Only Gujarat

International

ગુજરાતનના લોકો વારંવાર કેમ જાય છે થાઈલેન્ડ? આ જગ્યાએ તો લાગે છે લોકોનો જમાવડો

why are Thailand tour of gujarati people?: ગુજરાતીઓના ફરવા માટે સૌથી ફેવરિટ દેશોમાં થાઇલેન્ડનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ ઉપડી જાય. એવુ કહેવાય છે કે, પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ વાત જ કંઈક અલગ છે.

થાઈ મસાજની ખાસિયત

થાઈ મસાજ વર્લ્ડ ફેમસ છે, તેથી અહી આવનારા પ્રવાસીઓ સૌથી પહેલા થાઈ મસાજ કરાવે છે. થાઈ મસાજમાં સૌથી પહેલા સ્નાયુ અને હાડકાને આરામ આપવાનો પ્રયાસ થાય છે. એક્યુપ્રેશર પોઈન્ટ્સની મદદથી શરીરના પ્રેશર પોઈન્ટ્સ દબાવવામાં આવે છે. આ મસાજથી માંસપેશી મજબૂત થાય છે. શરીરમાંથી દુખાવો દૂર થાય છે. તેથી જ તો ગુજરાતીઓ સૌથી પહેલા સ્પામાં તૂટી પડે છે.

રેડ લાઈટ એરિયાનો ક્રેઝ

ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે.આ એક રેડ લાઈટ એરિયા છે.
થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે. એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. અને ભારતીયોના કારણે થાઈલેન્ડને આ સ્થાન મળ્યું છે. જો આ પ્રકારે થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો રહેશે તો તે વિશ્વમાં પ્રથમ સ્થાન પર જલ્દી જ આવી જશે.

થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો.

થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે.

You cannot copy content of this page