Only Gujarat

Business FEATURED

મુકેશ અંબાણી પાસે છે વિદેશી ડિગ્રી તો આ ગુજરાતી બિઝનેસ માંડ આટલું જ ભણ્યાં છે

મુંબઈઃ દેશના ઘણા જાણીતા સેલેબ્સ ભણી શક્યા નથી, તે અંગે ઘણીવાર સામે આવ્યું છે. ઘણા સેલેબ્સ એવા છે, જે આજે પોતાના ફિલ્ડમાં ઘણાં સફળ છે પરંતુ અભ્યાસ મામલે ઝીરો રહ્યાં છે. તેથી ઘણાએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. ફિલ્મ સ્ટાર્સના અભ્યાસ વિશે ઘણીવાર ચર્ચા થતી રહેતી હોય છે. પરંતુ શું તમને દેશ અને વિશ્વના ધનિક લોકોમાં સામેલ એવા મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી જેવા બિઝનેસમેનના અભ્યાસની ખબર છે. ઘણા ભારતીય બિઝનેસમેન એવા છે જેમણે વિદેશમાં અભ્યાસ કર્યો અને આજે દેશના સૌથી ધનિક લોકોમાં સામેલ છે. તેથી આજે અમે તમારી સમક્ષ દેશના 10 ધનિક વ્યક્તિઓના અભ્યાસ અંગે જણાવી રહ્યાં છીએ.

મુકેશ અંબાણીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સમગ્ર વિશ્વના અબજોપતિઓની લિસ્ટમાં સામેલ છે. ભારતમાં પણ તે નંબર-1 છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેમણે સ્કૂલ શિક્ષણ મુંબઈની હિલ ગ્રેન્જ હાઈ સ્કૂલથી પૂર્ણ કર્યો. જ્યારે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કેમિકલ એન્જિનિયરિંગ વિષયમાં મુંબઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીથી પૂર્ણ કર્યો. ગ્રેજ્યુએશન બાદ મુકેશ અંબાણીએ આગળ અભ્યાસ કરવા અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું. જોકે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને ભારત પરત આવી પિતાના બિઝનેસમાં જોડાઈ ગયા.

રતન ટાટાઃ રતન નવલ ટાટા. એક ભારતીય બિઝનેસમેન, રોકાણકાર, દાનવીર અને ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ છે. તે ટાટા સમૂહના અઘ્યક્ષ હતા. તેમને ભારતના 2 સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર- પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000)માં એનાયત કરાયા હતા. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કાનોન સ્કૂલ, બિશપ કૉટન સ્કૂલ (શિમલા), કાર્નેલ યુનિવર્સિટી અને હાર્વડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. રતન ટાટાએ પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં કર્યો અને હાયર-સેકન્ડરી અભ્યાસ કેથેડ્રલ એન્ડ જ્હોન કાનોન સ્કૂલથી કર્યો. જે પછી તેમણે બી.એસ.વાસ્તુકલામાં સ્ટ્રક્ચરલ એન્જિયરિંગ સાથે કોર્નેલ યુનિવર્સિટીમાંથી 1962માં પૂર્ણ કર્યો. જે પછી તેમણે હાર્વડ બિઝનેસ સ્કૂલથી 1975માં એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો.

રાધાકૃષ્ણ દમાણીઃ રાધાકૃષ્ણ દમાણી બીજા ધનિક ભારતીય અને વિશ્વના 34માં ધનિક વ્યક્તિ છે. મુંબઈના મોટા રોકાણકાર છે. ‘ભારતના રિટેલ કિંગ’ તરીકે જાણીતા દમાણીની કુલ સંપત્તિ 16.6 અબજ ડૉલર છે. દમાણીએ મુંબઈ યુનિ.થી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહોતા. તેમને પ્રારંભથી જ એકાઉન્ટિંગમાં રસ હતો. તેમને હિન્દી અને અંગ્રેજી આવડે છે. તેમણે સફળતાથી એ સાબિત કર્યું કે, ડિગ્રી કરતા નવા વિચાર વધુ જરૂરી છે, જેના દમ પર ઓળખ બનાવી શકાય છે.

