Only Gujarat

International

માત્ર 100 રૂપિયામાં મળી રહ્યું ઘર, દરિયા અને પહાળની વચ્ચે વસેલું છે આ સુંદર ગામડું

રોમઃ હાલ આખી દુનિયામાં કોરોના વાયરસનો કેર છે. યુરોપના દેશમાં લાખો લોકો કોરોનાથી તેનો જીવ ગુમાવી ચૂક્યાં છે. યુરોપમાં ઇટલીએ કોરોનાનો માર સૌથી વધુ સહન કર્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે યુરોપમાં એક એવું ગામ છે, જ્યાં હજુ સુધી કોરોના નથી પહોંચ્યો. તેમ છતાં પણ અહીની સંપત્તિનું નજીવી કિંમતે વેચાણ થઇ રહ્યું છે. અહીં ઘરને માત્ર એક પાઉન્ડ એટલે કે અંદાજિત 95 રૂપિયામાં વેચી રહ્યાં છે. તો આવો જાણીએ શું છે તેની પાછળનું કારણ શું છે.

ઇટલીના એક નાનકડા ગામમાં પ્રોપર્ટી માત્ર એક પાઉન્ડમાં વેચાઇ રહી છે. કારણે કે પ્રશાસને આ ક્ષેત્રનું પુન:નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રશાસન આ ક્ષેત્રેમાં રોકાણ કરાવવા ઇચ્છે છે. જેથી આ ક્ષેત્ર ફરીથી વિકસિત થાય

ઇટલીમાં લોકડાઉન પુરુ થઇ ગયું છે. અહીં બોર્ડર પણ ખોલી દેવાઇ છે. આ ગામ પણ કોરોના મુક્ત છે. અહીં અત્યાર સુધીમાં એક કેસ નથી નોંધાયો. મેયરે આ મિશનને ‘ઓપરેશન બ્યુટી’ નામ આપ્યું છે.

ક્રાબાલિયાના દક્ષિણી વિસ્તારમાં આવેલ સિક્યૂફ્રોંડીમાં પોસ્ટકાર્ડ લગાવવવામાં આવ્યા છે. અહીંની પ્રોપર્ટીની કોડીની કિંમતે વેચવામાં આવી રહી છે. મેયર મિચેલ કોનિયાએ જણાવ્યું કે, આ ગામ બે સમુદ્ર અને પહાડોની વચ્ચે છે. થોડે દૂર એક નદી પણ વહે છે. આ જગ્યાથી માત્ર પંદર મિનિટના અંતરે સમુદ્ર કિનારો છે. જોકે આ આખો વિસ્તાર ખાલી કરી દેવાયો છે. કારણ કે આખું ખાલી ઘર જર્જરિત હોવાથી જોખમી છે.


આ ખૂબસૂરત ગામડાનું મકાન ખરીદવા માટે માત્ર એક પાઉન્ડ જ આપવાનો છે પરંતુ ત્યાર બાદ 224 પાઉન્ડ(21413 રૂપિયા)નો વિમો કરાવવો પડશે. જ્યાં સુધી ખરીદનાર આ પ્રોપર્ટીને રિનોવેટ ન કરાવે ત્યાં સુધી તેમણે વર્ષે 21413 રૂપિયા ભરવાના રહેશે.

 


જો ખરીદનાર 3 વર્ષ સુધી આ ઘરને રિનોવેટ નહીં કરાવે તો તેમણે 17 લાખની દંડની રકમ ભરવી પડશે. આ ગામના મોટા ભાગના લોકો માટો શહેરોમા રહે છે. મેયરે સીએનએન સાથે વાત કરતા જણાવ્યું કે, શહેરમાં જનારા લોકો ઘર છોડીને જતાં રહ્યાં છે. હવે આ મકાનના નવા માલિક શોધીને તેનું બ્યુટીફિકેશન કરાવવું તે આ મિશનનો મુખ્ય ઉદેશ છે. જેથી આ ગામડાને ફરીથી જીવંત કરી શકાય.

તેમણે જણાવ્યું કે કોરોનાની મહામારી બાદ આ નિર્ણય લેવાયો છે. કોરોનાના કારણે પ્રવાસન વેપારમાં ખૂબ જ ઘટાડો થયો છે. તેમજ પ્રોપર્ટીની કિંમત પણ ઘટી છે.

તેમણે જણાવ્યું કે, આ ગામડાના લોકો અંદાજે એક દશક પહેલા ઘર છોડીને શહેર જતાં રહ્યાં છે. જોકે આ ગામડાને વસાવવું એ અમારો ઉદેશ છે તો અમે હાર નથી માનવાના.

You cannot copy content of this page