Only Gujarat

International

કોરોના સામેની લડતમાં ગાય બનશે ઉપયોગી, થોડા દિવસમાં ક્લિનિક ટ્રાયલ થશે શરૂ

કોરોના વાયરસને ખતમ કરવા માટે વૈજ્ઞાનિકોને એક નવું હથિયાર મળી ગયું છે. જી હાં, આ હથિયાર ગાયના શરીરમાથી મળ્યું છે. ગાયના શરીરની એન્ટીબોડીનો ઉપયોગ કોરોના વાયરસને ખતમ કરવા માટે કરી શકાય છે. અમેરિકાની એક બાયોટેક કંપનીએ આ દાવો કર્યો છે. અમેરિકી બાયોટેક કંપની સૈબ બાયોથેરાપ્યૂટિક્સનો દાવા છે કે.,જેનેટિકલીી મોડીફાઇડ ગાયોના શરીરમાંથી એન્ટીબોડી કાઢીને તેનાથી કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી શકાય છે. કંપની બહુ જલ્દી તેનુ ક્લિનિકલીી ટ્રાયલ શરૂ કરવાની છે.

જોન્સ હોપિકિંન્સ યૂનિવર્સિટીમાં સંક્રામક બીમારીઓના ફિઝિશિયન અમેશ અદાલ્જાએ જણાવ્યું કે, કોરોના સામે લડત આપવા માટે આ એક આશાના કિરણ સમાન છે. કંપનીનો દાવો સકારાત્મક છે.કોરોના વાયરસને હરાવવા માટે આવણે આવા જુદા જુદા હથિયારનો પ્રયોગ કરવો જ રહ્યો. ટ્વીટ દ્રારા અમેરિકી કંપનીએ મુદ્દે માહિતી આપતા જણાવ્યું છે કે, ગાયોના શરીરમાંથી એન્ટીબોડી કાઢીને તેનાથી કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી શકાય છે. ગાયનું એન્ટીબોડીએ કોવિડ -19 સામે લડવાનું એક નજકનું હથિયાર છે.

સામાન્ય રીતે વૈજ્ઞાનિકો એન્ટીબોડી વિશેનું રિસર્ચ લેબમાં કલ્ચર કરેલી કોશિકાઓ પર કરે છે અથવા તો તમાકુંના છોડ પર પણ કરે છે. પરંતું બાયોથેરાપ્યૂટિક્સ 20 વર્ષથી ગાયોના ખરમાં અન્ટીબોડી ઉત્પન ડેવલપ કરી રહી છે. કપંની ગાયોમાં પહેલા જેનેટિક ચેન્જીસ કરે છે. જેથી તેમાં ઇમ્યૂન સેલ્સ વધુ સારી રીતે ઉત્પન થઇ શકે. જેથી તે ખતરનાક બીમારી સામે લડી શકે. આ ગાય વધુ પ્રમાણમાં એન્ટીબોડીઝ બનાવે છે. જેનો ઉપયોગ માનવીને સંપૂર્ણ સ્વસ્થ કરવા માટે કરી શકાય છે.

પિટસબર્ગ યૂનિવર્સિટીના ઇમ્યૂનોલોજિસ્ટ વિલિયમ ક્લિમસ્ત્રે જણાવ્યું કે, આ ગાયોની એન્ટીબોડીઝમાં કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને ખતન કરવાની તાકત છે. ગાય ખુદ જ એક બાયોરિએક્ટર છે. તે ભયંકરમાં ભયંકર બમારી સામે લડવા માટે એન્ટીબોડી ડેવલપ કરે છે. સૈબ બાયોથેરાપ્યૂટિક્સના સીઇઓએડી સુલવને જણાવ્યું કે, ગાયો પાસે અન્ય પ્રાણીની તુલનામાં વધુ રક્ત હોય છે. આ કારણથી તેના શરીરમાં એન્ટીબોડી લધુ ડેવલપ થાય છે. જેને સુધારીને માનવીના ઇલાજ માટે ઉપયોગમાં લઇ શકાય છે.

એડીએ જણાવ્યું કે આજે દુનિયાના દેશો કોરોના વાયરસ સામે લડલા માટે મોનોક્લોનલ એન્ટીબોડી વિકસિત કરવામાં લાગી ગયા છે. જો કે ગાયોમાં સારી વાત એ છે કે, તે પોલીક્લોન એન્ટીબોડી બનાવે છે. જે કોઇ પણ વાયરસને મારવા માટે મોનોક્લોનલ એન્ટીબોડીથી વધુ શક્તિશાળી છે. એડી સુલિવને જણાવ્યું કે, જ્યારે મિડલ ઇસ્ટ રેસ્પોરેટરી સિન્ડ્રોમ આવ્યું હતું તે સમયે પણ આ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો. આ સફળતા બાદ જ જાણવા મળ્યું કે ગાયોની એન્ટીબોડી અન્ય જીવોની તુલનામાં વધુ શક્તિશાળી હોય છે.

સુલિવનના જણાવ્યા મુજબ 7 અઠવાડિયાની અંદર ગાયના શરીરમાં કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટી બોડી તૈયાર થઇ જાય છે. આ સમય દરમિયાન ગાય વધુ બીમાર પણ નથી પડતી. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે. ગાયની બોડીમાં બનતું એન્ટીબોડી કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને ખતમ કરી દે છે. ગાયના પ્લાઝમાને લેબમાં ચકાસતા જાણવા મળ્યું કે, આ માનવીય પ્લાઝમા થેરેપી એટલે કે કોવેલેસેંટ પ્લાઝ્માથી વધુ શક્તિશાળી છે. જે કોરોના વાયરસને બોડીને અંદર ઘૂસવા જ નથી દેતો.

એડીએ જણાવ્યું કે, બહુ થોડા જ અઠવાડિયામાં ગાયોની એન્ટીબોડીનું લોકો પર ક્લિનિક ટ્રાયલ શરૂ થશે. જેથી એ જાણી શકાય કે તે માનવીની બોડી માટે કેટલું કારગર નિવડે છે.

You cannot copy content of this page