શિવ નાદરઃ ભારતના ત્રીજા ધનિક શિવ નાદર છે. શિવ નાદર એચસીએલના ફાઉન્ડર છે. તેમની કુલ સંપત્તિ 12.2 અબજ ડૉલર છે. જોકે વિશ્વમાં તેઓ 114માં ક્રમે છે. તામિલનાડુના થૂઠુકુડી જીલ્લાના નાનકડા ગામ મુલાઈપુજીમાં જન્મેલા શિવે કુમ્બકોનમના ટાઉન હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યો. ધ અમેરિકન કોલજ, મદુરૈઈથી તેમણે પ્રિ-યુનિવર્સિટીની ડિગ્રી મેળવી. તે પછી પીએસજી કોલેજ ઓફ ટેકનોલોજી, કોઈમ્બતૂરથી ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરી.

લક્ષ્મી મિત્તલઃ લક્ષ્મી મિત્તલ ભારતમાં આઠમા ધનિક વ્યક્તિ છે. સ્ટીલ ટાઈકૂન લક્ષ્મી મિત્તલ 8.9 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે 170માં ક્રમે છે. લક્ષ્મી નિવાસ મિત્તલે 1957થી 1964 સુધી શ્રી દૌલતરામ નોપાની વિદ્યાલયથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. તેમણે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજથી કોમર્સમાં બિઝનેસ એન્ડ એકાઉન્ટિંગની ડિગ્રી મેળવી. વર્ષ 2003માં લક્ષ્મી નિવાસ મિત્તલ અને ઉષા મિત્તલ ફાઉન્ડેશને રાજસ્થાન સરકાર સાથે મળી જયપુરમાં એલ.એન.એમ. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈનફોર્મેશન એન્ડ ટેકનોલોજીની સ્થાપ્ના કરી. જે એક એનજીઓ છે. લક્ષ્મી નિવાસ મિત્તલ ફાઉન્ડેશને એસ.એન.ડી.ટી વિમેન્સ યુનિવર્સિટીના ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફોર વિમેન’ને મોટી રકમ દાનમાં આપી હતી. જે પછી ઈન્સ્ટિટ્યૂટનું નામ બદલી ‘ઉષા મિત્તલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી’ કરવામા આવ્યું.

ડૉ. સાઈરસ પૂનાવાલાઃ તેઓ ભારતના સાતમા ધનિક વ્યક્તિ છે. ડૉ.સાયરસ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ફાઉન્ડર છે. 9.2 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે વિશ્વમાં 161માં ક્રમે છે. સાઈરસ પૂનાવાલાનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો, જેમનો પરંપરાગત બિઝનેસ હોર્સ રાઈડિંગનો હતો અને પૂનાવાલા સ્ટડ ફાર્મના માલિક હતા. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ બિશપ સ્કૂલ, પુણેથી કર્યો અને 1966માં BMCCથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમને 1988માં પુણે યુનિ. દ્વારા પીએચડીની ડિગ્રીથી સન્માનિત કરાયા હતા.

ગૌતમ અદાણીઃ તેઓ ભારતના સાતમા સૌથી ધનિક વ્યક્તિ છે. અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં 9.2 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે 162માં ક્રમે છે. ગૌતમ અદાણીએ પ્રારંભિક અભ્યાસ અમદાવાદની સીએન વિદ્યાલયમાં કર્યો. જે પછી ગ્રેજ્યુએશન માટે ગુજરાત યુનિ.ના કોમર્સ વિભાગમાં એડમિશન તો મેળવ્યું પરંતુ અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહીં. તેમને પ્રથમ નોકરી મહિન્દ્રા બ્રધર્સની મુંબઈ બ્રાન્ચમાં મળી. અહીં તેમનું કામ હીરાને અલગ કરવાનું હતું. અદાણીએ મુંબઈના સૌથી મોટા જ્વેલરી માર્કેટ ઝવેરી બજારમાં ડાયમંડ બ્રોકરેજનું કામ પણ કર્યું.

