાલ્ડના પતિએ કહ્યું હતું કે તેની પત્નીની હાઇટ વધુ હોવાથી કેટલાક લોકો ખૂબજ વિચિત્ર અને અશ્લિલ મેસેજ કરે છે. કેટલાક તો તેની પત્ની ઉપર ચઢવાની રિક્વેસ્ટ મોકલે છે.

અમરાલ્ડને કેટલાક લોકો અશ્લિલ વીડિયો મોકલવા માટે પણ રિક્વેસ્ટ મોકલે છે. જો કે અમરાલ્ડ તેના પતિને આવી વાતોથી ડિસ્ટર્બ ન થવાની સલાહ આપતી રહે છે. અમરાલ્ડ તેની હાઇટના કારણે ચર્ચામાં રહે છે, તેથી તે ખુશ છે. આ કારણથી તેની કમાણી પણ વધી રહી છે. લોકો તેના પર વધુ ધ્ચાન આપે છે.

You cannot copy content of this page