Only Gujarat

FEATURED International

ચીને અચાનક જ વધાર્યો મોતનો આંકડો તો શું સાચે જ કોરોનાવાઈરસ પાછળ છે જવાબદાર?

બેઈજિંગ: વુહાનમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યામાં ચીનમાં અચાનક 50 ટકાનો વધારો થઈ ગયા બાદ તેના સત્તાવાર આંકડાઓ ઉપર શંકા વધી ગઈ છે. ચીને ગયા સપ્તાહે વુહાનનાં મૃતકોની સંખ્યા વધતા કહ્યુ હતુકે, હોસ્પિટલોમાં ભાગમભાગ અને અન્ય કારણોને લીધે આ મોતનો આંકડો નોંધવામાં આવ્યો નથી. હવે હોંગકોંગનાં એક શોધકર્તાઓએ એક અભ્યાસમાં કહ્યુ છેકે, ચીનમાં કોરોના વાયરસની પહેલી લહેરમાં સંક્રમણનો આંકડો 2,32,000થી વધારે થઈ શકે છે. આ સંખ્યા સત્તાવાર આંકડા કરતાં ચાર ગણી છે.

ચીને 20 ફેબ્રુઆરી સુધી કોરોના સંક્રમણના 55,000 મામલાની પુષ્ટિ કરી હતી. પરંતુ હોંગકોંગ યુનિવર્સિટીનાં સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના શોધકર્તાઓનું કહેવું છેકે, જો ચીને હાલમાં ઉપયોગમાં લેવાઈ રહેલી સંક્રમણની પરિભાષા શરૂઆતથી જ લાગૂ કરી હોત તો કોરોના સંક્રમિતોનો સત્તાવાર આંકડો ઘણો વધારે હોત.

ચીનમાં કોરોના વાયરસ સંક્રમણનાં 83000થી વધારે મામલા છે. જ્યારે આખી દુનિયામાં કોરોના વાયરસ વાયરસથી મોતનો આંકડો 2 લાખની નજીક પહોંચવા જઈ રહ્યો છે. અને સંક્રમણના 26 લાખથી વધારે મામલા છે. તમામ દેશોમાં કોરોના સંક્રમણના મામલા ચીનનાં આંકડાને પાર કરી ચુક્યા છે. અને હજી પણ મોતનો સિલસીલો યથાવત છે.

ચીનનાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે 15 જાન્યુઆરીથી 3 માર્ચની વચ્ચે કોરોના વાયરસ સંક્રમણની લગભગ 7 અલગ-અલગ પરિભાષાઓ નક્કી કરી હતી. સ્ટડીમાં સામે આવ્યુ છેકે, પરિભાષા બદલાવાને કારણે સંક્રમણની વાસ્તવિક અને સત્તાવાર મામલાઓમાં મોટું અંતર આવી ગયુ છે.

હોંગકોંગની સ્ટડીમાં વુહાનમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મિશન તરફથી રજૂ કરાયેલાં 20 ફેબ્રુઆરી સુધીનાં ડેટાને સામેલ કરવામાં આવ્યા છે. સ્ટડીમાં અનુમાન લગાવવામાં આવ્યુ હતુકે, ચીનની સરકારના શરૂઆતનાં ચાર બદલાવોને કારણે કોરોના સંક્રમણના ડિટેક્ટ મામલાઓ અને સત્તાવાર આંકડાઓ વચ્ચેનું અંતર 2.8થી 7.1 ગણા સુધી વધી ગયુ હતુ.

સ્ટડીમાં કહેવામાં આવ્યુ છેકે, ચીનની સરકારે કોરોના સંક્રમણ કેસ માટે જે પાંચમી પરિભાષા આપી, જો તેને શરૂઆતથીજ લાગૂ કરવામા આવતી તો અમારું અનુમાન છેકે,20 ફેબ્રુઆરી સુધીમાં ત્યાં 2,32,000 કેસ હોતા. જે ચીનનાં 55,508ના આંકડાઓ કરતાં ચાર ગણા હોતા. હવે ચીનમાં સામાન્ય લક્ષણવાળા સંક્રમણના મામલાઓની પણ ગણતરી કરવામાં આવી રહી છે, જ્યારે પહેલાં એવું ન હતુ.

ચીનનાં આંકડાઓ ઉપર એટલા માટે પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, કારણકે તેઓ શરૂઆતમાં તેઓ લક્ષણ વગરનાં દર્દીઓને કોરોના વાયરસનાં મામલાઓમાં સામેલ કરતાં ન હતા. જો કોઈને કોરોના સંક્રમણનાં કોઈ પણ લક્ષણ દેખાતા ન હોય, પરંતુ તેમનો ટેસ્ટ પોઝીટીવ આવે તો ચીનમાં તેને કંન્ફર્મ કેસ ગણવામાં આવતો ન હતો. જોકે, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપોર જેવા દેશોમાં ટેસ્ટમાં પોઝીટીવ આવેલાં દર્દીઓને સત્તાવાર આંકડાઓમાં સામેલ કરવામાં આવે છે.

ભારત સહિત આખી દુનિયામાં કોરોના સંક્રમણના 50 ટકાથી વધારે મામલાઓમાં કોઈ લક્ષણો દેખાયા નથી. આ મહિને સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં છપાયેલાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છેકે, ચીનમાં કોરોના પોઝીટીવ આવેલાં એક તૃત્યાંશ લોકોમાં મોડા લક્ષણો દેખાયા અથવા તો લક્ષણો દેખાયા જ ન હતા. રિપોર્ટસ મુજબ,ચીનમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં લક્ષણો વગરનાં મામલાઓ વધારે છે.

ચીનનાં આંકડાઓ ઉપર હંમેશા દુનિયાને શંકા રહી છે. બુધવારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યુકે, અમેરિકાનું માનવું છેકે, ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી નવા કોરોના વાયરસ મહામારી વિશે સમયસર ચુચના આપવામાં અસફળ રહી હતી. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ કોરોના મહામારીને લઈને એક આંતરરાષ્ટ્રીય તપાસની પણ માંગ કરી હતી.

You cannot copy content of this page