અઝીમ પ્રેમજીઃ વિપ્રો લિમિટેડના અધ્યક્ષ અઝીમ પ્રેમજી એક ભારતીય બિઝનેસ ટાઈકૂન, રોકાણકાર, એન્જિનિયર અને સાહિત્યકાર છે. તેમણે ભારતીય આઈટી ઊદ્યોગના Czar તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ પ્રેમજીને અભ્યાસ ના પૂર્ણ કરી શકવાનો અફસોસ છે. તેઓ સ્ટુડન્ટ તરીકે જ બિઝનેસ ફિલ્ડમાં આવી ગયા હતા. તેમણે 1995માં ફરી અભ્યાસ શરૂ કર્યો અને કોરેસ્પોન્ડેન્સ ક્લાસિસ થકી સ્ટેન્ડફોર્ડ યુનિ.માંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. પ્રેમજીએ શિક્ષા ક્ષેત્રે ઘણું યોગદાન આપ્યું છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને 2010માં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપ્ના કરી. આ નોન-પ્રોફિટ સંસ્થા છે. આ વર્ષે માર્ચમાં પ્રેમજીએ વિપ્રોના પોતાના 34 ટકા શેર પોતાના ફાઉન્ડેશનને દાનમાં આપ્યા. અત્યાર સુધી તેઓ આ ફાઉન્ડેશનને પોતાની 67 ટકા સંપત્તિ એટલે કે 1.45 લાખ કરોડ રૂપિયા દાનમાં આપી ચૂક્યા છે.

સુનીલ મિત્તલઃ તેઓ ભારતના છઠ્ઠા ધનિક છે. ટેલિકોમ બિઝનેસમેન સુનીલ મિત્તલની 9.5 બિલિયન ડૉલરની સંપત્તિ છે. તે સમગ્ર વિશ્વમાં 154માં સ્થાને છે. તેમણે પોતાનો અભ્યાસ પંજાબ યુનિવર્સિટીથી પૂર્ણ કર્યો અને બીએની ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત તેમણે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પણ અભ્યાસ કર્યો છે. બાળપણથી જ બિઝનેસ ટાયકૂન બનવાની ઈચ્છા ધરાવતા મિત્તલે પોતાના પિતા પાસેથી 20 હજારઉધાર લઈ સાઈકલ પાર્ટસ બનાવવાનો યુનિટ તૈયાર કર્યું. જે પછી તેમણે 3 વર્ષમાં વધુ 2 યુનિટ તૈયાર કરી લીધા, જેમાં દોરા બનાવવા અને સ્ટીલ શીટની યુનિટ સામેલ હતા.

કુમાર બિરલાઃ ભારતના નવમાં સૌથી ધનિક વ્યક્તિ છે. ભારતના સૌથી મોટા ગ્રૂપમાંથી એક આદિત્ય બિરલા ગ્રૂપના અધ્યક્ષ કુમાર બિરલા આ વર્ષની લિસ્ટમાં 7.6 ડૉલરની સંપત્તિ સાથે સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે. તેમણે લંડન બિઝનેસ સ્કૂલથી એમબીએ કર્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને સીએના અભ્યાસમાં રસ નહોતો પરંતુ તેઓ પિતાની વાત ટાળી શક્યા નહીં. પિતાએ કહ્યું હતું કે, હાલનો સમય સીએ કરવા માટેનો યોગ્ય સમય છે, તો તેઓ ચૂપચાપ સીએના અભ્યાસ માટે વિદેશ જતા રહ્યાં.

You cannot copy content of this page